ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં લગ્ન પહેલા 628 સગીરાઓ બની માતા, આદિવાસી સમાજની વર્ષો જૂની લિવ-ઇન રિલેશનશિપની પરંપરા - TRIBAL COMMUNITY TRADITION

ધરમપુર અને કપરાડામાં સગીર માતા બનવાના કિસ્સાઓ સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે. પરંપરાઓ અને લિવ-ઇનમાં રહેતા સગીરા અંગે તંત્ર ચિંતિત...

પરંપરાઓ અને લિવ-ઇનમાં રહેતા સગીરા અંગે તંત્ર ચિંતિત
પરંપરાઓ અને લિવ-ઇનમાં રહેતા સગીરા અંગે તંત્ર ચિંતિત (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 13, 2024, 6:11 PM IST

વલસાડ:જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં છેલ્લા 8 મહિનામાં 628 સગીરાઓ માતા બની છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ પ્રસંગોમાંથી બે સગીરાઓએ જીવન ગુમાવ્યું છે. આ આંકડાઓ તંત્ર અને સમાજના જવાબદાર લોકોમાં ચિંતાનું કારણ બન્યા છે.

આદિવાસી સમાજની પરંપરાઓ અને તેની અસરો:આદિવાસી સમાજમાં વર્ષોથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાની પરંપરા છે. પરિણામે યુવતીઓ લગ્ન પહેલા જ ગર્ભવતી બની જાય છે. નાની ઉંમરે ગર્ભવતી થવું યુવતીઓ માટે શારીરિક અને માનસિક રીતે ગંભીર હાનિકારક સાબિત થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, આદિવાસી સમાજમાં આ સંબંધોને યુવક-યુવતીના પરિવારજનોથી મંજુરી મળતી હોવાથી કોઈ કાયદાકીય ફરિયાદ થતી નથી.

ધરમપુર અને કપરાડામાં સગીર માતા બનવાના કિસ્સાઓ સમાજ માટે ચિંતાનો વિષય બન્યો (Etv Bharat Gujarat)

કાયદાની મર્યાદાઓ અને પડકારો:યુવતીઓ પાસે આ મામલે લીગલ મેરેજ સર્ટિફિકેટ નથી તેમજ તેમના લગ્ન ન થતા કાયદો પણ આ મામલાઓમાં અસરકારક રીતે હસ્તક્ષેપ કરી શકતો નથી. બાળ લગ્ન ન થાય તે માટેના કાયદા તાજેતરના કેટલાક કિસ્સાઓમાં લાગુ થયા છે, પણ 'લિવ-ઇન' સંબંધોને કારણે આ કાયદાઓને આમલમાં લેવું ગૂંચવણ ભર્યું સાબિત થઈ રહ્યું છે.

પરંપરાઓ અને લિવ-ઇનમાં રહેતા સગીરા અંગે તંત્ર ચિંતિત (Etv Bharat Gujarat)

જાગૃતિ માટેના પ્રોજેક્ટ્સ: મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ સમસ્યાના ઉકેલ માટે કમિટીઓ રચવામાં આવી છે. ધરમપુરના 45 અને કપરાડાના 20 ગામોમાં આમ કુલ 65 ગામોમાં યુવક-યુવતી કમિટીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં સગીરોએ નાની ઉંમરે ગર્ભવતી ન થવા અને બાળ લગ્ન ન કરવા અંગે જાગૃત કરવામાં આવે છે.

લગ્ન પહેલા 628 સગીરાઓ બન્યા માતા (Etv Bharat Gujarat)

અંતરિયાળ ગામોમાં જાગૃતતા અભિયાન:આ અંતરિયાળ વિસ્તારોમાં અલગ-અલગ ટીમોને મોકલી, મહિલાઓ અને યુવક-યુવતીઓને બાળકોના સ્વાસ્થ્ય, શિક્ષણ અને નાબાલિક લગ્નના પરિણામો અંગે સમજણ આપવામાં આવી રહી છે. આ માટે બાળ લગ્ન નાબૂદી કાર્યક્રમના ભાગરૂપે 19થી વધુ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે, જેમાં 5,357 થી વધુ લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે.

