પોરબંદર ,ભાવનગર, જૂનાગઢ સ્ટેશન પર પ્રદર્શન અને મંડળ કચેરી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન (Etv Bharat Gujarat) પોરબંદર:વેસ્ટર્ન રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી અને રાષ્ટ્રધ્વજ, ત્રિરંગાને સન્માન આપવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. 15 ઓગસ્ટ, 2024 (ગુરુવાર) ના રોજ ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમાર દ્વારા ભાવનગર પરા રેલવે સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે.
રેલવે સ્ટેશન ઉજવી રહ્યા છે સ્વાતંત્ર્ય પર્વ (Etv Bharat Gujarat) "વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ”:ઉપરાંત ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, 14 ઓગસ્ટ, 2024ના રોજ ભાવનગર રેલવે ડિવિઝનના ભાવનગર ટર્મિનસ, જૂનાગઢ અને પોરબંદર એમ 3 સ્ટેશનો પર "વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” નિમિત્તે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર ટર્મિનસ સ્ટેશન ખાતે પ્રદર્શન નિહાળવા મંડળ રેલ પ્રબંધક રવીશ કુમાર સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્રણેય સ્ટેશનો પર મોટી સંખ્યામાં લોકોએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.
14 ઓગસ્ટે તિરંગા યાત્રા, 15 ઓગસ્ટે સ્વતંત્રતાની ઉજવણી (Etv Bharat Gujarat) રાષ્ટ્રધ્વજ, ત્રિરંગાથી આપણને નવી ઉર્જા મળે છે: મંડળ દ્વારા “હર ઘર તિરંગા” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય લોકોના મનમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવાનો છે. આમ જનભાગીદારીની ભાવના સાથે આઝાદીની 77મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રધ્વજ, ત્રિરંગાથી આપણને નવી ઉર્જા મળે છે. પરિણામે હર ઘર ત્રિરંગા અભિયાનમાં રેલ્વે કર્મચારીઓ, તેમના પરિવારો અને સામાન્ય લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. સ્ટેશનો પર જાહેરાતો દ્વારા લોકોને આ અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
મંડળના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો:વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી અમરસિંહ સાગરના નેતૃત્વ હેઠળ ડિવિઝનમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંડળના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ ત્રિરંગા યાત્રાની શરૂઆત ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારના પ્રસ્થાન સંકેત સાથે કરવામાં આવી હતી.
પશ્ચિમ રેલવે, ભાવનગરના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક, માશૂક અહમદના જણાવ્યા અનુસાર,'સ્વાતંત્ર્ય પર્વના આગમન નિમિત્તે મંડળ કચેરી, રેલવે મ્યુઝિયમ અને મંડળના મહત્વના સ્ટેશનો, ભાવનગર ટર્મિનસ, પોરબંદર, જૂનાગઢ, ગોંડલ, બોટાદ, અમરેલી, જેતલસર, ચોરવાડ રોડ અને જામ જોધપુરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતા.'
- 1961 થી આજ સુધી આ ગામમાં નથી થઈ ચૂંટણી, છતાં તમામ સુખ સુવિધાઓ ઉપલબ્ધ - no election held in Mamana village
- નર્મદામાં 75મો વન મહોત્સવ યોજાયો, મનસુખ વસાવાએ ધારાસભ્ય પર કર્યા આક્ષેપ - 75th forest festival