ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે મૃતકનો પરિવાર કન્ઝ્યુમર કોર્ટમાં પોહચ્યો.. - Rajkot Gamezone fire incident - RAJKOT GAMEZONE FIRE INCIDENT

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે આખરે કોઈ તો કોર્ટમાં જવા માટે તૈયાર થયું છે. અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા નીરવ વેકરિયાના પિતાએ કન્ઝ્યુમર કોર્ટમાં દાવો દાખલ કર્યો છે. અને આ મામલે વકીલ જાનીએ સૌ પીડિતો માટે હાથ લંબાવ્યો છે. જાણો વધુ વિગતો...

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે મૃતકનો પરિવાર કન્ઝ્યુમર કોર્ટમાં પોહચ્યો
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે મૃતકનો પરિવાર કન્ઝ્યુમર કોર્ટમાં પોહચ્યો (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 8, 2024, 4:52 PM IST

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે મૃતકનો પરિવાર કન્ઝ્યુમર કોર્ટમાં પોહચ્યો (Etv Bharat Gujarat)

રાજકોટ:ગેમઝોન અગ્નિકાંડ મામલમાં નવો ખુલાસો સામે આવ્યો છે. આ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા નીરવ વેકરિયાના પિતાએ કન્ઝ્યુમર કોર્ટમાં દાવો દાખલ કર્યો. તેના પિતાએ વકીલ ગજેન્દ્ર જાની મારફત રૂપિયા 20 લાખના વળતરનો દાવો દાખલ કર્યો છે. આ મુદ્દે કલેક્ટર, પોલીસ કમિશ્નર અને મ્યુ.કમિશ્નરને પક્ષકાર બનાવાયા છે. રેસ-વે એન્ટરપ્રાઇઝ ભાગીદારી પેઢી સામે વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે. આયોગ દ્વારા તમામ પક્ષકારોને નોટીસ પણ ફટકારાઈ ગઈ છે. વકીલ ગજેન્દ્ર જાનીએ આ મુદ્દે જણાવતા કહ્યું કે "માત્ર નીરવ વેકરિયાનો" પરિવારનો જ નહિ પરંતુ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા તમામ વ્યક્તિઓના પરિવારનો ફ્રી માં કેસ લડીશું". ગજેન્દ્ર જાનીએ તમામ પીડીત પરિવારોને તેમનો સંપર્ક કરવયનું કહ્યું છે, અને આ કોર્ટમાં 20 લાખનો દાવો દાખલ કર્યો છે.

  1. ઉપલેટા રેલવે સ્ટાફે કિંમતી સામાનથી ભરેલું મુસાફરનું ખોવાયેલ પર્સ પરત કર્યું, આ ખ્યાતનામ વ્યક્તિનું હતુ પર્સ - railway staff returned lost purse
  2. વલ્લભીપુરની મામલતદાર કચેરીમાં બઘડાટી, 5 સામે ફરિયાદ, જાણો શા માટે થઈ માથાકૂટ ! - government chairs broken in fights

ABOUT THE AUTHOR

...view details