ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છ ધરાની 'કવયિત્રી', 30 દિવસમાં અંગ્રેજી ભાષામાં 71 કવિતા લખીને બનાવ્યો રેકોર્ડ - A TALENTED POETESS OF KUTCH

કચ્છની 23 વર્ષની યશ્વી શાહે 30 દિવસમાં અંગ્રેજી ભાષામાં 71 કવિતાઓ લખીને Harvard Book of Records માં સ્થાન મેળવ્યું છે.

23 વર્ષીય યશ્વીએ ઘણા એવોર્ડસ મેળવ્યા છે
23 વર્ષીય યશ્વીએ ઘણા એવોર્ડસ મેળવ્યા છે (ETV BHARAT GUJARAT)

By ETV Bharat Gujarati Team

Published : Oct 25, 2024, 8:13 PM IST

કચ્છ: આજના સોશિયલ મીડિયાના યુગમાં યુવાનો પોતાના ટેલેન્ટ વડે પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે અને પોતાના માતા-પિતા તેમજ વતનનું નામ રોશન કરી રહ્યા છે, ત્યારે કચ્છના અંજારની 23 વર્ષીય યશ્વી શાહ એક એન્જિનિયર છે. પણ તે પોતાની અદ્ભૂત કળાઓથી ઘણા ઇન્ટરનેશનલ એવોર્ડસ મેળવીને ખ્યાતિ મેળવી છે.

200થી પણ વધારે કવિતાઓ લખી: આજે આપણે વાત કરીશું, કચ્છના એક યુવા ટેલેન્ટની કે જે ન માત્ર કચ્છ, ગુજરાત કે ભારત પરંતુ વિદેશ સુધી પોતાના ટેલેન્ટના કારણે ઓળખાય છે. કચ્છના અંજારની યશ્વી સંજય શાહ જેના નામમાં જ યશ છે અને એમનો યશ પણ દેશ વિદેશ સુધી ફેલાયો છે. યશ્વી પોતાની કવિતાઓ અને ઈલ્યુસ્ટ્રેશન માટે જાણીતી છે. તેણે 200થી પણ વધારે કવિતાઓ લખી છે, તેમજ જર્મન ઓથર સાથે પણ તેણે કામ કર્યું છે. તેનું ઉપનામ હાર્મની છે.

કચ્છની 23 વર્ષીય યશ્વી શાહે 30 દિવસમાં અંગ્રેજી ભાષામાં 71 કવિતાઓ લખીને રેકોર્ડ બનાવ્યો (ETV BHARAT GUJARAT)

યશ્વીના પિતા સિવિલ એન્જિનિયર: યશ્વીનો જન્મ 6 જૂન 2001ના સુરતમાં થયો હતો અને ત્યાર બાદ તેનો પરિવાર અંજાર આવીને સ્થિત થયો હતો. યશ્વીના પિતા સંજય શાહ એક સિવિલ એન્જિનિયર છે અને તેમણે અનેક મોટા પ્રોજેક્ટ કચ્છમાં કર્યા છે. યશ્વીની બે મોટી બહેનો પણ આર્કિટેક અને સિવિલ એન્જિનિયરિંગ સાથે જોડાયેલી છે. તેની સાથે સાથે વિદેશની કંપનીઓ માટે ગ્રોથ મેનેજર તરીકે જોબ કરે છે.

કચ્છની 23 વર્ષીય યશ્વી શાહે 30 દિવસમાં અંગ્રેજી ભાષામાં 71 કવિતાઓ લખીને રેકોર્ડ બનાવ્યો (ETV BHARAT GUJARAT)

દુબઇની એક કંપનીમાં કન્ટેન્ટ રાઇટર: કચ્છના અંજારમાં રહેતી 23 વર્ષની યશ્વી શાહે આદિપુર ખાતેની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને વર્ષ 2022માં નિરમા યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરીંગ સાથે અભ્યાસ પુરો કર્યો છે. આમ તો તે એક એન્જિનિયર છે પરંતુ પોતાની કળા તેને કંઈક અલગ જ લેવલ સુધી લઈ ગઈ છે. યુવતી હાલમાં તે એક એસોસિએટ ડિઝીટ્સ નામની એજન્સી ચલાવે છે. જેમાં ડિઝીટલ માર્કેટિંગને લગતા તમામ કામો તે કરે છે. તેની સાથે જ તે દુબઇની એક કંપનીમાં કન્ટેન્ટ રાઇટર તરીકે પણ કામ કરે છે

