સિરમૌરઃ આજકાલ હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના નાહનમાં સ્થિત ડૉ.વાય.એસ. પરમાર મેડિકલ કોલેજ ખુબજ ચર્ચામાં છે. આ હોસ્પિટલની એક મહિલા ડોક્ટર પોતાના કામના કારણે હ છે. આ મહિલા ડોક્ટરનું નામ અનિકેતા શર્મા છે. મહિલા ડૉક્ટરે પોતાની સારવાર દ્વારા તાજેતરમાં બે લોકોને જીવનદાન આપ્યું છે, જેમની સારવાર માટે PGI ચંદીગઢે પણ ત્યાગ કર્યો હતો. દર્દીઓના પરિવારજનોએ આશા ગુમાવી દીધી હતી. મહિલા ડોકટરે પહેલા પરિવારના સભ્યોને હિંમત આપી અને બાદમાં બંને દર્દીઓને યોગ્ય સમયે યોગ્ય સારવાર આપીને મોતના મુખમાંથી પાછા લાવ્યા.
દર્દીઓ માટે સંપૂર્ણ સમર્પણ
હિમાચલની આ મહિલા ડૉક્ટરને દર્દીઓ પ્રત્યેના તેમના સંપૂર્ણ સમર્પણ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણી પ્રશંસા મળી રહી છે. હિમાચલની આ દીકરી અનિકેતા શર્માના ડૉક્ટર બનવા પાછળ સંઘર્ષ અને મક્કમ નિશ્ચયથી ભરેલો સંકલ્પ હતો. બાળપણમાં માતાની તકલીફો અને હોસ્પિટલોના ધક્કા આ હોનહાર દિકરીની વિચારસરણી બદલી નાખી અને આજે તેને એક સક્ષમ ડોક્ટર બનાવી દીધી છે. હવે આ ડોક્ટરની દીકરી દર્દીઓની પીડાને માત્ર પોતાની જ નથી માનતી પરંતુ સારવારની સાથે સાથે જરૂરિયાતમંદ દર્દીઓને આર્થિક મદદ કરવામાં પણ કચાશ રાખતી નથી. ડો. અનિકેતા શર્માએ પોતાની સફળતા પાછળ તમામ તે પડકારોનો ઉલ્લેખ કર્યો જેને પાર કરીને આજે તે આ પદ પર પહોંચી છે.
હિમાચલની દિકરી છે ડો.અનિકેતા
ડો.અનિકેતા શર્મા હિમાચલના બિલાસપુર જિલ્લાના ઘુમારવી તાલુકામાંથી આવે છે, હાલમાં તે નાહન હોસ્પિટલમાં મેડિસિન વિભાગમાં તૈનાત આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. અનિકેતા શર્માએ સંપૂર્ણ અભ્યાસ ઘુમરાવીથી જ પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યુ છે. તેમની માતા બીના શર્મા નિવૃત્ત શિક્ષિકા છે. તેણે કાંગડાની ટાંડા મેડિકલ કોલેજમાંથી MBBS કર્યું છે. ત્યાર બાદ તેમણે IGMC શિમલાથી મેડિસિનના ક્ષેત્રમાં એમડી કર્યું. તેમની કારકિર્દીની શરૂઆત ESI પરવાણુંથી કરી, જ્યાં તેમણે લગભગ 5 વર્ષ સુધી સેવા આપી. ડો. અનિકેતા નાહન મેડિકલ કોલેજમાં 2019 થી કાર્યરત છે. અહીં તેમણે પહેલીવાર 3 વર્ષમાં સિનિયર રેસિડેન્સી પૂર્ણ કરી. ત્યાર બાદ તે વર્ષ 2022 થી મેડિસિન વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવાઓ આપી રહ્યાં છે.
ડોક્ટર બનવા પાછળની કહાની
ડો. અનિકેતા શર્માએ જણાવ્યું હતું કે, "ડોક્ટર બનવા પાછળ મારી માતા જ સૌથી મોટી પ્રેરણા છે. મારી માતાને શ્વાસ સંબંધી બીમારી હતી, જેના કારણે તેમને વારંવાર ઈન્ફેક્શન થતું હતું અને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડતી હતી. તેથી બાળપણમાં પોતાની માતાના ચેકઅપ માટે સરકારી હોસ્પિટલના ખુબ ધક્કાઓ ખાધા, મહિલા ડૉક્ટરે જણાવ્યું હતું કે, જ્યારે હું પોતાની માતા સાથે હોસ્પિટલમાં ચેકઅપ માટે જતી હતી ત્યારે અનુભવ કરતી હતી કે એક ડોક્ટરનો દર્દી સાથે વ્યવહાર કેવો હોવો જોઈએ? ડોક્ટર શું દર્દીઓને સારી રીતે માર્ગદર્શન આપી રહ્યાં છે ? જો ડોક્ટર દર્દી સાથે સારી રીતે તાલમેલ જાળવી રાખે છે, તે અનિકેતા શર્માને પસંદ છે. તેમાંથી એક તેમની માતાની સારવાર કરનારા ડોક્ટર પણ હતા. પરિણામે તે પોતાની માતાને એ કહેતી હતી કે, તેજ ડોક્ટરને બતાવીશું. કારણ કે, ડોક્ટર સાહેનો દર્દીઓ પ્રત્યેનો વ્યવહાર સારો હતો, જેના કારણે અનિકેતા શર્માએ પણ મેડિકલ ફીલ્ડમાં પોતાની કારકિર્દી ઘડવાનું મન બનાવ્યું''.
