AIIMSની ટીમ ઉપલેટાના કોલેરાગ્રસ્ત જાહેર વિસ્તારમાં પહોંચી, કારખાનાઓમાં કર્યુ નિરીક્ષણ - AIIMS visits cholera affected area - AIIMS VISITS CHOLERA AFFECTED AREA
Published : Jul 1, 2024, 10:07 AM IST
રાજકોટ: જિલ્લાના ઉપલેટામાં ગણોદ તણસ્વા રોડ પર આવેલ કારખાનાઓ આવેલા છે. આ કારખાનાઓમાં મજૂરો tતેમજ તેમના બાળકો કામ કરે છે અને રહે છે. આ કામ કરતાં મજૂરો તેમજ બાળકોને કોલેરાની અસર થઈ હતી. આમ આ ઘટના વિશે માહિતી મળ્યા બાદ AIIMSની ટીમ દ્વારા આ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. તંત્રના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં પાંચ જેટલા બાળકોને કોલેરાની અસર થઈ છે ઉપરાંત કોલેરાને કારણે થયેલા મોતને પરિણામે તંત્ર દ્વારા સમગ્ર માર્ગની તપાસ કરવામાં આવી રહી છે ઉપરાંત અને ઘટના અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આથી આ ઘટનનાની કાર્યવાહીના ભાગરૂપે AIIMSની ટીમ ઉપલેટાના કોલેરા અસરગ્રસ્ત વિસ્તારોના કારખાનાની મુલાકાતે આવી પહોંચી હતી.