ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત વિદ્યા સહાયકની ભરતીના ઉમેદવારો માટે માઠા સમાચાર

રાજ્યની પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયકની ભરતી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કામગીરી ચાલી રહી છે. ત્યારે વિદ્યાસહાયકોની ભરતી માટે ઉમેદવારોની વયમર્યાદામાં 1 વર્ષનો ઘટાડો કરાયો છે.

ગુજરાતમાં વિદ્યા સહાયકોની ભરતી માટે ઉમેદવારોની વયમર્યાદામાં ઘટાડો
ગુજરાતમાં વિદ્યા સહાયકોની ભરતી માટે ઉમેદવારોની વયમર્યાદામાં ઘટાડો ((photo credit: DPE Recruitment) govt of gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 9, 2024, 12:53 PM IST

અમદાવાદ: ટીચર બનવા માંગતા ઉમેદવારોને રાજ્યની પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયકની ભરતી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કામગીરી ચાલી રહી છે. પરંતુ આ વર્ષે વિદ્યા સહાયકની ભરતી માટે ઉમેદવારો ની વયમર્યાદામાં એક વર્ષનો ઘટાડો કરવામાં આવ્યો છે.

વિદ્યાસહાયક ભરતીમાં વયમર્યાદામાં ઘટાડો:વર્ષ 2022માં થયેલી વિદ્યા સહાયકોની ભરતી વખતે ધોરણ 6 થી 8 માં બિન અનામત તથા અનામત કેટેગરીમાં જે વય મર્યાદા નક્કી કરાઈ હતી. તેમાં આ વખત 1 વર્ષનો ઘટાડો કરાયો છે. ઉલ્લેખનીય છે કે, 2022ની ભરતી દરમિયાન બિન અનામતની વયમર્યાદા 18 થી 36 વર્ષ રાખવામાં આવી હતી. પરંતુ હવે આ વખતે વયમર્યાદા ઘટાડીને 18 થી 35 કરી દેવામાં આવી છે. તેમાં પુરુષ અને મહિલા બંને ઉમેદવારો માટે એજ લિમિટમાં ઘટાડો થયો છે. ઉપરાંત EWS, SEBC, SC, ST કેટેગરીમાં પણ પુરુષોની વયમર્યાદા ઘટાડવામાં આવી છે. પરંતુ મહિલાઓની વય મર્યાદામાં કોઈ ફેરફાર કરાયો નથી.

ગુજરાતમાં વિદ્યા સહાયકોની ભરતી માટે ઉમેદવારોની વયમર્યાદામાં ઘટાડો (govt of gujarat)

મેરીટના ધોરણે ભરતીની કાર્યવાહી:ગુજરાતમાં આવેલ જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકોની સીધી ભરતી માટે ગુજરાત સરકાર દ્વારા મંજૂર જગ્યાના પ્રમાણમાં સંબંધિત જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યા ઉપર નિમણૂક કરવા માટે મેરીટના ધોરણે ભરતીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં ધોરણ 1 થી 5 માં ગુજરાતી માધ્યમમાં અંદાજે 5000 જગ્યા અને ધોરણ 8 થી 6 માં 7000 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

વયમર્યાદામાં ઘટાડો થતા ઉમેદવારો નારાજ: ધોરણ 1 થી 8 માં ગુજરાતી સિવાયના અન્ય માધ્યમમાં 1852 જગ્યા પર ભરતી કરાશે. આ ભરતી માટે ઓનલાઇન અરજી પત્રક વેબસાઈટ પર 7 નવેમ્બર થી 16 નવેમ્બર સુધી ભરી શકાશે. સ્વીકાર કેન્દ્રોમાં અરજી પત્રક જમા કરવાની છેલ્લી તારીખ 19 નવેમ્બર ના રોજ સાંજે 5:00 વાગ્યા સુધીની છે. ત્યારે બીજી તરફ ઉમેદવારોની વયમર્યાદામાં ઘટાડો કરાતા ઉમેદવારો નારાજ જોવા મળી રહ્યા છે. આના પહેલા શિક્ષણ વિભાગ ધોરણ 6 થી 8 માં નવેમ્બર 2022માં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જ્યારે હવે 2 વર્ષ પછી 2024 માં નવેમ્બરમાં ભરતીની પ્રક્રિયા આધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:

  1. અંબાજી ગેંગરેપ મામલે આરોપીનો સ્કેચ જાહેર, અન્ય પાંચ શખ્સોની શોધખોળ શરૂ
  2. દાદરા નગર હવેલીના યાત્રાળુઓની બસને નડ્યો અકસ્માત : ત્રણના મોત, 12 ઘાયલ

ABOUT THE AUTHOR

...view details