વલસાડ: પાલઘરથી ભુસાવળ માટે નવી ગુડ સ્ટેન્ડ રેલવેના નાખવાની કામગીરીની ચર્ચા ચૂંટણી પહેલાથી થઈ રહી છે. ત્યારે આ મુદ્દે વલસાડ જિલ્લા વહીવટી તંત્રના મામલતદારની અધ્યક્ષતામાં સંભવિત પસાર થનારી આ ગુડસ ટ્રેનની રેલવે લાઇનના એલાઈમેન્ટ સર્વે માટે સાત ગામના સરપંચ સાથે બેઠક યોજાઈ હતી.
શું છે DFCCL ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટ: ડેડી કેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લિમિટેડ દ્વારા મહારાષ્ટ્રના પાલઘરથી ભુસાવળ સુધી વિશિષ્ટ રેલવે લાઈન નાખી ગુડસ ટ્રેન દોડાવવામાં આવનાર છે. આ માટે વિશેષ નવી લાઈન નાખવાનું પ્રપોઝન તૈયાર કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત DFCCL દ્વારા વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના સાત જેટલા ગામોમાંથી આ લાઈન પસાર થતી હોવાથી એલાઈમેન્ટ સર્વે માટે જિલ્લામાં કામગીરી હાથ ધરવામાં આવશે.
એલાઈમેન્ટ સર્વે અને જીઓટેક સર્વે કરાશે: DFCCLના સૂત્રોના જણાવ્યા અનુસાર, વલસાડ જિલ્લામાંથી પસાર થતી સંભવિત ફ્રેટ કોરિડોર લાઈન માટે ડિસેમ્બર માસ પહેલા એલાઈમેન્ટ સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. અને આ રેલ્વે લાઈનના સર્વે માટે આવનારા માણસોને ગ્રામ પંચાયત દ્વારા કોઈ રોકે નહીં તે માટે વહીવટી તંત્ર દ્વારા દરેક ગ્રામ પંચાયતના સરપંચોને બોલાવી તેમની સાથે વાતચીત કરી સમગ્ર જાણકારી આપવામાં આવી છે.
![પાલઘરથી ભુસાવળ જતી DFCCL ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-10-2024/gj-vld-01-dfcclrailwaylinesarvy-avbb-gj10047_22102024163321_2210f_1729595001_815.png)
30-30 મીટર જગ્યા રેલવે એકવાયાર કરશે: પાલઘરથી ભુસાવળ માટે સંભવિત બનનારા ફેટ કોરિડોર રેલ્વે લાઈન માટે એલાઈમેન્ટ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં લંબાઈ મુખ્ય વચ્ચેના પોઇન્ટથી બંને બાજુ 30-30 મીટર રેલવે દ્વારા લેવાશે. જે માટે પ્રથમ એલાઈમેન્ટ સર્વે કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, જો આ સર્વે દરમિયાન વધુ પ્રમાણમાં વસાહતો અને ઘરો આવતા હોય તો રેલવે આ રૂટ બદલી પણ શકે છે.
વધુ પ્રમાણમાં વસાહત અને વધુ ઘરો આવતા હોય તો રૂટ બદલાવાની શક્યતા: વલસાડ ખાતે મામલતદારની અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવેલી સાત ગામના સરપંચો સાથેની બેઠકમાં રેલવે ફ્લેટ કોરિડોર બાબતે કરવામાં આવેલી ચર્ચા મુજબ હાલમાં પ્રથમ એલાઈમેન્ટ સર્વે કરવામાં આવશે. જેમાં વધુ પ્રમાણમાં ઘરો અને વસાહતો આવશે તો રેલવે આ રૂટ બદલીને અન્ય સ્થળે પણ નવો રૂટ બનાવી શકે તેમ છે. જેથી લોકોને પણ નુકસાન ઓછું થશે અને રેલવેને વધુ પ્રમાણમાં પૈસા ચૂકવવા પડશે નહીં.