કચ્છની 23 વર્ષીય યશ્વી શાહે 30 દિવસમાં અંગ્રેજી ભાષામાં 71 કવિતાઓ લખીને રેકોર્ડ બનાવ્યો (ETV BHARAT GUJARAT)

'કચ્છ ગુર્જરી' મેગેઝિનમાં આર્ટિકલ લખ્યા: પ્રતિભાવાન યશ્વી કવિતાઓ અને પેઈન્ટિંગ ક્ષેત્રમાં કુશળતા ધરાવે છે. તે જ્યારે વર્ષ 2019માં અભ્યાસ કરતી હતી, ત્યારે જૈન સમાજની મેગેઝિનમાં તે દર મહિને એક આર્ટીકલ ગુજરાતીમાં લખતી હતી. આમ તો તે પહેલથી જ અંગ્રેજી માધ્યમમાં ભણી છે ત્યારે દર મહિને પબ્લિશ થતી મેગેઝિન 'કચ્છ ગુર્જરી' માં તે પોતાના માતા-પિતા પાસેથી જ્ઞાન મેળવીને ધાર્મિક આર્ટિકલ લખતી હતી. યશ્વીના આર્ટિકલ 2 લાખ વાચકો સુધી પહોંચતા હતા. વર્ષ 2021 બાદ યશ્વીની લખાણ પ્રત્યે રૂચી વધતી ગઈ અને ધીરે ધીરે તેને અંગ્રેજી કવિતાઓ લખવાનું શરૂ કર્યું હતું.

કચ્છની 23 વર્ષીય યશ્વી શાહ કવિની સાથે સાથે એન્જિનિયર અને ચિત્રકાર છે (ETV BHARAT GUJARAT)

પુસ્તક માટે 12 કવિતાઓ લખી છે:વર્ષ 2022થી અત્યાર સુધીમાં યશ્વીએ 200થી પણ વધારે અંગ્રેજી કવિતાઓ લખી છે. ઓથર તરીકેની વાત કરવામાં આવે તો યશ્વીએ વર્ષ 2023માં 'Mysteries of the Midnight Garden' પુસ્તક માટે 12 જેટલી કવિતાઓ લખી છે. જેમાં અન્ય 10 જેટલા ઓથરે પણ કવિતાઓ લખી છે. વિવિધ પબ્લીશર અને વિવિધ સોશિયલ મીડિયાના કોમર્શિયલ પ્લેટફોર્મ પર હાલમાં આ પુસ્તક મળે છે. અત્યાર સુધી ભારતમાં 2000 જેટલી બુકનું વેંચાણ થઈ ચૂક્યું છે.

કચ્છની 23 વર્ષીય યશ્વી શાહ કવિની સાથે સાથે એન્જિનિયર અને ચિત્રકાર છે (ETV BHARAT GUJARAT)

જર્મન ઓથર સાથે યશ્વીએ કામ કર્યું છે: આ ઉપરાંત વર્ષ 2023માં અને 2024 યશ્વીએ જર્મન ઓથર ડોમિનિક રોઝનબર્ગ સાથે 2 પુસ્તકમાં કામ કર્યું છે. જેમાં ઓથર દ્વારા પહેલેથી જ કવિતાઓ લખવામાં આવેલી હતી. પરંતુ આ બન્ને પુસ્તક 'ઈન ધી એન્ડ યુ વીલ બ્લૂમ' અને 'હેડ, હાર્ટ, હાર્મની' માં તેને કવિતામાં આવતા શબ્દો સબંધિત ચિત્રો દોર્યા છે. આ બન્ને પુસ્તક જર્મની અને યુકેમાં મળે છે. જેમાં illustrator of the book તરીકે યશ્નીને ક્રેડિટ પણ આપવામાં આવી છે.

23 વર્ષીય યશ્વીએ ઘણા એવોર્ડસ મેળવ્યા છે (ETV BHARAT GUJARAT)

30 દિવસોમાં 71 કવિતાઓ લખવાનો રેકોર્ડ:ઉલ્લેખનીય છે કે, બુક લીફ પબ્લિશર દ્વારા એક સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં 21 દિવસમાં 21 કવિતાઓ લખવાની હતી. તો યશ્વીએ માત્ર 10 દિવસની અંદર આ ચેલેન્જ પૂર્ણ કર્યો હતો. ત્યારે આ સ્પર્ધાના આયોજકો દ્વારા યશ્વીને એવું કહેવામાં આવ્યું કે, જો તમે વધારે કવિતાઓ લખી શકો તો તમારું એક પુસ્તક પણ પ્રકાશિત થઈ શકે છે. ત્યારે યશ્વીએ એ ચેલેન્જ સ્વીકારી હતી અને તેને 30 દિવસની અંદર વધારાની 50 કવિતાઓ સહિત 71 કવિતાઓનો સંગ્રહ બનાવ્યો હતો. જે પુસ્તકને 'નોર્થ સ્ટાર' નામથી પબ્લિશ કરવામાં આવી હતી.

