શ્રાવણ માસમાં પ્રથમ દિવસે કાયાવરોહણમાં લકુલિશ મહાદેવના મંદિરે ભક્તોનું ઘોડાપૂર (Etv Bharat gujarat) વડોદરા: હાલમાં શિવ ભક્તિ કરવાનો પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. જેમાં અનેક શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. તેવામાં ગુજરાતનું કાશી ગણાતુ ધામ એટલે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાનું કાયાવરોહણ ગામ. પવિત્ર યાત્રાધામ ગણાતાં કાયાવરોહણ ગામમાં આવેલ લકુલીશ મંદિર ખાતે ભક્તો અને શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જેનાં કારણે ભકતજનોની સુવિધા માટે વિશેષ પ્રકારની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
ભગવાન શિવે માનવ સ્વરુપે અવતાર લીધો:વડોદરા જિલ્લાના કાયાવરોહણ ગામ જ્યાં ભગવાન સ્વયં માનવ કાયા રૂપે 28માં અવતારમાં જન્મ લીધો હતો. આજે આ શિવાલય લકુલીશ મહાદેવ મંદિર કાયાવરોહણ તરીકે ગુજરાતનું કાશી તરીકે વિખ્યાત છે. ત્યારે શ્રાવણ માસમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી દર્શન કરતા હોય છે. પવિત્ર શ્રાવણ માસ જ્યારે ભગવાન શિવને અતિપ્રિય હોય ત્યારે ભક્તો ભોલેનાથને રિઝવવા આ માસ દરમ્યાન ઉપવાસ અને શિવ આરાધના કરતા હોય છે. તેમજ શિવજીના શિવલિંગ ઉપર બીલીપત્ર અર્પણ કરવામાં આવે છે.
બીલીપત્ર કોણ અર્પણ કરી શકે: બિલ્વ વૃક્ષનું જતન કરતા હોય તેની માવજત કરતા હોય તે વ્યક્તિ બીલીપત્ર અર્પણ કરી શકે. બિલ્વ વૃક્ષને કાપ્યા બાદ માથે ભરો મૂકીને લાવેલા પાન અર્પણ કરી શકાતા નથી. ખંડિત થયેલા, તૂટેલા, કાણાવાળા બીલીપત્ર અર્પણ કરી શકાતા નથી, ફક્ત ત્રણ પાન હોય તેવા જ બિલ પત્ર અર્પણ કરી શકાય છે. 5 કે 7 પાનના બીલીપત્રનું ઘણું મહત્વ છે. તે અતિ મહત્વ ધરાવે છે. 5 કે 7 પાનના બીલીપત્ર શિવજીને અર્પણ કર્યા બાદ તે લઈને ફ્રેમમાં સરસ મઢાવીને ઘરમાં સ્થાપના કરવાથી આસુરી કોઈપણ શક્તિ ગૃહમાં પ્રવેશ કરી શકતી નથી. બિલકુલ વૃક્ષની નીચે નિત્ય એક લોટો જળ અર્પણ કરી, દીવો કરવાથી સ્વયં શિવ પૂજાનુ ફળ પ્રાપ્ત થાય છે.
આ મંદિરમાં છે બ્રહ્મા, વિષ્ણુ. મહેશનો વાસ:કાશી વિશ્વનાથ જવાની હર હિન્દૂ ધર્મના શીવ ભક્તોની મનોકામના હોય છે પરંતુ જે ભક્ત કાશી ન જઈ શકતા હોય તે ભક્તો પુરાતન કાળમાં ડભોઇ તાલુકા ના કાયાવરોહણ ગામે 28માં અવતારમાં માનવશરીર કાયામાં સ્વયં ભગવાન શિવે જન્મ લીધો હોય તેવી ભૂમિ એ જ ગુજરાતના કાશી તરીકે ખ્યાતનામ કાયાવરોહણ તીર્થના દર્શને આવતા હોય છે. કહેવાય છે કે, ભગવાન શિવ જ્યારે 28માં અવતારમાં પૃથ્વી લોક ઉપર માનવ કાયામાં જન્મ લીધો અને ત્યાર બાદ વિદાયવેળાએ ભ્રમેંશ્વર શિવલિંગમાં સમાઈ ગયા ત્યારે ભગવાન લકુલીશ શીવલિંગમાં ભગવાનની પ્રતિમા ઉપસી આવી હતી.
