મુંબઈ: મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમયાંતરે MAHSR (મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર) સાઈટની મુલાકાત લેતા રહે છે. ત્યારે ફરી એક વખત તેમણે એડિશનલ ડ્રાઈવન ઈન્ટરમીડિયેટ ટનલના કામની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું.
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, "હું અંદરથી ટનલનું નિરીક્ષણ કર્યા પછી જ આવ્યો છું. ટનલમાં તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ટનલનું કામ સારી ગતિએ ચાલી રહ્યું છે. મુંબઈ-અમદાવાદ હાઈ પર 340 કિલોમીટરમાં હાઈસ્પીડ રેલ રૂટનું કામ ચાલી રહ્યું છે નદીઓ પરના પુલનું કામ પણ ચાલુ છે. જાપાનના લોકોએ પણ તેનું નિરીક્ષણ કર્યું છે અને તેમણે પણ આ કામથી સંતોષ વ્યક્ત કર્યો છે.
#WATCH मुंबई, महाराष्ट्र: केंद्रीय रेल मंत्री अश्विनी वैष्णव ने कहा, " मैं अभी टनल के अंदर देख कर आया हूं। टनल में हर चीज का ध्यान रखा गया है। टनल का काम अच्छी गति पर चल रहा है। मुंबई-अहमदाबाद हाई स्पीड रेल मार्ग पर 340 किलोमीटर में कार्य प्रगति पर है। नदियों के ऊपर ब्रिज का काम… https://t.co/BvruXTas71 pic.twitter.com/ddNTVaeLCp
— ANI_HindiNews (@AHindinews) January 18, 2025
એડિશનલ ડ્રાઈવન ઈન્ટરમીડિયેટ ટનલના કામની પ્રગતિનું નિરીક્ષણ કર્યા બાદ કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયા સાથે વાત કરી હતી.
મહત્વપૂર્ણ છે કે, હાઇ સ્પીડ રેલ લાઇન કોર્પોરેશન (NHSRC) દ્વારા વિકસિત કરાઈ રહેલી હાઇ-સ્પીડ રેલ લાઇનમાં જાપાનની શિંકાનસેન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તે રેલ્વે મંત્રાલય અને ભારત સરકારની સંપૂર્ણ માલિકીની કંપની છે. જેમાં રોલિંગ સ્ટોક, સિગ્નલિંગ અને ડિઝાઇન ધોરણોનો સમાવેશ થાય છે.