કચ્છ:જિલ્લામાં લઘુતમ પારો ફરી એક વાર ગગડયો છે અને તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લામાં 1 થી 7 ડિગ્રી પારો ગગડવા સાથે પવનની ઝડપ વધતાં જિલ્લામાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ત્યારે અબડાસામાં હાડ થીજવતી ઠંડી અનુભવાઈ રહી છે, અબડાસાના કાળાતળાવમાં બાઇક પર બરફની ચાદર જોવા મળી હતી. જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
બાઇક પર બરફની ચાદર: અબડાસાના કાળાતળાવમાં ખેતરમાં પડેલા બાઇક પર બરફની ચાદર છવાઈ ગઈ હતી. ત્યારે કચ્છનું કાશ્મીર ગણાતા નલિયામાં તાપમાન 6.2 ડીગ્રી તાપમાન નોંધાયું છે. જિલ્લા મથક ભુજનું 11 ડિગ્રી અને કંડલાનું તાપમાન 13.4 ડીગ્રી નોંધાયું છે.
અબડાસામાં બાઇક પર બરફની ચાદરનો વિડિયો વાયરલ (ETV BHARAT GUJARAT) કચ્છી કાશ્મીર નલિયાનું તાપમાન 6.2 ડિગ્રી: નલિયામાં ઠંડીનો પારો ગગડતાં 1 ડિગ્રીના ઘટાડા સાથે તાપમાન 6.2 ડિગ્રીએ પહોંચતાં કચ્છી કાશ્મીર નલિયાએ રાજ્યનાં ઠંડાં મથકોમાં મોખરાનું સ્થાન જાળવી રાખ્યું. ત્યારે કંડલા એરપોર્ટમાં લઘુતમ તાપમાન એકસાથે 3 ડિગ્રી ગગડી 13.4 ડિગ્રીના નોંધાયું છે. જિલ્લા મથક ભુજમાં પણ 3 ડિગ્રીના નોંધપાત્ર ઘટાડા સાથે પારો 11 ડિગ્રીએ પહોંચ્યો છે. આખો દિવસ ઠંડા પવન ફૂંકાવાનું જારી રહેતાં છેલ્લા કેટલાક દિવસોથી દિવસે ગાયબ થઈ ગયેલી કાતિલ ઠંડી પાછી ફરી છે.
ઠંડીનું જોર વધી ગચું છે: ઉલ્લેખનીય છે કે, આગામી 2 દિવસ દરમ્યાન લઘુતમ પારો વધુ 2થી 3 ડિગ્રી ગગડી શકે છે. તેની સાથે ઠંડીનું જોર યથાવત રહેતા લોકો દિવસભર ગરમ કપડાંમાં જોવા મળ્યા હતા. હવામાન વિભાગ મુજબ જાન્યુઆરીમાં ઠંડીનું જોર વધુ રહેવા સાથે શીતલહેરના દિવસો વધુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. ત્યારે બાઇક પર બરફની ચાદર છવાઈ ગઈ હતી. જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
આ પણ વાંચો:
- કચ્છના કંઢેરાઈમાં 19 વર્ષીય યુવતી 28 કલાકથી બોરવેલમાં, હજુ 300 ફૂટ દૂર
- 'સંવેદનાનો સ્વાદોત્સવ', ભુજમાં આયોજિત ફૂડ ફેસ્ટિવલમાં પ્રજ્ઞાચક્ષુ મહિલાઓની વાનગીઓએ જમાવ્યું આકર્ષણ