સમજણ, સ્વીકાર કરવું અને આનંદ વિષય કવિતાઓ: નોર્થ સ્ટાર પુસ્તક વિશે વાત કરતાં યશ્વીએ જણાવ્યું હતું કે, આ બુકમાં 71 અંગ્રેજી કવિતા સાથે સાથે તેને કવિતામાં આવતા મુખ્ય શબ્દોને આધારિત 37 જેટલા ચિત્રો પણ દોર્યા છે. આ બધા જ ચિત્રો યશ્વીએ પોતે ડિજિટલ ઈલ્યુસ્ટ્રેશન તરીકે દોર્યા છે. મુખ્યત્વે આ બૂકમાં 3 ભાગ છે જેમાં સમજણ, સ્વીકાર કરવું અને આનંદ વિષય છે અને દરેક વિષય પર 22 થી 27 કવિતાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને સાથે સાથે કવિતાઓ સબંધિત ચિત્રો પણ દોરવામાં આવ્યા છે.

નાની ઉંમરે મેળવ્યા અનેક એવોર્ડ્સ: ઉલ્લેખનીય છે કે, યશ્વીની 'નોર્થ સ્ટાર' બુકને અનેક એવોર્ડ પણ આપવામાં આવ્યા છે. જેમાં તેને 21st Century Emily Dickinson Award મળ્યો છે, ત્યારે યશ્વીને સાહિત્ય અને કળા ક્ષેત્રે યોગદાન જોઈને ઈન્ટરનેશનલ આઈકોન એવોર્ડ 2024 પણ મળ્યો છે. યશ્વીના યોગદાન જોઈને બેંગ્લોરના VEVYL ફાઉન્ડેશન દ્વારા યશ્વીને રવિન્દ્ર રત્ન એવોર્ડ 2024 દ્વારા પણ નવાજવામાં આવી છે. આ સાથે જ એશિયન કોયલનું બિરુદ્દ આપવામાં આવ્યું છે. Excellence Icon Award 2024, સંસ્થાકીય માનવતા એવોર્ડ, 30 દિવસોમાં 70 કવિતાઓ લખનારી સૌથી યુવા અને પહેલી ગુજરાતી યુવતી તરીકે Harvard Book of Records award તેમજ સાહિત્ય અને કળા ક્ષેત્રે 50થી પણ વધારે અંગ્રેજી કવિતાઓ લખી અને તેને બુકમાં પબ્લિશ કરવા બદલ ઇન્ડો-સ્પેનિશ અવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.

યશ્વીની પુસ્તક તેના માતા-પિતાને સમર્પિત: યશ્વીના પિતા સંજય શાહ કહે છે કે, તેમના ઘરમાં તમામ સિવિલ એન્જિનિયરિંગ લાઈનમાં હતા અને લિટરેચરનું કોઈને પણ જ્ઞાન નહોતું, ત્યારે યશ્વીમાં રહેલા સાહિત્ય ચિત્રકામ અને આર્ટના ટેલેન્ટના કારણે તેમને ગૌરવ છે અને 'નોર્થ સ્ટાર' બુક તેણે પોતાના માતાપિતાને સમર્પિત કરી છે. જે માતા પિતા તરીકે એક ગૌરવની વાત છે. યશ્વી ભવિષ્યમાં સાયન્ટિફિક એમ્બેસેડર અને ફિલોસોફર બનવાની છે. જેમાં પણ અમારો પૂરો સાથ સહકાર રહેશે.

આ પણ વાંચો:

  1. લિફ્ટમાં ફસાઈ 10 વર્ષીય બાળકી, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
  2. સ્પેનના PM પેડ્રોનો ગુજરાત પ્રવાસ, સ્પેન અને ભારતના આર્થિક સંબંધો માટે કરોડરજ્જુ બન્યું ગુજરાત

ABOUT THE AUTHOR

...view details