લોકોના દર્દને પોતાનું માનીને તેની સારવાર કરી
ડો. અનિકેતા શર્માએ જણાવ્યું હતું કે, "મેં લોકોની સેવા કરવા માટે દવાનો વ્યવસાય પસંદ કર્યો હતો. મને ખાનગી હોસ્પિટલોમાંથી પણ સારી સેલેરીની ઓફર કરવામાં આવી હતી, પરંતુ મેં સરકારી હોસ્પિટલમાં ડૉક્ટર બનવાનું પસંદ કર્યું, કારણ કે ગરીબ લોકો પણ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. કારણ કે, હું ખુદ પણ આવા જ બેકગ્રાઉન્ડમાંથી આગળ આવી છું, પરિણામે તે હવે નિરંતર સરકારી ક્ષેત્રેમાં તેઓ પોતાની સેવાઓ આપી રહ્યાં છે.
સરકારી હોસ્પિટલોમાં પણ સારી સારવાર મળે છે
ડો.અનિકેતાએ જણાવ્યું કે જ્યારે પણ કોઈ દર્દી તેમની પાસે આવે ત્યારે તેમને એવું ન લાગવું જોઈએ કે સરકારી હોસ્પિટલમાં કોઈ પૂછતું નથી. લોકો માને છે કે સરકારી હોસ્પિટલોમાં સારી સારવાર મળતી નથી તે વાત સાચી નથી. જે રીતે પ્રાઈવેટ સેક્ટરમાં ડોક્ટરો લોકોને સલાહ આપીને સારી સારવાર આપવાનો પ્રયાસ કરે છે, તેવી જ રીતે સરકારી હોસ્પિટલોમાં પણ સારી સારવાર ઉપલબ્ધ છે. દરેક ડોક્ટરની જેમ તે પણ દરેક ગરીબને સમાન સારવાર આપવાનો પ્રયાસ કરે છે, જે પ્રોટોકોલ સારવાર છે અને આ મારી ફરજ છે.
દર્દીઓની સારવાર અંગે ચર્ચા થઈ રહી છે
ડો.અનિકેતા શર્મા માને છે કે ડોકટરોએ દર્દીઓ સાથે પ્રેમથી વર્તવું જોઈએ, જેનાથી દર્દીને પ્રોત્સાહન મળે છે અને સારવાર સરળ બને છે. જ્યારે ડૉક્ટર દર્દી સાથે પ્રેમથી વર્તે છે, ત્યારે ડૉક્ટર દર્દી પાસેથી બદલામાં વધુ સ્નેહ મેળવે છે. એક કિસ્સો વર્ણવતા, ડૉ. અનિકેતા શર્માએ કહ્યું કે IGMC શિમલામાં તેમની સેવા દરમિયાન એક મહિલા દર્દી સાથેનું બંધન હજુ પણ દર્દીને આકર્ષે છે. ડૉ. અનિકેતાના જણાવ્યા અનુસાર, શિમલા IGMCમાં તેમની સેવાઓ દરમિયાન 2011માં તેમનો એક દર્દી તેમની પાસે સારવાર માટે આવી હતી. મહિલા દર્દીને ઓટોઇમ્યુન ડિસઓર્ડરની સમસ્યા હતી, જે ક્રોનિક રીતે આગળ વધે છે અને તેણે જ આ મહિલા દર્દીની પ્રથમ વખત સારવાર કરી હતી. ત્યારથી લઈને આજે 2025 સુધી તેમની જ્યાં જ્યાં પોસ્ટિંગ થઈ છે, તે મહિલા દર્દી તેમની પાસે જ સારવાર માટે આવે છે. તેમણે વારંવાર સલાહ આપી કે, તમે શિમલામાંજ સારવાર કરાવો પરંતુ તેમની સાથે બનેલી બૉન્ડિંગ જ આવું કરવા મજબૂર કરે છે.
આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ ડૉ. અનિકેતા શર્માએ નાહનમાં પપ્પુ નામના 37 વર્ષના દર્દીની સારવાર કરી તેને નવું જીવન આપ્યું હતું. આ દર્દી કોમામાં ચાલ્યો ગયો હતો અને તેના ફેફસામાં પાણી ભરાવાને કારણે તેનો જીવ જોખમમાં હતો. પરિવારના સભ્યો દર્દીને પીજીઆઈ ચંદીગઢથી નાહન મેડિકલ કોલેજમાં સારવાર માટે લાવ્યા હતા, જ્યાં સારવાર કરાવ્યા બાદ દર્દી જાતે જ પોતાના ઘરે ગયો હતો.
આ ઉપરાંત 75 વર્ષીય વૃદ્ધા નાજરા દેવી કે જેમને તેમના પરિવારજનો ચંદીગઢ પીજીઆઈમાંથી સારવાર માટે નાહન મેડિકલ કોલેજમાં પરત સારવાર માટે આવ્યાં. દર્દી બ્રેઈન સ્ટ્રોકના કારણે કોમામાં ચાલ્યો ગયો હતો અને ડોક્ટરે તેને પહેલા સારવાર આપીને કોમામાં બહાર કાઢ્યો અને બરાબર 21 દિવસ બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. હાલ બંને દર્દીઓની તબિયત સુધારા પર છે, જેના કારણે દર્દીના પરિવારજનોએ ડોક્ટર સાહિબાનો આભાર વ્યક્ત કરતા થાકતા નથી.