25 હજાર લોકો 12 કલાકમાં ઉમિયા માતાજીની કરશે અખંડ ધૂન, ફરી રચાશે આસ્થાનો મહાસંગમ - Unjha umiya dham - UNJHA UMIYA DHAM
Published : Mar 24, 2024, 9:02 PM IST
મહેસાણા: મહેસાણા ખાતે 25000 લોકો સતત ૧૨ કલાકની અખંડ ઉમિયા ધૂન યોજાશે. ઉમિયા માતાજી સંગઠન મહેસાણા જિલ્લા અને શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી ૩૧ માર્ચના રોજ 84 સમાજ સંકુલ નુગર ખાતે આયોજન કરાયું છે. આ એક દિવસના કાર્યકમમાં ૨૫,૦૦૦ લોકો જોડાશે અને પાટીદારોની કુળદેવી મા ઉમિયાની અખંડ ધૂન યોજાશે. આ અગાઉ ઉંઝા ઉમિયા માતાજી મંદિર ને 168 વર્ષ થતા 168 કલાક ની માં ઉમિયાની અખંડ ધૂન યોજવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદ અને હવે મહેસાણામાં અખંડ ધૂનનું આયોજન કરાયું છે. આ વિશે ઉંઝા ઉમિયા ધામના મંત્રી દિલીપ પટેલે આ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.