સુરત :પુણાગામ વિસ્તારમાં આવેલ આઈ માતા ચોકમાં રહેતા પ્રેમી યુગલે રાત્રે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેમના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની માહિતી મળતા પુનાગાંવ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘરનો દરવાજો તોડી બંને મૃતદેહ બહાર કાઢ્યા હતા.
પ્રેમીયુગલે જીવન ટૂંકાવ્યું :પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આઈ માતા ચોક નજીક DV પાર્ક સોસાયટીમાં રહેતા 33 વર્ષીય યુવક અને 23 વર્ષીય યુવતી દોરડું બાંધીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. પોલીસે દરવાજો તોડીને બંનેના મૃતદેહ બહાર કાઢ્યા, આ દ્રશ્ય જોઈ ત્યાં હાજર લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા.
પોલીસ કાર્યવાહી :પોલીસે ઘટનાસ્થળે પંચનામું હાથ ધર્યું અને બાદમાં બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાયા બાદ અને હુકમસિંહના પરિવારજનોનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. યુવકના પરિવારજનોને જણાવ્યું છે કે, હુકુમસિંહના મૃતદેહને રાજસ્થાન લઈ જવામાં આવશે, જ્યારે યુવતી વિશે પરિવાર તરફથી હજુ સુધી કોઈ માહિતી મળી નથી.
2 વર્ષથી હતો પ્રેમ સંબંધ :પોલીસ સબ ઇન્સ્પેક્ટર દિલુબા બોરાનાએ જણાવ્યું હતું કે, હુકુમ સિંહ અને અનમોલ બંને રાજસ્થાનના વતની છે. હુકમ સિંહ બે બાળકોનો પિતા છે, જ્યારે અનમોલ અપરિણીત હતી. બંને છેલ્લા દોઢ-બે વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. 1 મહિના અગાઉ બંને રાજસ્થાન છોડીને સુરત આવ્યા હતા. બંનેના લગ્ન થયા ન હતા અને સાથે રહેતા હતા. હુકુમસિંહના લગ્ન 16 વર્ષ પહેલા થયા હતા અને જે છોકરી સાથે તેનો પ્રેમ સંબંધ હતો તે તેની સાથે સંબંધ ધરાવતી હતી.
મૃતકનો છેલ્લો મેસેજ :મૃતક હુકુમની બહેને જણાવ્યું કે, ફોટો સાથે તેણે એક મેસેજ પણ મોકલ્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે, આ પપ્પાને મોકલી દેજે. જોકે, બહેન રાત્રે સૂઈ ગઈ હતી અને બીજા દિવસે સવારે આ મેસેજ જોયો હતો. એટલું જ નહીં, મૃતકે મેસેજ કર્યા બાદ પોતાનો મોબાઈલ પણ સ્વિચ ઓફ કરી દીધો હતો. ત્યારબાદ જ્યારે બહેને મેસેજ જોયો ત્યારે તેણે તેને ફોન કર્યો પરંતુ ફોન સ્વીચ ઓફ હતો.
સુરત ભાગીને આવ્યું હતું યુગલ :પોલીસ દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ યુવક અને યુવતી એક મહિના પહેલા સુરત ભાગી ગયા હતા. અહીં આવ્યા બાદ બંનેનો પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર જ્યારે યુવક અને યુવતી ભાગી ગયા ત્યારે પરિવારે તેમની સાથે તમામ સંપર્ક કાપી નાખ્યો હતો, પરંતુ યુવક તેની બહેનના સંપર્કમાં હતો. જેના કારણે તે સુરતમાં રહેતી તેની બહેન અને ભાભી પાસે આવ્યો હતો.
પોલીસ તપાસ શરૂ :યુવક અને યુવતી સગામાં હતા. હુકમસિંહ રાજસ્થાનમાં મોબાઈલની દુકાન ચલાવતો હતો અને સુરતમાં આન્ટીની મિલ શરૂ કરવાનો પ્રયાસ કરતો હતો. હાલ પોલીસને આપઘાતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આ મામલે પુણા પોલીસે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- Surat Suicide : પાલ વિસ્તારમાં 51 વર્ષીય શખ્સે કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં પોલીસ અધિકારીના નામનો કર્યો ઉલ્લેખ
- Surat Crime : ઓલપાડમાં હિટ એન્ડ રનની ઘટના, લારી લઇને ઘેદ જતાં યુવકને અજાણ્યા વાહને અડફેટે લેતાં યુવકનું મોત