![એલાઈમેન્ટ સર્વે માટે 7 ગામના સરપંચ સાથે થઈ બેઠક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-10-2024/gj-vld-01-dfcclrailwaylinesarvy-avbb-gj10047_22102024163321_2210f_1729595001_416.png)
1800 કિમી લબાઈ ધરાવતો રેલવે પ્રોજેક્ટ: ઇસ્ટ વેસ્ટ કોરિડોર અંદાજિત 1800 કિલોમીટરની લંબાઈનો છે. જેમાં પાલઘરથી ભુસાવળ સુધીનો 500 કિલોમીટરનો રેલવે માર્ગ માટે હાલ સર્વેની કવાયત હાથ ધરાઈ છે. જેમાં માત્ર દોઢસો કિલોમીટરનો સર્વે હાલ બાકી હોવાનું DFCCLના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. જે માટે પ્રથમ ગ્રાઉન્ડ સર્વે તેમજ એલાઈમેન્ટ સર્વે અને જીઓટ્રેક સર્વે કરવામાં આવશે.
વલસાડ,વાપી, ઉમરગામ તાલુકાના સરપંચો સાથે બેઠક યોજાઈ: વલસાડ જિલ્લામાંથી પસાર થનારા ફેટ કોરિડોર બાબતે રેલવે વિભાગ દ્વારા સર્વે માટે ગ્રામ પંચાયતોનો સહયોગ જરૂરી હોવાથી વહીવટી તંત્રને વચ્ચે રાખી સરપંચો સાથે બેઠક કરી સમગ્ર બાબતની જાણકારી સરપંચોને આપ્યા બાદ સર્વે માટે ગ્રામ પંચાયતનો સહયોગ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. જોકે જે વિસ્તારમાંથી આ રેલ્વે લાઈન પસાર થનાર હોય તે વિસ્તારના ગામના તમામ ગ્રામજનો હાલ તો વિરોધ નોંધાવી રહ્યા છે.
![પાલઘરથી ભુસાવળ જતી DFCCL ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-10-2024/gj-vld-01-dfcclrailwaylinesarvy-avbb-gj10047_22102024163321_2210f_1729595001_277.png)
વલસાડ તાલુકાના સાત ગામોમાં વિરોધ: વલસાડ તાલુકાના સાત જેટલા ગામોમાંથી આ ફ્લેટ કોરિડોરનો સર્વે કરવામાં આવશે. જે માટે અગાઉથી જ ગ્રામજનોને ઊડતી માહિતી મળી હતી. પરિણામે મોટાભાગના ખેડૂતો જેઓ ખેતી ઉપર પોતાનું ગુજરાન ચલાવે છે તેઓ એક પણ ઇંચ જમીન નહીં આપે એવો મક્કમ વિરોધ વ્યક્ત કર્યો છે. તો છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી આ સર્વેની વાતોને લઈને કેટલાક ગામોમાં આંતરિક રાત્રી બેઠકો પણ યોજાઈ રહી છે જેમાં તમામ ગ્રામજનો એકત્ર થઈને સર્વેનો વિરોધ દર્શાવી રહ્યા છે.
આમ, વલસાડ જિલ્લામાંથી પસાર થનારી પાલગર-ભુસાવલ રેલવે ફ્લેટ કોરિડોરનો ડિસેમ્બર પહેલા એલાઈમેન્ટ સર્વે પૂર્ણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તે માટે વહીવટી તંત્રએ રેલવેની વચ્ચે દરમિયાનગીરી કરી સરપંચોને સર્વે કરવા આવનારને સહયોગ આપવા માટે હાલથી જ કવાયત હાથ ધરી છે. જોકે લોકોમાં ઉઠી રહેલા વિરોધને લઈને હવે આગામી દિવસમાં સર્વે થશે કે કેમ તે અંગે અનેક પ્રશ્નો છે.
આ પણ વાંચો: