અમદાવાદ: ભ્રષ્ટાચાર એક એવી વસ્તુ છે કે જે એક વ્યક્તિથી શરૂ થઈ ટોચના અધિકારીઓ સુધી અસર કરે છે. જેના કારણે જાહેર જનતા હેરાન થતી હોય છે. કંઈક આવા જ દાવા સાથે ગુજરાતના લોકોએ એક સરકારી અધિકારીની ઓફિસમાં વિરોધ પ્રદર્શન કરતા હોબાળો મચાવ્યો હતો જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.
રોષે ભરાયેલા લોકોએ ખુરશી પર બેઠેલા સરકારી અધિકારી ઉપર નોટો ફેંકી રોષ વ્યક્ત કર્યો હતો અને જવાબ માંગ્યો હતો. લોકોએ અધિકારી પર સતત નોટ ફેંકી રહ્યા હતા અને થોડી જ મિનિટોમાં અધિકારી જાણે નોટોથી ઢંકાઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જાહેર જનતાના વિરોધનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ले खा ! कितनी हराम की कमाई खायेगा, जनता ने दिया उसी भाषा में जवाब
— कलम की चोट (@kalamkeechot) January 12, 2025
अब अधिकारी भी क्या करे उन्हें जॉब पाने के लिए कितनी रिश्वत दी होगी ? अब अपने आका(उच्च अधिकारियों) को दे रहा होगा ? इसका अंदाजा भी लगाना जरूरी है #viralvideo गुजरात का बताया जा रहा है। pic.twitter.com/Zru5e2TYZk
વિરોધ કરવા આવેલા લોકોએ ગળામાં કાર્ડ લટકાવ્યા હતા, જેમાં બિલ્ડર તેમજ અન્ય નામ લખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
વાયરલ થયેલા વીડિયો ટ્વિટના કેપ્શનમાં લખ્યું છે કે, "લે ખા.. કેટલી હરામની કમાઈ ખાઈશ," "જનતાએ એમની જ ભાષામાં આપ્યો જવાબ"
ઉપરાંત કટાક્ષ કરતાં લખ્યું છે કે, "હવે અધિકારીઓ પણ શું કરે તેમને પણ જોબ માટે કેટલી બધી રિશ્વત આપી હશે. હવે તે તેના માલિકોને (ઉચ્ચ અધિકારીઓ) આપશે? આ અનુમાન લગાવવું પણ જરૂરી છે"
વીડિયોમાં જોઈ શકાય છે કે, લોકો અધિકારીઓને પ્રશ્નો કરી રહ્યા છે. તેઓ પૂછી રહ્યા છે કે, "અમારી તકલીફ માટે તમે શું પગલાં લીધા? હજુ પણ આમને આમ રસ્તા છે. સોસાયટીમાં ગટરના પાણી એમને એમ વહે છે, ત્રણ વર્ષ થઈ ગયા અને ગટરના પાણીમાં અમે એમને એમ અડધા પગે જઈએ છીએ. અમે કહી કહીને થાકી ગયા છીએ. કોઈ અલ્ટિમેટમ નથી અમારા માટે."
રોષે ભરાયેલા લોકોએ "ચીફ ઓફિસર મુર્દાબાદ, આ ચશ્મા ભાજપના કાઢો અને ઓફિસના પહેરો... મને જવાબ આપો...અમને મામુ બનાવે છે.. કેટલી રૂપિયાથી મહોબ્બત છે, લો પૈસા લો.. લો પૈસા લો.. ના નારા લગાવ્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો."
ઉપરાંત તમામ લોકો સતત ભારતીય ચલણી નાણાંને ઓફિસર તરફ ફેંકી રહ્યા હતા.
આ સમગ્ર રોષ અને વિરોધ દરમિયાન અધિકારી તેની સીટ પર બેઠા રહ્યા હતા. તેઓ જનતા સામે હાથ જોડીને બેઠા હતા. જોકે તેમણે સમગ્ર ઘટના દરમિયાન કશું બોલ્યું ન હતું. જ્યારે આસપાસ ઊભી જાહેર જાનતા સમગ્ર ઘટના વિશે તેના ફોનમાં સતત વિડીયો બનાવી રહી હતી.
આ પણ વાંચો: