ETV Bharat / state

રાજ્ય સરકારે ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટેની તારીખ જાહેર કરી, ક્વિન્ટલ દીઠ કેટલા રૂપિયા મળશે? - WHEAT SUPPORT PRICE

તા. 13 જાન્યુઆરી સુધીમાં ઘઉંની ટેકાના ભાવે વેચાણ માટે રાજ્યભરમાંથી 33,863 ખેડૂતોએ નોંધણી કરાવી છે. હાલમાં પણ ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા ચાલુ છે.

ઘઉંની ટેકાના ભાવે થશે ખરીદી
ઘઉંની ટેકાના ભાવે થશે ખરીદી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 18, 2025, 6:18 PM IST

ગાંધીનગર: ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી “રવિ માર્કેટીંગ સીઝન 2025-26” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂ.2425 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે છે. જેના ભાગરૂપે તા. 13 જાન્યુઆરીની સ્થિતિએ રાજ્યભરમાંથી 33,863 ખેડૂતોએ નોંધણી કરાવી છે. હાલમાં પણ ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા ચાલુ છે.

કઈ તારીખથી ઘઉંની ખરીદી શરૂ થશે?
રવિ માર્કેટીંગ સીઝન 2025-26 અંતર્ગત આગામી તા.1લી માર્ચથી ઘઉંની ખરીદી કરવામાં આવશે. જેને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા 194 ખરીદ કેન્દ્રો અને જે જિલ્લાઓમાં વધારે નોંધણી થઈ હોય અને ગોડાઉન ખાતે પૂરતી સંગ્રહશક્તિ ઉપલબ્ધ ન હોય તેવા જિલ્લાઓમાં તાલુકા કક્ષાએ APMC ખાતે 20 નવા ખરીદ કેન્દ્રો એમ કુલ 214 ખરીદ કેન્દ્રો ઉભા કરવામાં આવશે.

રજીસ્ટ્રેશન માટે કયા દસ્તાવેજો આપવા પડશે?
આ ઓનલાઇન નોંધણી માટે ખેડૂતની આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7/12, 8-અની નકલ, ગામ નમૂના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત જેમ કે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ જેવા જરૂરી પુરાવા સાથે રાખવાના રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા હોય તો આ માટે ઓનલાઇન નોંધણી કરવી ફરજિયાત છે.

વધુમાં, ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ-ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે. નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટસ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ-કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવી. ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે. તો તેવા કિસ્સામાં ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ પણ નહીં કરવામાં આવે. નોંધણી બાબતે કોઇ મુશકેલી જણાય તો હેલ્પલાઈન નંબર 85111 71718 તથા 85111 71719 ઉપર સંપર્ક કરવા, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017થી નિગમના FPP પોર્ટલ ઉપર નોંધણી કરાયેલ 2.58 લાખથી વધુના ખેડૂતોને ટેકાના ભાવે ઘઉંની ખરીદી અંગેની માહિતી SMS મારફતે કરવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. સુરતના આ ખેડૂત કોઠા સૂઝથી 2 વીઘામાંથી વર્ષે 8-10 લાખ રૂપિયાની કમાણી કરે છે
  2. અમરેલીનો યુવા પશુપાલક કરે છે 'લાખોની કમાણી', શ્રેષ્ઠ પશુપાલક તરીકે જિલ્લામાં એવોર્ડ મેળવ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.