ગુજરાત

gujarat

ETV Bharat / state

પલસાણા બાળકી ગેંગ રેપના 2 આરોપી ઝડપાયા, બળાત્કાર બાદ બાળકીનું મોઢું દબાવી કરી હત્યા - Surat Palsana - SURAT PALSANA

પલસાણા તાલુકાના તાતીથૈયામાં ગુમ થયેલ 11 વર્ષીય બાળકીનો મૃતદેહ પોલીસને મળી આવ્યો હતો. આ ઘટનામાં બાળકી સાથે ગેંગરેપ થયો હોવાની હકીકત સામે આવી છે. પોલીસે 2 આરોપીને ઝડપી લઈ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Surat Palsana 11 Years Old Girl Child Neighbors Police 15 Teams

પલસાણા બાળકી ગેંગ રેપના 2 આરોપી ઝડપાયા
પલસાણા બાળકી ગેંગ રેપના 2 આરોપી ઝડપાયા

By ETV Bharat Gujarati Team

Published : Mar 26, 2024, 5:08 PM IST

અત્યંત ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે

સુરતઃ ગત 18મી માર્ચના રોજ તાતીથૈયા વિસ્તારમાં રહેતી 11 વર્ષની બાળકી ગુમ થવાની ઘટનામાં 23મી માર્ચના રોજ બાળકીનો અર્ધનગ્ન મૃતદેહ ઝાડીઝાંખરાં હોય તેવા અવાવર સ્થળેથી મળી આવ્યો હતો. આ ગુનામાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી ગેંગરેપની ફરિયાદ નોંધી છે.

અવાવર સ્થળે એકલતાનો લાભ લઈ ગુનો આચર્યો

બાળકી મીઠી આંબલી ખાવા ગઈ હતીઃ માસૂમ બાળકી મીઠી આંબલી ખાવા ગઈ હતી ત્યારે અવાવર જગ્યાએ 2 પરિચિત યુવાનોએ એકલતાનો લાભ લઈ બાળકી સાથે ગેંગરેપ કર્યો હતો. બળાત્કાર બાદ બાળકીનું મોઢું દબાવી હત્યા કરી આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. પોલીસે શકમંદોની કડક પૂછતાછ કરતાં 2 આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે.

ફોરેન્સિક પીએમઃ બાળકીની ગુમ થવાના દિવસથી જ પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. આ દરમ્યાન 23મી માર્ચના રોજ બાળકીનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં મળી આવતા પોલીસે ફોરેન્સિક પીએમ કરાવતા બાળકી ઉપર બળાત્કાર થયો હોવાની હકીકત બહાર આવી હતી. જે આધારે જિલ્લા પોલીસ વડાએ એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની 15 ટીમ બનાવી સોથી વધુ જગ્યાએ સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી ઉપરાંત ટેકનિકલ અને અંગત બાતમીદારોની મદદ લઈ ઘટનાની આજુબાજુની અલગ અલગ સોસાયટીઓમાં 600થી વધુ ઘરોની તપાસ કરી હતી. આ દરમ્યાન શકમંદોની કડક પૂછતાછ પણ કરવામાં આવી હતી.

પાડોશી જ નીકળ્યા આરોપીઓઃ આ ગુનામાં પોલીસે બાળકીના પાડોશી એવા દિપક કોરી તેમજ અનુજ પાસવાનની કડક પૂછતાછ કરી હતી. બંને આરોપીએ બાળકી સાથે વારાફરતી બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કર્યાની કબૂલાત કરી હતી. પકડાઈ જવાની બીકે બાળકીની હત્યા કરી તેનો મૃતદેહ ઝાડીમાં છુપાવી દીધો હતો. પોલીસે તેમની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવના દિવસે આરોપી દિપક પાવર કાપ હોવાથી નોકરી પર ગયો ન હતો જ્યારે અનુજ પાસવાન રાત્રિ પાળીમાં નોકરી કરી રૂમ ઉપર આવ્યો હતો. બંને મિત્રો બનાવ વાળી જગ્યાએ શેરડીના ખેતર નજીક બેઠા હતા. આ દરમ્યાન મીઠી આંબલી ખાવા ગયેલી બાળકી ઉપર નજર બગાડી તેમણે ઘટનાને અંજામ આપ્યો હતો.

આ જઘન્ય કૃત્ય હોવાથી પોલીસે અલગ અલગ 15 જેટલી ટીમો કાર્યરત કરી હતી. 2 શકમંદોની પૂછપરછ કરતાં તેમણે જ આ કૃત્ય કર્યું હોવાની કબૂલાત કરી હતી. તમામ પ્રકારના એવિડન્સને ધ્યાનમાં લઈ હાલ પોલીસે હત્યા ઉપરાંત ગેંગરેપ અને પોકસોની કલમનો ઉમેરો કરેલો છે. તપાસ માટે પ્રોબેશન આઈપીએસ પ્રતિભા ગોદાળાની અધ્યક્ષતામાં એક ટીમની રચના કરવામાં આવી છે. જેમ બને તેમ ઝડપથી ચાર્જશીટ દાખલ કરી તમામ પ્રકારના પુરાવા એકત્રિત કરી આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે...હિતેશ જોયસર(જિલ્લા પોલીસ વડા, સુરત ગ્રામ્ય)

  1. પલસાણામાં બાળકી પર બળાત્કાર કેસના પીએમ રીપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, આરોપીઓ નજર સામે છતાં પોલીસ ઓળખી ન શકી - Surat Crime News
  2. Minor Gang Rape: 9 વર્ષની બાળકી ઉપર 15 અને 17 વર્ષના તરુણોએ વારંવાર ગેંગરેપ ગુજાર્યો

ABOUT THE AUTHOR

...view details