ગુજરાત

gujarat

ETV Bharat / state

7મેના રોજ અમદાવાદનું તાપમાન 42 ડીગ્રી રહેશે, હવામાન વિભાગે આવનારા 5 દિવસની કરી આગાહી - Weather Forecasting - WEATHER FORECASTING

રાજ્યમાં એપ્રિલમાં શરૂ થયેલ ગરમીનો પ્રકોપ મેમાં પણ યથાવત જોવા મળી રહ્યો છે. આવામાં આવનારા દિવસોમાં રાજ્યમાં ગરમીની સ્થિતિ શું રહેશે, ખાસ કરીને મતદાનના દિવસે હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગે કરી છે. Weather Forecasting 5 Days temperature increase 7 may 42 Degree Ahmedabad Gandhinagar

હવામાન વિભાગે આવનારા 5 દિવસની કરી આગાહી
હવામાન વિભાગે આવનારા 5 દિવસની કરી આગાહી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 5, 2024, 6:17 PM IST

હવામાન વિભાગે આવનારા 5 દિવસની કરી આગાહી (Etv Bharat Gujarat)

અમદાવાદઃ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 7મી મે સુધી હવામાન શુષ્ક રહેશે. હાલ વરસાદની કોઈ શક્યતા નથી. 7મી મેના રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 42 ડીગ્રી સુધી પહોંચી જશે. ગુજરાતના વિવિધ ભાગોમાં તાપમાનનો પારો 40ને પાર જવાની સંભાવનાઓ છે.

5 દિવસ વાતાવરણ સુકું રહેશેઃ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી 5 દિવસ વાતાવરણ સુકું રહેશે. જો કે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજ વાળાપવન ફૂંકાશે. જેના કારણે ત્યાં પણ તાપમાનમાં વધારો થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 7મી મે સુધી હવામાન શુષ્ક રહેશે. હાલ વરસાદની કોઈ શક્યતા નથી. 7મી મેના રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 42 ડીગ્રી સુધી પહોંચી જશે.

પ્રી-મોન્સૂન એક્ટિવિટીઃ મે મહિનામાં દેશની અંદર પ્રી-મોન્સૂન એક્ટિવિટીની શરુઆત થશે. 10થી 14મે દરમિયાન આંધી-વંટોળ અને ભારે પવનની સ્થિતિ સર્જાશે. આજથી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, દીવના કોસ્ટલ એરિયામાં હિટવેવ આગાહી છે. કોસ્ટલ એરિયા ઉપરાંત સુરત, પોરબંદર, ભાવનગરમાં પણ હીટવેવની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 7મી મે સુધી હવામાન શુષ્ક રહેશે. હાલ વરસાદની કોઈ શક્યતા નથી. 7મી મેના રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 42 ડીગ્રી સુધી પહોંચી જશે. ગુજરાતના વિવિધ ભાગોમાં તાપમાનનો પારો 40ને પાર જવાની સંભાવનાઓ છે.

રાજ્યમાં 7મી મે સુધી હવામાન શુષ્ક રહેશે. હાલ વરસાદની કોઈ શક્યતા નથી. 7મી મેના રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 42 ડીગ્રી સુધી પહોંચી જશે. ગુજરાતના વિવિધ ભાગોમાં તાપમાનનો પારો 40ને પાર જવાની સંભાવનાઓ છે...અભિમન્યુ ચૌહાણ(વૈજ્ઞાનિક, હવામાન વિભાગ, અમદાવાદ)

  1. આજથી ગરમીમાં આંશિક ઘટાડો થશે, જો કે પ્રખર ગરમીના વધુ એક રાઉન્ડની શક્યતા પ્રબળ - Summer 2024
  2. આ વખતે 31 દિવસ સુધી તીવ્ર ગરમી રહેશે, મહત્તમ મે મહિનામાં; 2009 ગરમીનું પુનરાવર્તન - યુપી હવામાન - Up Weather

ABOUT THE AUTHOR

...view details