પોરબંદર:27 જુલાઇના રોજ વિશ્વ મેંગ્રુવ (ચેર) સરંક્ષણ દિવસ 2024ની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પોરબંદરમાં દરિયા કિનારાને મેંગ્રુવના વૃક્ષોથી રક્ષણ મળે છે. અન્ય વન કરતા મેંગ્રુવના વનમાં 10% વધુ કાર્બન ડાયોક્સાઈડ સંગ્રહ કરવાની શક્તિ છે અને દરિયાની ખારાશને આગળ વધતી અટકાવે છે. તેમજ માછલીઓ, કરચલા, દરિયાઈ સાપો સહિત અનેક દરિયાઈ જીવ સૃષ્ટિનું આશ્રય સ્થાન છે.
વિશ્વ મેંગ્રુવ સંરક્ષણ દિવસ 2024 (Etv Bharat gujarat) મેંગ્રુવ કવરમાં ગુજરાત બીજા નંબરે: પશ્ચિમ બંગાળ પછી મેંગ્રુવ કવરમાં ગુજરાત બીજા નંબરે આવે છે, જે એક ગૌરવની બાબત છે, ગુજરાતમાં કચ્છના અખાત, ખંભાતના અખાત તેમજ દક્ષિણ ગુજરાતમાં મેંગ્રુવના વિસ્તાર આવેલા છે. પોરબંદર જિલ્લાના દરિયા કિનારામાં મેંગ્રુવના વૃક્ષો આવેલા છે અને સમુદ્રના કિનારે આવેલ મીયાણી ખાતે પોરબંદર વન વિભાગ દ્વારા ફેબ્રુઆરી 2023ના વર્ષમાં આગાખાન એજન્સી ફોર હેબીટાટ ઇન્ડિયાના સહયોગથી મિયાણી ખાતે 20 હેક્ટર જમીનમાં 1 લાખ મેંગ્રુવના વૃક્ષનું વાવેતર કરાયું છે. ઇકો ઇન્ડિયા ગ્લોબલ સર્વિસના આર્થિક સહયોગથી મિયાણી સખી મંડળના બહેનોને રોજગારી મળી રહે તે માટે સ્થાનિક બહેનોએ મેન્ગ્રુવનું રોપણ કર્યું હતું.
વિશ્વ મેંગ્રુવ સંરક્ષણ દિવસ 2024 (Etv Bharat gujarat) મેંગ્રુવની કાર્બન સંગ્રહ ક્ષમતા લગભગ 10 ગણી વધુ: ગુજરાતમાં અંદાજિત 1175 ચો.કીમીમાં મેંગ્રુવનો વન વિસ્તાર આવેલો છે. મેંગ્રુવ વનના ફાયદાની વાત કરવામાં આવે તો મેંગ્રુવએ દરિયા તથા જમીનની વચ્ચે આવેલ એક ગ્રીન વોલ છે, જે ધોવાણ અટકાવે છે, કુદરતી આફતો જેવી કે ત્સુનામી, વાવાઝોડા સામે રક્ષણ આપે છે, દરિયાની ખારાશને આગળ વધતી અટકાવે છે. વિવિધ પ્રજાતિઓ જેવી કે, યાયાવર પક્ષીઓ, માછલીઓ, કરચલા, દરિયાઈ સાપો સહિતની લગભગ 1500 પ્રજાતિઓને રહેઠાણ (આશ્રય ) પૂરો પાડે છે. અન્ય જમીન પરના વનો કરતા મેંગ્રુવની કાર્બન સંગ્રહ ક્ષમતા લગભગ 10 ગણી વધુ હોય છે, એટલે કે એક ચો.કીમીમાં આવેલ મેંગ્રુવ વનએ જમીન પર આવેલ 10 ચો. કીમી વન જેટલો કાર્બનનો સંગ્રહ કરે છે.
મેંગ્રુવ ઢોરઢાંખરના ચારા તરીકે ઉપયોગમાં આવે છે: આ ઉપરાંત દુષ્કાળના સમયમાં પણ મેંગ્રુવ માલઢોરના ચારા તરીકે ઉપયોગમાં આવે છે. આમ પોરબંદરના દરિયાકાંઠા વિસ્તારમાં મેંગ્રુવ વૃક્ષો દરિયાઈ ખારાશને આગળ વધતી અટકાવવાની સાથોસાથ અનેક રીતે લાભદાયક છે. ચેરના વૃક્ષો કાદવવાળી જમીનમાં થાય છે. ચેર દરિયાઈ પર્યાવરણનો મુખ્ય ભાગ છે, આ વૃક્ષ પર અનેક દરિયાઇ જીવ નભે છે. સામાન્ય રીતે પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા વૃક્ષ ઓક્સિજન લેતા હોય છે. પરંતુ આ વૃક્ષ મૂળ બહાર કાઢે છે અને તેમાંથી ઓક્સિજન દરિયામાં આપે છે. જમીનના ધોવાણનું કામ પણ અટકાવે છે. આ ચેરનાં વૃક્ષો અને દરિયાના ખારા પાણીને જમીનમાં આવતું અટકાવે છે અને અનેક પક્ષીઓ માટે પણ આ વૃક્ષો મહત્વનો ફાળો આપે છે.
અનેક અનુકૂલન ધરાવે છે મેન્ગ્રોવ: આ વૃક્ષો અન્ય વૃક્ષોથી અલગ હોય છે. મેન્ગ્રોવના વૃક્ષો માટીમાંથી બહાર મૂળ કાઢે છે, તેના દ્વારા વાયુ અને ઓક્સીજન આપ લે માટેના છિદ્રો હોય છે. ખારા પાણીને જમીનમાં જતું રોકે છે. આથી મોટા ભાગે આ વૃક્ષો ખાડીવાળા વિસ્તારમાં જોવા મળે છે. ભારતમાં મોટાભાગે પશ્ચિમ બંગાળના સુંદરવન અને ગુજરાતમાં લગભગ 1,175 કિમી વિસ્તારમાં મેન્ગ્રોવ જંગલો આવેલા છે અને અંદમાન નિકોબારમાં જોવા મળે છે.
જ્યુબિલી વિસ્તારમાં આવેલી ખાડીમાં ચેરના વૃક્ષો: પોરબંદરના જ્યુબિલી વિસ્તાર પાસે આવેલી ખાડીમાં પણ મોટા પ્રમાણમાં ચેરના વૃક્ષો જોવા મળે છે. કેટલાક ચેરના વૃક્ષો પાંદડા દ્વારા ક્ષારને બહાર ફેંકે છે. આ વૃક્ષો પર પણ ફૂલો આવે છે. પોરબંદરમાં વાવાઝોડા અને તોફાનોમાંથી બચાવવા માટે આ વૃક્ષો જમીનને સુરક્ષા આપી રહ્યા છે. તો ચેરના વૃક્ષો ને કાપવા સામે દંડ ની જોગવાઈ પણ રાખવામાં આવી છે.
- નિવૃત IAS ડો. સુદીપકુમાર નંદાનું 68 વર્ષની વયે નિધન, આરોગ્ય ક્ષેત્રે આપ્યો અમૂલ્ય ફાળો - SK NANDA PASSES AWAY
- શ્રમિક પરિવાર પર હુમલો કરનાર બુટલેગરોની પોલીસે હવા કાઢી, જાહેરમાં સરઘસ કાઢીને પરિવારની માફી મંગાવી - Viral video