ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં વાતાવરણ શાંત જ્યારે ઉત્તર ભારતમાં છે ભારે વરસાદની આગાહી, ઉત્તરાખંડમાં રેડ અલર્ટ - weather forecast - WEATHER FORECAST

ભારતમાં ચોમાસાની ઋતુ જૂન પૂર્ણ થતાં સમગ્ર દેશમાં પ્રસરી ગઈ છે. સમગ્ર દેશમાં વરસાદ વરસી રહ્યો છે. પરંતુ હાલ ગુજરાતમાં વાતાવરણ શાંત જણાઈ રહ્યું છે જ્યારે ભારતીય હવામાનની વિગતો મુજબ ઉત્તર ભારતમાં પરિસ્થિતિ ભારે વરસાદની દર્શાવવામાં આવી છે જ્યાં ઉત્તરાખંડમાં તેમજ દક્ષિણ ભારતમાં પણ રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. જાણો સંપૂર્ણ વિગત. weather forecast

આગામી 5 દિવસ દરમિયાન પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદ
આગામી 5 દિવસ દરમિયાન પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 6, 2024, 11:13 AM IST

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચોમાસાની ઋતુ પુરજોરમાં ચાલી રહી છે. સાથે રાજ્યના તમામ જિલ્લાઓમાં ચોમાસું ફરી વળ્યું છે તો અમુક જિલ્લામાં વરસાદનું પ્રમાણ એટલું બધુ ગહતું કે પાણી ભારત લોકો નાવડી લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતાં હતા. ઉપરાંત વરસાદી પાણી ભરાતા ઘનના મોત પણ થાય હતા. અને લોકોને ભારે હલકી ભોગવવી પડી હતી. આવા સમયે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવાંઆ આવી છે જે મુજબ 6 જુલાઇના રોજ વરસાદી હવામાન શાંત રહેશે.

ભારતના અન્ય રાજ્યોમાં સામાન્ય વરસાદ યથાવત (Etv Bharat Gujarat)

ગુજરાતમાં વાતાવરણ શાંત: એટલે કે, ગુજરાતમાં રાજ્યોમાં વરસાદ વરસશે પરંતુ અમુક છૂટ છવાયા વિસ્તારોમાં અને ઓછું કે મધ્યમ માત્રામાં. જેના પરિણામે હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે કોઈ પણ ચેતવણી જાહેર કરી નથી.

ઉત્તર ભારતના ઉત્તરાખંડમાં 6 જુલાઇના રોજ રેડ એલર્ટ (Etv Bharat Gujarat)

ઉત્તર ભારતમાં ભારે વરસાદની સંભાવના:પરંતુ ઉત્તર ભારતમાં પરિસ્થિતિ અલગ જ છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર, ઉત્તરાખંડ, પંજાબ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 6 જુલાઇના રોજ અલગ-અલગ સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે પૂર્વ ઉત્તર પ્રદેશમાં 6 અને 7 જુલાઇના રોજ ભારે વરસાદની સંભાવના છે. ઉપરાંત આગામી 5 દિવસ દરમિયાન પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની ખૂબ જ વ્યાપક સંભાવના છે.

ઉત્તરાખંડમાં રેડ અલર્ટ:ઉત્તર ભારતના ઉત્તરાખંડમાં 6 જુલાઇના રોજ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આજ રોજ ત્યાં સાવચેતી રાખવી અત્યંત મહત્વપૂર્ણ છે. આ સાથે દક્ષિણ ભારતના કર્ણાટકની પણ આ જ પરિસ્થિતિ છે જ્યાં હવામાન વિભાગ દ્વારા રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ભારતના અન્ય રાજ્યોમાં સામાન્ય વરસાદ યથાવત રહેશે.

  1. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ : દાંતામાં સૌથી વધુ વરસાદ નોંધાયો, જાણો 52 તાલુકાઓની સ્થિતિ - Gujarat weather update
  2. હવામાન વિભાગે આપેલ ઓરેન્જ એલર્ટ આજે પણ યથાવત, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ, જાણો - Gujarat weather update

ABOUT THE AUTHOR

...view details