તાપી: આદીવાસીઓના આસ્થાના કેન્દ્રસમા સોનગઢ તાલુકામાં દેવલપાડા ગામે દેવલીમાડી મંદિર આવેલું છે. અહીં ગુજરાતના જ નહીં પરંતુ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી ભક્તો આવી પહોંચે છે, અને ખેતરોમાં પાકેલા અનાજ બજારમાં વહેંચતા પહેલા માતાજીને અર્પણ કરવામાં આવે છે. આ પરંપરા આજે પણ આદિવાસીઓએ જીવિત રાખી તેને પુરા ભક્તિભાવ પૂર્વક અનુસરે છે.
આદિકાળથી ચાલતી પરંપરા: આદિવાસી સમાજના આસ્થાના કેન્દ્ર સમાં દેવલીમાડી મંદિરે માક્ષર સુદ પૂર્ણિમાના દિવસ એટલે કે માતાજીની સાલગીરીના દિવસથી પુરાતન સમયથી મેળો ભરાતો આવ્યો છે. આ દીનેથી અહીં આવતા ભક્તો માતાજીને પોતાના ખેતરોમાં પાકેલા અનાજ, શાકભાજી અર્પણ કરી બજારમાં વહેંચે છે. આ પરંપરા આદિકાળથી ચાલી આવે છે જેને હજુય આદિવાસી સમાજે જાળવી રાખી છે. સાથે અહીં આવતા લોકોની મનોકામના પણ પૂર્ણ થાય છે તેવી લોક વાયકાઓ છે.
આદિકાળથી ચાલતી અનાજ અર્પણ કરવાની અનોખી પરંપરા (Etv Bharat Gujarat) નાનકડા પત્થરની વચ્ચેથી મંદિરે પહોંચવું પડે: દેવલપાડા ગામે ડુંગર પર પણ માતાજી બિરાજેલા છે. જેથી અહી. આવતા લોકો ડુંગર ચઢીને માતાજીના દર્શન કરવા પણ જાય છે અને ઉપર નાનકડા પત્થરની વચ્ચેથી માતાજીના મંદિર સુધી પહોંચવું પડે છે. જે અહીં આવતા લોકો માટે એક રોમાંચક અનુભવ બની રહે છે. અહીં જવા માટે તાપી જિલ્લાના વડામથક વ્યારાથી આશરે 16 કિલોમીટર જેટલું દૂર છે. સાથે અહીં આવતા લોકોને અહીંનું આહલાદક વાતાવણ ગમે છે અને લોકો ચૂલા પર જમવાનું બનાવી જમતા હોય છે.
આદિવાસી સમાજનું આસ્થાનું કેન્દ્ર (Etv Bharat Gujarat) મહારાષ્ટ્રથી પોતાનું અનાજ ચઢાવવા આવેલા સુનીલ ગાવીતે જણાવ્યું હતું કે, 'અમારા વડવાઓના સમયથી અમારું પરિવાર અહીં આવે છે. અહ્યા અમારા ખેતરમાં પાકેલા પાકને અમે ચઢાવ્યા છે. પછીજ અમે તેને પોતાના ઉપયોગમાં અને બજારમાં વહેંચવા માટે આપીયે છીએ. આ અમારી પેઢીઓથી ચાલતું આવેલું કાર્ય છે અને અમે હજુ પણ અહીં આવીએ છીએ.'
આદિવાસી સમાજનું આસ્થાનું કેન્દ્ર (Etv Bharat Gujarat) દેવલીમાડી મંદિરના ટ્રસ્ટી બાલુભાઈ ગામીતે જણાવ્યું હતું કે, 'સમગ્ર આદિવાસી સમાજ આ એક મહત્વનું આસ્થાનું કેંદ્ર છે. આદિકાળથી અહીં આદિવાસી સમાજના લોકો આવે છે. અહીં આવવાનું મુખ્ય કારણ માતાજી કણી શ્વરૂપા કણી કંસરી તરીકે પુજાય છે. તો કણીને મહત્વ આપીને જ્યારે ખેતરમાં પાકની વાવણી કરવી હોય ત્યારે અહીં લોકો બિયારણ લઈને ધરાવવા આવે છે. પછી વાવણી કર્યા પછી જ્યારે પાક તૈયાર થાય પોતાના ઉપયોગમાં લેતા પહેલા માતાજીને ધરાવવા આવે છે. માતાજીનો મહિમા એવો પણ છે કે આદિ અનાદી કાળથી અહીં બિરાજમાન છે. આ દેવસ્થાન પર આજુ બાજુના વિસ્તાર એટલે કે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ લોકો અહી આવે છે.'
અનાજ અર્પણ કરવાની અનોખી પરંપરા (Etv Bharat Gujarat) આ પણ વાંચો:
- પતંગ ઉદ્યોગનું હબ 'નડિયાદ', કારીગરોની પતંગ બનાવવાની અનોખી પદ્ધતિ, જાણો...
- વિશ્વ સાડી દિવસ: એક લાખથી માંડી 25 લાખ સુધીની સાડીઓ પહેરે છે ગરવી ગુજરાતણ