નવી દિલ્હી: આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY) માં તાજેતરમાં 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભલે તેમની આવક ગમે તે હોય. આ ઐતિહાસિક પહેલનો હેતુ અંદાજે 4.5 કરોડ પરિવારોને વ્યાપક આરોગ્ય કવરેજ આપવાનો છે. લગભગ 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને પરિવાર દીઠ 5 લાખ રૂપિયાના સ્વાસ્થ્ય વીમા કવચનો લાભ મળશે.
લાભાર્થીઓ આયુષ્માન ભારત વરિષ્ઠ નાગરિક યોજના માટે વેબસાઈટ પોર્ટલ અને આયુષ્માન એપ દ્વારા અરજી કરી શકે છે.
રજિસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- મોબાઇલ નંબર
- ઈમેલ આઈડી
70 વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્માન કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી?
ઓનલાઇન નોંધણી
વરિષ્ઠ નાગરિકો આયુષ્માન કાર્ડ માટે સત્તાવાર નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA)ની વેબસાઈટ અથવા આયુષ્માન એપ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
NHA પોર્ટલ પર અરજી કેવી રીતે કરવી
NHA લાભાર્થી પોર્ટલ પર જાઓ.
તમારો ફોન નંબર દાખલ કરો, અને OTP વડે ચકાસો.
70+ વયના વરિષ્ઠ નાગરિકો માટેના બેનર પર ક્લિક કરો.
તમારું રાજ્ય, જિલ્લો અને આધાર નંબર આપો
KYC ચકાસણી માટે આધાર OTP નો ઉપયોગ કરો અને તાજેતરનો ફોટોગ્રાફ અપલોડ કરો.
મંજૂરી પછી, 15 મિનિટની અંદર આયુષ્માન વય વંદના કાર્ડ ડાઉનલોડ કરો.
મોબાઇલ એપ્લિકેશન દ્વારા અરજી
તમારા મોબાઇલમાં આયુષ્માન એપ ઇન્સ્ટોલ કરો.
મોબાઈલ નંબર દાખલ કરો, પછી OTP વડે વેરીફાઈ કરો.
મૂળભૂત માહિતી આપો .
તાજેતરનો ફોટો અપલોડ કરો,
લાભાર્થી અને પરિવારના સભ્યોની વિગતો દાખલ કરો, પછી eKYC પ્રક્રિયા પૂર્ણ કરો.
નોંધણી પછી તરત જ કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે.
આ પણ વાંચો: