ETV Bharat / state

સમલૈંગીક સંબંધો દરમિયાન તકરાર થતા છોટાઉદેપુરમાં મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધું - KAVANT MURDER CASE SOLVED BY POLICE

કવાંટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનડીટેકટ મર્ડરના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને કવાંટ પોલીસ.

છોટાઉદેપુરમાં મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધું
છોટાઉદેપુરમાં મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધું (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 18, 2025, 4:16 PM IST

છોટાઉદેપુરઃ છોટાઉદેપુરના કવાંટ ખાતે મિત્ર સાથે સમલૈંગિક સંબંધ દરમિયાન ડખો થતા પોતાના જ મિત્રનું ઢીમ ઢાળી દેવાની ચોંકાવનારી ઘટના બની છે. પહેલા તો પોલીસ સામે આ એક અકસ્માતે મોત થયાનું ચિત્ર ઊભું થયું પરંતુ પોલીસે જેવી તપાસ હાથમાં લીધી કે ધીમે ધીમે તેની હકીકતો સામે આવતી ગઈ. આ દરમિાયન સામે આવ્યું કે મિત્રએ જ્યારે પોતાની ઈચ્છા સંતોષાઈ પછી બીજા મિત્રએ ઈચ્છા વ્યક્ત કરી ત્યારે ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેને લઈને આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આવો જાણીએ વિગતે...

પહેલા તો નોંધાયો અકસ્માત મોત સંદર્ભે ગુનોઃ ગત તા. 14/01/2025 ના રોજ જામલી(મુ) ગામની સીમમાં તુવેરના એક ખેતરમાંથી કવાંટ તાલુકાના રાયસીંગપુરા ગામના બનસીંગભાઇ ઉર્ફે અંગુ ખજુરીયાભાઇ રાઠવાની લાશ મળી આવી હતી. મરનારના ગળાના ભાગે મફલર વીંટાળેલું હતું. જે બાબતે તેના પિતા ખજુરીયાભાઇ સેવજીભાઇ રાઠવા -એ કવાંટ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતના ગુનાની ફરિયાદ નોંધાવી હતી.

છોટાઉદેપુરમાં મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધું (Etv Bharat Gujarat)

પોસ્ટ મોર્ટમમાં ભેદ ખુલ્યોઃ પોલીસે આ મામલામાં તપાસની કાર્યવાહી સંભાળી અને લાશને પોસ્ટ મોર્ટમ કરવા માટે મોકલી હતી. મળી આવેલી લાશનું પોર્સ્ટમોર્ટમ કરાવતા મરનારને ગળે ટુંપો આપીને મોત નીપજાવેલું હોવાનું જણાઈ આવતા આ બાબતે કવાંટ પોલીસ સ્ટેશન માં બી.એન.એસ કલમ 103 (1) મુજબનો ગુનો અજાણ્યા ઇસમ વિરુધ્ધ દાખલ કરવામાં આવ્યો હતો.

કેવી રીતે પોલીસ પહોંચી આરોપી સુધીઃ જોકે તેની હત્યા કોણે કરી છે તે હજુ પણ સવાલ હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ય છોટાઉદેપુર કવાંટ પોલીસ સ્ટેશન દ્વારા આરોપીઓને શોધવા એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો તથા કવાંટ પોલીસના - માણસોની અલગ અલગ ટીમ બનાવી આ ગુનાને ડીટેક્ટ કરવા તથા ગુનામાં સંડોવાયેલા આરોપીઓ અંગે હયુમન સોર્સીસ અને ટેકનીકલ સર્વેલન્સ ટીમ દ્વારા અલગ-અલગ દિશામાં તપાસ કરવામાં આવી હતી. જેમાં મરનાર બનસીંગભાઇ ઉર્ફે અંગુ ખજુરીયાભાઇ રાઠવા રહે. રાયસીંગપુરા લીમડી ફળીયા તા. કવાંટ જી. છોટાઉદેપુરનાઓની ગતિવીધી જાણવા કવાંટ ટાઉન વિસ્તારના અલગ અલગ જગ્યાએ સી.સી.ટી.વી. ફુટેજ મેળવવા તજવીજ કરી હતી. સીસીટીવીમાં જેમાં મરણજનારની મોટરસાયકલ નંબર GJ-17-BK-3750 ઉપર બે ઇસમો કવાંટથી ખાંટીયાવાંટ તરફ જવાના રસ્તેથી જતા હોવાનું જણાઈ આવ્યું હતું.

