ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમરેલીના ખીચા ગામે 2 સિંહબાળોએ ગામ માથે લીધું, વનવિભાગે 2 સિંહબાળને બચાવ્યા

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

અમરેલી: ધારી ગીરના ખીચા ગામની અંદર 2 સિંહબાળ પોતાની માતાથી વિખૂટા પડીને ગામની અંદર આવી ગયા હતા. ત્યારે પ્રાથમિક દૃષ્ટિએ અનુમાન લગાવવામાં આવ્યું છે કે શિકારની શોધમાં સિંહણ સાથે નીકળેલા બચ્ચા વિખૂટા પડી ગયા છે. વહેલી સવારે ગામની શેરીઓમાં 2 સિંહબાળ દોડાદોડી કરી મૂકી હતી. ગ્રામજનોએ જ્યારે આ 2 સિંહબાળોને જોયા તો વનવિભાગને જાણ કરી હતી. ત્યારે વનવિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. સિંહબાળે વનવિભાગની ટીમને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને લીધે ગ્રામજનો પણ ભયભીત થયા હતા વનવિભાગની ટીમે ભારે જહેમત ઉઠાવીને 2 સિંહબાળને પાંજરે કેદ કર્યા હતા અને તેઓની માતા પાસે મિલન કરાવ્યું હતું. જે વનવિભાગના DSF રાજદીપસિંહ ઝાલાએ પુષ્ટિ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details