ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat: જૂની પડતર માંગોને લઈને કામરેજ તાલુકા વિકાસ અધિકારીને તલાટીઓએ આવેદન પત્ર આપ્યું

જૂની પડતર માંગોને લઈને કામરેજ તાલુકા વિકાસ અધિકારીને તલાટીઓએ આવેદન પત્ર આપ્યું હતું. જૂની પેન્શન યોજના, ફિક્સ પગાર પ્રથા દૂર કરવ સહિતના પડતર પ્રશ્નો વિશે સરકાર હકારત્મક નીવેડો લાવે જેથી અમારી કામગીરી ઉત્સાહ પૂર્વક બજાવી શકાય જાહેર હિતને લઈ અમારી માંગણી સરકાર દ્વારા સત્વરે સ્વીકારવામાં આવે તેમ તલાટી મંડળ દ્વારા કહેવામાં આવ્યું હતું.

talatis-gave-a-letter-of-appeal-to-kamrej-taluka-development-officer-regarding-the-old-pending-claim
talatis-gave-a-letter-of-appeal-to-kamrej-taluka-development-officer-regarding-the-old-pending-claim

By ETV Bharat Gujarati Team

Published : Feb 17, 2024, 3:12 PM IST

ઉપપ્રમુખ સુરત જિલ્લા તલાટી મહામંડળના મયુર લાખાણી

સુરત: જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ પડતર પ્રશ્નોને લઇ કામરેજ તાલુકા પંચાયત મથકે આવેદન પાઠવ્યું હતું. પડતર પ્રશ્નોને લઈ ભૂતકાળમાં પાંચ મંત્રીઓ સહિતની કમિટી દ્વારા મળેલી બેઠકમાં કેટલાક પ્રશ્નોનો ઉકેલ અપાયો હતો. જ્યારે અમુક પ્રશ્નોનો નીવેડો હાલમાં પણ આવી શક્યો નથી.

લુકા વિકાસ અધિકારીને તલાટીઓએ આવેદન પત્ર આપ્યું

વિવિધ પડતર માંગણીઓને લઈને આવેદન

સમગ્ર રાજ્યના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના મુજબ સમાવેશ કરવો, ફીક્સ પગાર યોજના બંધ કરી પૂરા પગાર સહિત ભરતી કરવી જે પૈકી અમુક માંગણીઓનો ઉકેલ નહી આવતા ગત 5/2/24 ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પત્ર દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી. એપ્રિલ 2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ તેમજ જૂની પેન્શન યોજનાનો લાભ આપવો, કેન્દ્રના ધોરણે સાતમા પગાર પંચના બાકી ભથ્થા ટી.એ ડી. એલાઉન્સ તેમજ વતન પ્રવાસ તેમજ અન્ય લાભો આપવાની માંગણી કરી હતી.

કાળા કપડાં, કાળી પટ્ટી ધારણ કરી આવેદનપત્ર: ઉપપ્રમુખ સુરત જિલ્લા તલાટી મહામંડળના મયુર લાખાણીએ જણાવ્યું હતી કે સુરત જિલ્લા તલાટી મહામંડળ, ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ તેમજ પંચાયત મહામંડળ મોરચા દ્વારા તા. 14 થી 16 ફેબ્રુઆરી કાળા કપડાં, કાળી પટ્ટી ધારણ કરી આવેદનપત્ર આપ્યું હતું. જેથી અમારી માંગણી સરકારને નજરે આવે તેવા પ્રયત્ન કરવામાં આવ્યા છે. ખૂબ જ જૂની માંગણીઓ છે. જૂની પેન્શન યોજના, ફિક્સ પગાર પ્રથા દૂર કરવ સહિતના પડતર પ્રશ્નો વિશે સરકાર હકારત્મક નીવેડો લાવે જેથી અમારી કામગીરી ઉત્સાહ પૂર્વક બજાવી શકાય જાહેર હિતને લઈ અમારી માંગણી સરકાર દ્વારા સત્વરે સ્વીકારવામાં આવે તેમ તલાટી મંડળ દ્વારા કહેવામાં આવ્યું હતું.

  1. Trade Unions Rally: ટ્રેડ યુનિયન દ્વારા રેલી કાઢી બંધ પાળી વિરોધ, ધારાસભ્ય-સાંસદના ઘરે જવાબ માંગવા પણ જશે
  2. Anganwadi Protest: ગુજરાતમાં ઠેર ઠેર આંગણવાડી કર્મચારીઓએ વિરોધ પ્રદર્શનો યોજ્યા

ABOUT THE AUTHOR

...view details