ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ફરીથી ગોઝારો સાબિત થયો, કાર અને ટ્રેઈલર વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં 10ના કરુણ મૃત્યુ - Ahmedabad Express Highway Accident - AHMEDABAD EXPRESS HIGHWAY ACCIDENT

By ETV Bharat Gujarati Team

Published : Apr 17, 2024, 5:17 PM IST

Updated : Apr 17, 2024, 5:43 PM IST

ખેડાઃ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ પાસે ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે.જેમાં ટ્રેલરની પાછળ કાર ઘુસી જતાં 10 લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ કરૂણ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર આગળ રહેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ભયંકર ટક્કરને કારણે કારમાં સવાર 10 લોકોને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. એક્સપ્રેસ હાઈવે પર કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી. જે દરમ્યાન પુરપાટ ઝડપે ટ્રેલરની પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. કારની ટક્કર એટલી જોરદાર હતી કે ટક્કરને કારણે કારનો ખુડદો બોલી જવા પામ્યો હતો. ભારે જહેમત બાદ કારમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. અક્સ્માત થતાં જ 108ની 2 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ સાથે જ એક્સપ્રેસ હાઈવેની પેટ્રોલિંગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસ દ્વારા મૃતદેહોને હોસ્પિટલ ખસેડવા સહિતની કામગીરી કરાઈ રહી છે.  

Last Updated : Apr 17, 2024, 5:43 PM IST

ABOUT THE AUTHOR

...view details