ETV Bharat / state

નકલી ન્યાયધીશની નકલી કોર્ટ, જાણો આરોપી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનનો ગુનાહિત ઇતિહાસ - FAKE COURT IN AHMEDABAD

અમદાવાદમાં નકલી જ્જ દ્વારા નકલી કોર્ટ ઊભી કરીને છેતરપિંડી આચરનાર આરોપી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો છે.

નકલી ન્યાયધીશની નકલી કોર્ટ
નકલી ન્યાયધીશની નકલી કોર્ટ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 22, 2024, 11:01 PM IST

અમદાવાદ: સોમવારે આશ્ચર્યજનક રીતે ચાલતી નકલી કોર્ટનો કિસ્સો સામે આવ્યો હતો તે બાબતે અમદાવાદ શહેર ઝોન - 2 DCP શ્રીપાલ શેષમા દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી અને સમગ્ર ઘટના અને આરોપીના ગુનાહિત ઇતિહાસ વિષે માહિતી આપવામાં આવી હતી.

આર્બિટ્રેશનનું કામ કરતો હતો મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન: આ સમગ્ર ઘટના અંગે ખુલાસો કરતાં અમદાવાદ શહેર ઝોન - 2 DCP શ્રીપાલ શેષમાએ જણાવ્યું હતું કે, આરોપીનું નામ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન છે, તેણે ઈજનેરિંગ, LLB અને લોમાં પીએચડી સુધીનો અભ્યાસ કરેલો છે. આરોપી ઓરિજનલી સાબરમતીનો રહેવાસી છે. તેની માતા ગોવાના અને પિતા રાજસ્થાનના છે અને તે પાછલા ઘણા સમયથી આર્બિટ્રેશનનું કામ કરતો હતો.

નકલી ન્યાયધીશની નકલી કોર્ટ, જાણો આરોપી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનનો ગુનાહિત ઇતિહાસ (Etv Bharat Gujarat)

વધુમાં DCP શ્રીપાલ શેષમાએ કહ્યું હતું કે, આ જે સમગ્ર ઘટના છે તેમાં અમદાવાદ સિટીસિવિલ કોર્ટના રજીસ્ટ્રાર દ્વારા FIR લખાવવામાં આવી છે. ઠાકોર બાબુજી ચનાજીની મેટર અંગે આ FIR નોંધાવવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આમાં એવું છે કે કલેક્ટર અને સામેના પક્ષ વચે જમીનને લઈને વિવાદ ચાલતો હતો. જેમાં સામે પક્ષ તરફથી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન આર્બિટ્રેટર નિમણૂક થઈ અને મોરિસે કલેકટરની સામે નોટિસ મોકલી અને જ્યારે નોટિસ એકસેપ્ટ થઈ ગઈ ત્યારે તેને પોતાની તરફથી જ બધુ કરીને ફાઇનલ ઓર્ડર આપી દીધો જેમાં 2 હજાર સ્ક્વેર ફૂટ જેટલી જમીન સામે પક્ષને દીધી અને 10 હજાર સ્ક્વેર ફૂટ જેટલી જમીન કલેક્ટરને દીધી હતી.

અત્યાર સુધીમાં આરોપીએ આ પ્રકારના કેટલા ઓર્ડર પાસ કર્યા છે તે અંગેની તપાસ હજુ શરૂ છે અત્યારે સુધી પ્રાથમિક તપાસમાં સામે આવેલી માહિતી પ્રમાણે આ AMC અને કલેકટરની જે જમીનો હતી તેને ટાર્ગેટ કરતો હતો.

નકલી જજ સાહેબનો ગુુનાહિત ઈતિહાસ: આગળ આરોપીની હિસ્ટ્રી વિષે વાત કરતાં DCP એ જણાવ્યું હતું કે અમને જે કોર્ટ દ્વારા માહિતી મોકલવામાં આવેલી છે તે પ્રમાણે આરોપી વિરુદ્ધ હાઇકોર્ટની અવમાનના આરોપીની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે જેમાં 2015 માં સેક્ટર 21 અને 24 ગાંધીનગરમાં અને 2015માં જ મણીનગરમાં પણ આરોપી વિરુદ્ધ ચિટિંગ ની FIR થઈ છે. આની પહેલા 2012 માં ચાંદખેડામાં અને 2017 માં ક્રાઇમમાં પણ આરોપી વિરુદ્ધ FIR રજીસ્ટર થઈ છે.

આ મોટાભાગે બધી સિવિલ મેટર છે. આમાં તપાસ માટે અત્યાર સુધી તેના દ્વારા જે કાગળો બનાવવામાં આવ્યા છે જે ઓર્ડર ઇશ્યુ કરવામાં આવ્યા છે તેમાં તેની આર્બિટ્રેટર તરીકે શું કર્યું છે કેટલા લોકો સાથે મળેલા છે.

  1. લ્યો બોલો... હવે નકલી કોર્ટ ઝડપાઈ, ભેજાબાજે કર્યુ આવું કારસ્તાન
  2. નકલી ED, CBI અધિકારી બાદ નવું નજરાણું, અમદાવાદમાં નકલી ગરીબ..!, જાણો શું છે આખી ઘટના

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.