બનાસકાંઠા: જિલ્લામાં લક્કી ડ્રોનું આયોજન કરનારા આયોજકોનું લક કામ ન કર્યું અને ફરી એકવાર લક્કી ડ્રોનું આયોજન કરનારા આયોજકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે ખુદ પોલીસ ફરિયાદી બનીને ગુનો નોંધીને સરકારની મંજૂરી વિના લોકોને સ્કીમોથી લલચાવી છેતરવા માટે લક્કી ડ્રોનું આયોજન કરનારા 2 લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે.
લક્કી ડ્રોના આયોજકો સામે ફરિયાદ: બનાસકાંઠા જિલ્લામાં લક્કી ડ્રોનું આયોજન કરીને મોટાપાયે ટિકિટનું વેચાણ કરી લોભામણી જાહેરાતો કરનારા સંચાલકો સામે અગાઉ પણ ખુદ પોલીસ જ ફરિયાદી બનીને આવા સંચાલકો સામે મંજૂરી વિના ગેરકાયદેસર રીતે લક્કી ડ્રોનું આયોજન કરીને લોકોને છેતરવાના મામલે ગુનો નોંધીને કાર્યવાહી કરી ચૂકી છે. તે બાદ ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના સેદલા ગામમાં લક્કી ડ્રોનું આયોજન થયું હતું. જે પોલીસને ધ્યાને આવતા 2 આયોજકો સામે પણ ફરીયાદ નોંધવામાં આવી છે.
લક્કી ડ્રો આયોજકો સામે પોલીસની લાલ આંખ: બનાસકાંઠામાં છેલ્લા કેટલાક દિવસોથી ગેરકાયદેસર કરવામાં આવતા લક્કી ડ્રો સામે પોલીસે લાલ આંખ કરી છે અને ખુદ પોલીસ જ ફરિયાદી બનીને આયોજકો સામે ગુનો નોંધવામાં આવી રહ્યો છે. ત્યારે વધુ એકવાર 14 જાન્યુઆરીના રોજ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના સેદલા ગામમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં લક્કી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ પોલીસે ફરી એકવાર આ પ્રકારનું આયોજન કરનારા પ્રકાશસિંહ વાલાભાઈ રાઠોડ અને ભરતસિંહ ગોદાભાઈ વાઘેલા નામના બંને આયોજકો સામે થરાદ પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે.
આરોપીઓના નિવેદનો લેવાયા: પોલીસે ફરિયાદમાં નોંધ્યું છે કે, જય ભોલેનાથ લક્કી ડ્રોના બંને આયોજકોએ 14 જાન્યુઆરીના સેદલા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાત્રે ગેરકાયદેસર ડ્રોનું આયોજન કર્યું હતું. જે બાબતે બંનેના નિવેદન લેવાયા હતા. જેમાં તેમની પાસે કોઈ મંજૂરી કે રજિસ્ટ્રેશન ન હોવાનું સામે આવ્યું છે. ત્યારે સરકારની મંજૂરી વિના જય ભોલેનાથ લક્કી ડ્રોની સ્કીમ દ્વારા લોભામણી જાહેરાતો કરીને 399ની કિંમતની ટિકિટો વહેચી ડ્રોનું આયોજન કર્યું હતુંં જેમાં પહેલું ઈનામ બલેનો ગાડી, બીજું ઈનામ ટ્રેકટર, ત્રીજું ઈનામ 5 બાઈક તેમજ અન્ય ઈનામો રાખી લોકોને છેતરવા પ્રયાસ કરી લાખો રૂપિયાનો ગેરકાયદેસર વહીવટ થયો હોવાનું નોંધ્યું છે.
આયોજકો કાયદાના ગાળિયામાં ફસાયા: નોંધનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં લક્કી ડ્રોનું આયોજન કરીને ગ્રાહકોનું લક શોધવા નીકળેલા આયોજકો ખુદ કાયદાના ગાળિયામાં ભરાયા છે અને પોતે આમાંથી કઈ રીતે નીકળે અને પોતાનું લક કામ કરી જાય તે કામે લાગી ગયા છે. ત્યારે કહેવાય છે કે, કોઈપણ કામ માટે હંમેશા કાયદામાં રહો તો જ ફાયદામાં રહો.
આ પણ વાંચો: