વડોદરાઃ ડભોઈમાં શ્વાનોએ કાળો કેર વર્તાવ્યો છે. રખડતાં શ્વાનોએ માત્ર 10 દિવસ જેટલા સમયગાળામાં 30થી વધુ શહેરીજનોને શ્વાનોએ ઘાયલ કર્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી રખડતાં શ્વાનના કારણે નાના ભૂલકાં પણ બહાર નીકળતા ડરી રહ્યા છે. એક તરફ વેકેશનનો માહોલ છે ત્યારે બાળકો શેરી મહોલ્લામાં રમતાં હોય છે. જો કે આ રખડતાં શ્વાનો બાળકોને પણ તેમના આતંકનો ભોગ બનાવી રહ્યા છે. છેલ્લા 10 દિવસ દરમિયાન ડભોઈ રેફરલ હોસ્પિટલમાં 30થી વધુ નાગરિકો શ્વાનના હુમલાની સારવાર માટે આવ્યા હતા.
ડભોઈમાં શ્વાનોએ વર્તાવ્યો કાળો કેર!!! 10 દિવસમાં 30થી વધુ લોકોને કર્યા ઘાયલ - Vadodara News - VADODARA NEWS
ડભોઈ નગરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે. માત્ર 10 દિવસ જેટલા સમયગાળામાં 30થી વધુ શહેરીજનોને શ્વાનોએ ઘાયલ કરી દેતા ચકચાર મચી ગઈ છે. Vadodara News Dabhoi Dog Bites 10 Days More than 30 People
Published : May 27, 2024, 10:44 PM IST
તંત્ર ઘોર નિંદ્રામાંઃ ડભોઈ નગર પાલિકા આ રખડતા શ્વાનોને પકડવાની કામગીરી પ્રત્યે બેધ્યાન છે. માત્ર કાગળ ઉપર કામગીરી થતી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. બીજી તરફ સ્થાનિકોએ રોષ ઠાલવતા કહ્યું છે કે, રખડતાં શ્વાનોને કારણે અમારા બાળકો બહાર રમી શકતા નથી. તેમજ બહારથી આવતા લોકો પણ ડરનાં માર્યા અમારે ઘરે આવી શકતા નથી. તેમજ બાળકોની સાથે મોટા માણસો પણ આવા શ્વાનોથી ડરે છે. રખડતાં શ્વાનો સંદર્ભે નગર પાલિકાનું વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ સરકાર દ્વારા એનિમલ્સ બર્ડ્સ કંટ્રોલ કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે માત્ર શોભાના ગાંઠીયા સમાન જ છે. આ કમિટી દ્વારા કોઈપણ કામગીરી શરુ કરાઈ નથી.
ડભોઈ રેફરલ હોસ્પિટલનાં મેડિકલ ઓફિસર ડૉ. દેવાંશભાઈ દ્વારા જાણવા મળતી માહિતી મુજબ હાલ ડભોઈ નગરમાં છેલ્લા 10 દિવસમાં 30 જેટલા લોકો શ્વાનના આતંકનો ભોગ બન્યા છે. જેમાં 23 પુરુષો અને 7 મહિલાઓનો સમાવેશ થાય છે. આ લોકોએ ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે શ્વાન કરડવાની ઘટનામાં જરુરી ઈન્જેક્શનની ટ્રીટમેન્ટ પણ લીધી છે. વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે આ શ્વાનના આતંકને અટકાવે તેવી પ્રચંડ લોક માંગણી ઉઠવા પામી છે.