પરંપરાઓ અને લિવ-ઇનમાં રહેતા સગીરા અંગે તંત્ર ચિંતિત (Etv Bharat Gujarat)

ગંભીર સ્થિતિ...:ગત વર્ષે જિલ્લામાં 584 સગીરાઓ ગર્ભવતી બની હતી. જેમાંથી બે સગીરાઓના મૃત્યુના કિસ્સા સામે આવ્યા હતા. આમાંથી મોટાભાગના કિસ્સાઓ ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારોના છે. આ આંકડાઓ તંત્રને મુશ્કેલીમાં મુકવા સાથે નવી વ્યૂહરચના ઘડવા મજબૂર કરી રહ્યાં છે. હાલ તો વહીવટી તંત્ર દ્વારા વિવિધ એનજીઓને સાંકળીને ગામે ગામ યુવક યુવતીની કમિટી બનાવીને યુવાનોને નાની ઉમરે લગ્ન ન કરવા જાગૃત કરવામાં આવી રહ્યા છે.

પ્રયત્નોનું પરિણામ: જાગૃતતા અભિયાન દ્વારા કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં સંતોષકારક પરિણામ મળી રહ્યું છે. સગીરાઓ અને તેમના પરિવારજનો હવે બાળ લગ્ન ન કરવા માટે રજુઆત કરી રહ્યાં છે. પરંપરાગત આદતોમાં ફેરફાર થતો દેખાય છે, પરંતુ આ સમસ્યાનો મૂળભૂત ઉકેલ લાવવા માટે લાંબા ગાળાના પ્રયાસોની જરૂર છે.

જાગૃતિની જરૂરિયાત:આ પરંપરાઓના કારણે સર્જાતા શારીરિક અને માનસિક હાનિથી યુવતીઓ અને તેમનો પરિવાર અસરગ્રસ્ત થઈ રહ્યા છે. કાયદાની મર્યાદા અને લોકોના પરંપરાગત વિચારધારા વચ્ચે આ સમસ્યા જટિલ બની રહી છે. જ્યાં તેઓ લગ્ન કર્યા વિના લિવ-ઇન રિલેશનશિપમાં પરંપરાગત રીતે રહે છે પરિણામે તેને બાળ લગ્ન પણ ન કહી શકાય. જેથી કાયદાકીય કાર્યવાહી પણ કરવી મુશ્કેલ બને છે. જેના પરિણામ સ્વરૂપ સાથે રહેતા હોવાથી નાની ઉંમરે શારીરિક સંબંધ બાંધવાને કારણે સગીરા ગર્ભવતી બની જાય છે.

સમગ્ર વિસ્તારના વિકાસ માટે આગળનું પગલું: વહીવટી તંત્ર અને એનજીઓએ સાથે મળીને ગ્રામજનોને આ વિષયમાં વધુ સમજણ આપવી પડશે. જે માટે ધરમપુરના 45 ગામ અને કપરાડાના 20 ગામો મળી કુલ 65 ગામોમાં યુવક-યુવતીઓની કમિટી બનાવવામાં આવી છે. આદિવાસી સમાજમાં ચાલુ આ પરંપરાને રૂઢિગ્રસ્ત માન્યતાથી દૂર કરીને શિક્ષણ અને આરોગ્યના મહત્વને સમજાવી શકાય તો આ સમસ્યાને દૂર કરી શકાશે.

આમ, ધરમપુર અને કપરાડામાં સગીર માતા બનવાના કિસ્સાઓ સમાજ માટે ચિંતાનો વિષય છે. આ પરંપરાઓ વિરુદ્ધ લડવું અને બાળ લગ્ન તથા ગર્ભાવસ્થાને રોકવા માટે તંત્રના પ્રયાસોને વધુ ગતિ આપવાની જરૂર છે.

આ પણ વાંચો:

  1. વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત અને શિક્ષક વિદેશની સફરે, વાલીઓમાં રોષ
  2. KASOTA- લુપ્ત થવાના આરે પહોંચેલા ગુજરાતના "કસોટા"ને મળી વૈશ્વિક ઓળખ, હાથશાળથી ફેશન શો સુધીની સફર

ABOUT THE AUTHOR

...view details