ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડાના રવાલિયા ગામે જૂથ અથડામણ, ખેતરમાં ઘાસ કાપવાની ના પાડતા થઈ હતી માથાકૂટ - gang war in kheda

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રવાલિયા ગામે અથડામણની ઘટના સામે આવી છે. ઘાસ કાપવાની બાબતે શરૂ થયેલી આ માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે જૂથ સામસામે આવી ગયા હતાં. ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ગામમાં દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ વધુ વણસે નહીં તેનો પ્રયાસ કર્યો હતો. gang war in Rawaliya village of kheda

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2024, 8:07 AM IST

ખેડાના રવાલિયા ગામે જૂથ અથડામણ
ખેડાના રવાલિયા ગામે જૂથ અથડામણ (Etv Bharat Gujarat)

ખેડાના રવાલિયા ગામે જૂથ અથડામણ (Etv Bharat Gujarat)

ખેડા:ઠાસરા તાલુકાના રવાલિયા ગામે ખેતરમાં ઘાસ કાપવાનું ના પાડતા ત્રણ વ્યક્તિઓ પર તલવાર અને દંડાથી હુમલો કરાયો હતો. જેને લઈ બે જૂથો સામસામે આવી ગયા હતા અને ગામમાં તંગદીલીભર્યો માહોલ સર્જાયો હતો.ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી.પરિસ્થિતિને નિયંત્રિત કરવા તાત્કાલિક જીલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલિસ દ્વારા સ્થિતિ નિયંત્રિત કરી ગામમાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે 3 વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખેતરમાં ઘાસ કાપવાની ના પાડતા 3 શખ્સોએ કર્યો ખેતર માલિક પર હુમલો (Etv Bharat Gujarat)

ઘાસ કાપવાનું ના પાડતા હુમલો:મહીસા ગામની સીમમાં રવાલિયાના ખુમાનસિંહ ઈશ્વરસિહ ચાવડા નામના ખેડૂતનું ખેતર આવેલું છે. જ્યાં તેઓ તેમના કાકા અને કાકાના દિકરા સાથે ગયા હતા. ત્યારે નિઝામપુરા ગામનો રહેવાશી સાજીદ ત્યાં ઘાસ કાપી રહ્યો હતો.જેને ઘાસ કાપવાનુ ના પાડતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ફોન કરીને બીજા લોકોને બોલાવ્યાં જેથી સલમાન મોમીન અને અન્ય એક વ્યક્તિ નિઝામપુરાથી ટ્રેક્ટર લઈને આવ્યા હતા. જેમની પાસે તલવાર અને લાકડી હતી અને ત્રણેય વ્યક્તિએ ખુમાનસિંહ સહિતના લોકો પર તૂટી પડ્યાં હતાં. આ હુમલામાં ખુમાનસિંહના કાકાને પગમાં તલવારથી ઈજા પહોંચી હતી જ્યારે અન્ય લોકોને મૂઢમાર માર્યો હતો.

ગામમાં તંગદિલીભર્યો માહોલ (Etv Bharat Gujarat)

ગામમાં સર્જાઈ જૂથ અથડામણ:ઘટનાને પગલે બે જૂથના લોકો સામસામે આવી જતાં ગામમાં તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો.પરિસ્થિતિ વણસે નહિ તેને લઈ તાત્કાલિક જીલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ગામમાં પહોંચ્યો હતો. પોલિસ દ્વારા ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સ્થિતિ નિયંત્રિત કરી હતી. બીજી તરફ સ્થાનિક ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર તેમજ હિંદુ ધર્મસેનાના પ્રમુખ અને કાર્યકરો પણ ઘટનાને પગલે દોડી આવ્યા હતા. ધારાસભ્યએ ગ્રામજનોને કાયદા અને પોલીસ પર ભરોસો રાખી વાતાવરણ ન ડહોળાય તે માટે સમજાવટ કરી હતી. મામલામાં મહુધા પોલિસ દ્વારા ત્રણ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો રવાલિયા ગામ પહોંચ્યો (Etv Bharat Gujarat)

આરોપીઓને ઝડપવાની કાર્યવાહી: આ બાબતે કપડવંજ ડીવાયએસપી વી.એન.સોલંકીએ જણાવ્યુ હતું કે રવાલિયા ગામની નજીક મહીસા ગામ આવેલું છે.જેની સીમમાં રવાલિયાના ખુમાનસિંહ ઈશ્વરસિહ ચાવડાનું ખેતર છે.તે ખેતરમાં ખુમાનસિંહ તેમના કાકા અને કાકાનો દિકરો ગયેલા.ત્યાં નિઝામપુરા ગામનો વ્યક્તિ સાજીદ ઘાસ કાપી રહ્યો હતો.જેને ઘાસ કાપવાનુ ના કહેતા ઉશ્કેરાઈ ગયો હતો.ફોન કરીને બીજા માણસોને બોલાવેલા જેમાં સલમાન મોમીન અને અન્ય એક વ્યક્તિ નિઝામપુરાથી ટ્રેક્ટર લઈને આવેલા.જેમની પાસે તલવાર અને લાકડી હતી.ત્રણેય વ્યક્તિએ આ ત્રણ પર હુમલો કરી ઈજા પહોંચાડેલ છે.જે બાબતે ગુનો રજીસ્ટર્ડ થયેલ છે.આરોપીઓને પકડવાની કાર્યવાહી ચાલુ છે.

આ પણ વાંચો:

  1. ખેડાના લંપટ શિક્ષકની કરતૂતથી શિક્ષણજગત શર્મશાર, કઠલાલમાં નવ વર્ષીય બાળકી સાથે... - teacher molested girl
  2. ખેડા પોલીસનો ASI 5 લાખની લાંચ લેતા ઝડપાયો, આ માટે માંગી હતી લાંચ, પોલીસબેડામાં ચકચાર - ASI caught taking bribe

ABOUT THE AUTHOR

...view details