પોલીસ સામે પહેલા તો ગલ્લા-તલ્લાઃ આ વ્યક્તિ કોણ હતો તે બાબતે હયુમન સોર્સીસ અને ટેકનીકલ સર્વેલન્સથી તપાસ કરતા પાછળ બેસેલ ઇસમની ઓળખ કવાંટ તાલુકાના બૈડીયા ગામના સાબુતભાઇ કરશનભાઇ રાઠવા હોવાનું સામે આવ્યું હતું. જેથી તેની ટેકનીકલ સર્વેલન્સથી ખાત્રી તપાસ કરતા સાબુતભાઇ કરશનભાઇ રાઠવા એ ગુના વાળી જગ્યાએ હાજર હોવાનું જણાઇ આવતા, સાબુતભાઈ કરશનભાઇ રાઠવાને પકડી પાડી પૂછપરછ કરતા પ્રથમ તો ગલ્લા-તલ્લા કરી ઉડાઉ જવાબ આપતો હતો, પંરતું તેની ઘનિષ્ઠ અને ઉડાણપૂર્વક પૂછપરછ કરતા અંતે ભાગી પડી કબુલાત કરી હતી.

કેવી રીતે હત્યા કરી તે અંગે આપી કબુલાતઃ આ અંગે કવાંટ પોલીસ સ્ટેશનના પી. આઇ. ભરતસિંહ ચૌહાણ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, બનસીંગભાઇ ઉર્ફે અંગુ ખજુરીયાભાઇ રાઠવાએ પાંચેક દિવસ અગાઉ કવાંટમાં મળેલા અને બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યારબાદ તા.13-01-2025 ના રોજ તેઓ બંને મોટર સાયકલ ઉપર બેસી જામલી ગામની સીમમાં આવેલા તુવેરના ખેતરમાં ગયા હતા. ત્યાં એકની ઈચ્છા પૂર્ણ થઇ અને બીજાએ પણ ઈચ્છા પુરી કરવા કહ્યું તો આ બાબતે ઝઘડો થતા મરનારના ગળાના ભાગે મફલર બાંધેલું હતું જે મફલરના બન્ને છેડા પકડી પોતાના હાથથી જોરથી ખેંચી ગાંઠો વાળી તેનું ગળુ દબાવી દેતા તેનું મોત થયું હતું. ઉપરાંત મરનારનો મોબાઇલ ફોન તથા સીમકાર્ડ તોડી નાખી કવાંટ ટાઉનમાં આવેલી કોતરમાં ફેંકી દીધો હોવાની હકીકત જણાવી ગુનો કરેલાની કબુલાત કરી લીધી હતી.

આ અંગે કવાંટ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલી અનડીટેક્ટ મર્ડરનો ગુનો છોટાઉદેપુર એલ.સી.બી તથા કવાંટ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ સાથે મળી ગણતરીના કલાકોમાં આરોપીને શોધી કાઢી ગુનો ડીટેક્ટ કરી હત્યાં કરનાર આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

  1. છોકરીનો નંબર માંગવો જીવલેણ સાબિત થયો, તાપીમાં મારપીટનો બનાવ હત્યામાં ફેરવાયો
  2. પોલીસ ખુદ બની ફરિયાદી! બનાસકાંઠામાં લક્કી ડ્રોના 2 આયોજકો સામે પોલીસે નોંધ્યો ગુનો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.