પ્રતિમા સ્વરુપ શિવલિંગની પૂજા:આ પ્રતિમા રૂપ શિવલિંગ આજે પણ કાયાવરોહણ ગામે લકુલીશ મંદિર ખાતે પૂજાય છે. જ્યારે ગુજરાતના એક માત્ર આ મંદિર છે. જ્યાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વાસ છે. કહેવાય છે કે, શિવમંદિરમાં 1 વાર મહામૃત્યુંજન મંત્રનો જાપ કરવા થી 1 લાખ મંત્ર જાપ નું પુણ્ય મળે છે. આવું શિવનું જન્મ સ્થાન અને સુંદર વાતાવરણ સાથે ભક્તિમય માહોલવાળું પુણ્ય તીર્થસ્થળ ડભોઇના કાયાવરોહણમાં આવેલું છે. કાયાવરોહણ એટલે ભગવાનના કાયા સ્વરૂપ માનવ શરીરનું અવરોહણ એટલે કાયાવરોહણ તીર્થ શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરી કાશી દર્શન કર્યાની અનુભૂતી સાથે ધન્યતા અનુભવતા હોય છે.
શિવજીને પ્રિય બીજોરૂ: મહાદેવને રિઝવવા માટે અલગ અલગ પૂજાપા ચઢાવાય છે. ત્યારે બીજોરું નામનું ફળ શિવજીને ખાસ શ્રાવણ મહિનામાં જ ચડાવવામાં આવે છે. ખાસ કરીને સાયુજ્ય પ્રાપ્તિ માટે બીજોરું ચઢાવવાનો મહિમા છે. શિવજીને અતિપ્રિય બીજોરૂ વનમાં હાલ બીજોરુના 30 જેટલા વૃક્ષો મંદિરના પરિસરમાં ઉગાડવામાં આવ્યા છે. બીજોરું નામનું ફળ ખાસ શ્રાવણ મહીનામાં મહાદેવને ચઢાવવાનો મહિમા છે. ધતુરા, આંકડા, દૂધ, જળ અને બીલીપત્રની સાથે ખાસ આ બીજોરું ચડાવીને ભકતો મહાદેવને મનાવવાનો પ્રયત્ન કરે છે. જેથી શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થાય છે.
ભક્તો માટે ખાસ વ્યવસ્થા: આંતર રાજ્યમાંથી જે ભક્તો આવી ન શકે તે માટે મંદિર પ્રશાસનને ફોન કરીને પોતાની ઈચ્છા મુજબ બીલીપત્ર ચડાવવા માટે કહેવામાં આવે છે. હાલ તો 150 જેટલા બીલીના વૃક્ષ છે. છતાં પણ શ્રાવણ માસથી અંદર બીલીપત્ર ઓછા પડે છે. આ બીલીપત્ર તોડવા માટે બે કામદારોની નિમણુક કરવામાં આવી છે. તેઓ આખો દિવસ બીલીપત્ર તોડવામાં ધ્યાન આપે છે. હાલ શ્રાવણ માસમાં રોજિંદા હજારો ભક્તો ભગવાનના મંદિરે ભારે ભક્તિ ભાવથી આવે છે. મહાદેવના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરે છે.
- 1200 વર્ષથી બિરાજમાન છે અહીં મૂળેશ્વર મહાદેવ, સરહદના કરે છે "રખોપા" - 1200 year old temple in banaskantha
- ટપકેશ્વર મહાદેવને થાય છે કુદરતી જળાભિષેક, શ્રાવણ માસના પ્રથમ સોમવારે કરો આ મહાદેવના દર્શન - First Monday of Shravana month