સુરત :પીપલોદ વિસ્તારમાં નોકરોએ ચોરી કરી હોવાના આરોપ સાથે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે ઉમરા પોલીસ દ્વારા ચોરી કરનાર ત્રણેય આરોપી નોકરોને મધ્યપ્રદેશના રીવા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.
નોકરો બન્યા ચોર :આ અંગે મળતી માહિતી અનુસાર આરોપીઓ ફરિયાદીને ત્યાં નોકર તરીકે કામ કરતા હતા. જોકે, ત્રણ દિવસ પહેલા દાનત બગડતા ત્રણે નોકરો દ્વારા ઘરના બેડરૂમના કબાટમાં મૂકેલા રોકડા રૂપિયા 20 લાખ તથા સોના-ચાંદીના દાગીના જેની કિંમત રૂપિયા 20,57,400 એમ કુલ મળી રૂપિયા 40,57,400ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
સુરતમાં લાખોની ચોરીનો નોકરો પર આરોપ, ત્રણ આરોપી ઝડપાયો (ETV Bharat Gujarat) ત્રણ નોકરો પર ચોરીનો ગુનો :બનાવની જાણ થતાં જ ઉમરા પોલીસ, DCB પોલીસનો કાફલો બનાવવાળી જગ્યાએ આવી પહોંચ્યો અને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં પોલીસે કુલ 5 ટીમો બનાવી હતી, જેમાં ડીસીપી સ્થાનિક પોલીસનો માણસો હતા. જેઓને આરોપીઓના વતન, ઠેકાણા એમ અલગ-અલગ સ્થળે મોકલી આપવામાં આવ્યા હતા.
ત્રણ આરોપી ઝડપાયા :આ બાબતે DCP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, ગત 18 ઓક્ટોબરના રોજ પીપલોદ વિસ્તારમાં એક ફ્લેટમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ હતી. જે મામલે ઉમરા પોલીસે ત્રણેય આરોપી નોકરોને મધ્યપ્રદેશના રીવા ખાતેથી ઝડપી પાડ્યા છે. ચોરી કરવામાં આવેલ સોના-ચાંદીના ઘરેણાં, રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન સહીત કુલ રૂપિયા 72,48,868નો મુદ્દામાલ આરોપીઓ પાસેથી જપ્ત કર્યો છે.
72 લાખનો હાથ માર્યો :આરોપીઓને પકડવા માટે કુલ પાંચ ટીમ બનાવવામાં આવી હતી. જેમાં એક ટીમ પકડાયેલ આરોપી દેવચંદ્રકુમારના વતન બિહારના મધુબની ખાતે મોકલવામાં આવી હતી. આરોપી ત્રણ મહિના પહેલા જ ફરિયાદીને ત્યાં નોકર તરીકે કામ પર લાગ્યો હતો. જોકે, આરોપી ફરિયાદીને ત્યાં છેલ્લા 10 વર્ષથી નોકર તરીકે કામ કરતો હતો. પરંતુ વચ્ચે તે નોકરી માટે અન્ય જગ્યાએ જતો રહેતો હતો. પરંતુ આ વખતે આરોપી નોકરે પોતાના અન્ય સાથી મિત્રો સાથે મળીને બિલ્ડીંગના અન્ય બે લોકોને ત્યાં પણ કામ પર લગાવી આપ્યા હતા. ત્રણેય નોકરોએ મળીને પ્લાન કર્યો હતો.
પોલીસ તપાસ :આરોપીઓના ઠેકાણા અલગ-અલગ હતા. જેથી બીજી ટીમ પટના રેલવે સ્ટેશન ખાતે મોકલવામાં આવી હતી. ત્રીજી ટીમ વારાણસી અને ચોથી ટીમ ઇન્દોર મોકલવામાં આવી હતી. પાંચમી ટીમ શહેરના CCTV ફૂટેજ ચેક કરી રહી હતી. આ પાંચેય ટીમોએ સતત બે દિવસ સુધી નોકર આરોપીઓની શોધખોળ કરવા માટે તપાસ કરી હતી. બે દિવસ બાદ પોલીસને બાતમી મળી કે, આરોપીઓ કડોદરાથી બસ મારફતે મધ્યપ્રદેશના રીવા જઈ રહ્યા છે. જે બાતમીના આધારે એક ટીમ દ્વારા રીવા પોલીસને માહિતી આપતા ત્યાં પહોંચી હતી. તેની સાથે વારાણસી મોકલવામાં આવેલી ટીમ પણ રીવા પહોંચી ચૂકી હતી. જ્યાં ત્રણેય આરોપીઓને બસમાંથી ઉતરતા જ ઝડપી પાડવામાં આવ્યા હતા.
ઘરેણાં અને રોકડ રિકવર :આરોપીઓ પાસેથી ચોરી કરવામાં આવેલા તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત આરોપીઓ દ્વારા રૂપિયા 20 લાખ રોકડની ચોરી કરી હતી. જેમાં પોલીસે રૂપિયા 17,51,500 લાખ રોકડા મળી આવ્યા હતા. હાલ આરોપી દેવચંદ્રકુમાર દેવેન્દ્ર રાય, મુન્ના ઉમેશ રાય અને રત્નેશકુમાર અશોક રાય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
- ફેક્ટરીમાં ભાગીદારી બનાવાની લાલચ આપી રૂપિયા 2.97 કરોડની છેતરપિંડી
- સુરત રેલવે સ્ટેશન પર સોનાની દાણચોરી ! 10 કિલો સોના સાથે બે લોકો ઝડપાયા