ગુજરાત

gujarat

ETV Bharat / state

ટીબી પછીનો ચેપી રોગ હિપેટાઈટીસ: 100 માંથી 4 લોકોમાં હોવાની શક્યતા, જાણો - World Hepatitis Day - WORLD HEPATITIS DAY

આજે વિશ્વ હિપેટાઈટીસ દિવસ છે. ત્યારે TB પછીનો હિપેટાઈટીસ રોગના લક્ષણો અને તેના પ્રકારો જાણવાની કોશિશ ETV BHARATએ કરી છે. MD, DM અને Hepatologist ડો. ભાવેશ ભૂત સાથે ETV BHARATએ ખાસ વાતચીત કરી હતી. જાણો શુ કહ્યું નિષ્ણાંતે હિપેટાઈટીસ વિશે. World Hepatitis Day

ટીબી પછીનો બીજા નંબરનો ઘાતક રોગ હિપેટાઈટીસ
ટીબી પછીનો બીજા નંબરનો ઘાતક રોગ હિપેટાઈટીસ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 28, 2024, 4:29 PM IST

ભાવનગર:આજે વિશ્વ હિપેટાઈટસ દિવસ છે. આ રોગ ટીબી પછીનો બીજા નંબરનો ઘાતક રોગ કહેવામાં આવે છે. જો હિપેટાઈટીસના એક નહિ પાંચથી વધુ પ્રકાર છે. વિશ્વમાં હિપેટાઈટીસથી મૃત્યુ પામનારની સંખ્યા પણ વધારે છે. ત્યારે વિશ્વ હિપેટાઈટીસ દિવસ નિમિત્તે ETV BHARATએ MD, DM અને હિપોટોલોજીસ્ટ અને ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ડો. ભાવેશ ભૂત સાથે વાતચીત કરી હતી. જાણો.

હીપેટાઇટિસ મટી શકે એવી બીમારી છે (Etv Bharat Gujarat)

હિપેટાઈટીસ રોગ અને તેના પ્રકારો: ટીબી પછી આવતો ઇન્ફેક્શન વાળો રોગ એટલે હેપેટાઇટીસ છે. જે લોકોમાં જોવા મળતો હોય છે ત્યારે ETV BHARATએ ડો. ભાવેશ ભૂત સાથે ખાસ વાતચીત કરી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે, જોવા જઈએ તો હિપેટાઇટિસનો સાદો ગુજરાતી ભાષામાં મતલબ થાય લીવરનો સોજો, અને એના પ્રકારો વિશે જોવા જઈએ તો મોટાભાગના કેસોમાં વાયરસ હિપેટાઈટીસના વિવિધ પ્રકારના વાયરસ રહેલા હોય છે. જેમાં A, B, C, D, E મુખ્યત્વે પાંચ પ્રકારના વાયરસથી હિપેટાઇટિસ થતો હોય છે.

ટીબી પછીનો ઇન્ફેક્શનવાળો રોગ હિપેટાઈટીસ (Etv Bharat Gujarat)

હિપેટાઈટીસના પ્રકાર અને લક્ષણો શુ? : ડો. ભાવેશ ભુતે જણાવ્યું હતું કે, હેપેટાઇટીસ બીજા પ્રકારોમાં લાંબા ગાળાથી આલ્કોહોલનું સેવન ઘણી વખત કરવાથી, મોટાપણુ, સ્થૂળતા, ડાયાબિટીસને કારણે પણ લીવર ઉપર સોજો આવે છે. એમને પણ હિપેટાઇટિસ કહેવામાં આવે છે. હવે એમના લક્ષણો જોવા જઈએ તો મુખ્ય પ્રકારે પેટને રિલેટેડ લક્ષણ જોવા મળે છે. જેમાં ઉલટી, પેટનો દુખાવો, જાડા, તાવ, થકાન લાગવી પછી ઘણી વખત લોહીની ઉલટી થવી, પેટમાં પાણી ભરાવું, પગમાં સોજા આવવા આ બધા વિવિધ એમના લક્ષણો હોય છે, અને કમળો ખાસ કરીને આખો, આ બધા એના લક્ષણો છે.

હેપીટાઇટીસથી બચાવ માટે શું કરી શકાય:ડો. ભાવેશ ભુતે જણાવ્યું હતું કે, આ હિપેટાઇટિસ આપણે કેવી રીતે બચી શકીએ તો, સૌ પ્રથમ ખોરાક અને પાણી શુદ્ધ હોવો જોઈએ જેનાથી આપણે રોગથી દૂર રહી શકીએ. બીજા નંબરમાં ચોક્કસ પ્રકારની રસીઓ પણ ઉપલબ્ધ છે. હિપેટાઇટિસ બી અને એ માટે, ખાસ કરીને લક્ષણો જણાતા નજીકના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. કારણ કે હીપેટાઇટિસ મટી શકે એવી બીમારી છે, તો કોઈએ ગભરાવાની ખાસ જરૂર નથી.

વિશ્વમાં અંદાજીત મૃત્યુ દર અને કેટલા લોકોએ થાય રોગ:ડો. ભાવેશ ભુતે જણાવ્યું હતું કે, અંદાજે જોવા જઈએ તો વિશ્વભરમાં એન્યુઅલ એટલે કે વાર્ષિક 10 લાખ લોકો મૃત્યુ પામતા હોય છે. અને હેપીટાઇટીસ ટીબી પછીનું સૌથી વધારે જોખમી એટલે કે સૌથી વધુ કોમન ઇન્ફેક્શન છે. એટલે આ વિષે લોકો સુધી જાગૃતતા ફેલાય એ ખાસ જરૂરી છે. પરંતુ લોકો આ બીમારી વિશે જાગૃત નથી, અને ખાસ આજના દિવસનો હેતુ છે કે લોકો એના વિશે જાગૃત થાય. નોંધનીય બાબત એ છે કે, દર 100 વ્યક્તિમાંથી 4 વ્યક્તિને હિપેટાઇટિસ ઇન્ફેક્શન થાય છે, એટલે એ પ્રમાણે જોવા જઈએ તો ખૂબ મોટી સંખ્યામાં હિપેટાઇટિસના દર્દીઓ ભાવનગર ખાતે અને પુરા દેશમાં રહેલા છે.

  1. ચોમાસામાં એવું પ્રાણી જોવા મળે છે કે જેમાં નર અને માદાના પ્રજનન અંગો હાજર હોય છે તમને ખબર છે આ પ્રાણીનું નામ જુઓ મારો વિશેષ અહેવાલ - JUNAGADH SNAIL SLAUG
  2. પિરિયડ્સ લીવ : પ્રથમ સરકારી યુનિવર્સિટી કે જેણે માસિક લીવ પોલિસી કરી જાહેર... - Menstrual Leave Policy

ABOUT THE AUTHOR

...view details