ગુજરાત

gujarat

અસલીના નામે નકલીનો ખેલ, બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર મારી હલકી કક્ષાનું તેલ વેચતા દુકાનદાર ઝડપાયા - Surat fake oil

By ETV Bharat Gujarati Team

Published : Jul 12, 2024, 9:25 AM IST

અસલીના નામે નકલીનો ખેલ (ETV Bharat Reporter)

સુરત : લિંબાયત વિસ્તારમાં તેલના ડબ્બા પર બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર અને બુચ મારી હલકી કક્ષાનું તેલ પધરાવી ઊંચી કિંમત વસૂલતા બે દુકાનદારને ત્યાં ડમી ગ્રાહક બની પોલીસને સાથે રાખી દરોડા પાડ્યા હતા. પોલીસે બંને વેપારીઓના ત્યાંથી બ્રાન્ડેડ કંપનીના નામે વેચાણ અર્થે રાખવામાં આવેલા પાંચ તેલના ડબ્બા કબજે કર્યા છે. તેલ કંપનીના કર્મચારીને બાતમી મળી હતી કે, એન. કે. પ્રોટીન્સ પ્રા.લી. કંપનીના કપાસિયા તેલનું માર્કેટિંગ કરીને ખોટી રીતે વેચવામાં આવી રહ્યું છે. આ માહિતીના આધારે તેઓએ લિંબાયત ત્રિકમનગરમાં રહેતો લાલારામ કાનુજી તૈલીના શ્રીદેવ નારાયણ કિરાણા સ્ટોર તથા લિંબાયત શિવદર્શન સોસાયટીમાં હરીઓમમાં રહેતો મદનલાલ ભેરૂલાલ પ્રજાપતિના હરીઓમ સુપર સ્ટોરમાં રેડ પાડી હતી. અહીં તેલના ડબ્બા ચેક કર્યા હતા, જેમાં ડુપ્લીકેટ તેલ વેચાતુ હોવાનું બહાર આવતા સ્ટોર સંચાલક લાલારામ તેમજ મદનલાલની સામે લિંબાયત પોલીસમાં ફરિયાદ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details