સુરત : અન્સારી અંસારી કેન્સરના ચોથા સ્ટેજમાં છે તેમ છતાં દૃઢ નિશ્ચય સાથે તે બોર્ડની પરીક્ષા આપી રહી છે. અંજલિના અન્સારીએ અસહ્ય પીડા અને કીમોથેરાપી સામે હાર માની નથી. તે દરરોજ પેઈન કિલર અને કેન્સરની દવાઓ ખાઈ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહી છે. 2 મહિના પહેલા જ અંજલિના અન્સારીને ખબર પડી કે તે કેન્સરથી પીડિત છે. અસહ્ય પીડા છતાં પણ અંજલિના અન્સારીએ હાર ન માની અને બોર્ડની પરીક્ષા આપવાનું નક્કી કર્યું. અંજલિના અન્સારીને પૂર્ણવિશ્વાસ છે કે તે એક દિવસ કેન્સરને માત આપીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનશે.
એસ્ટ્રોસાયટોમા કેન્સર: ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, વિદ્યાર્થીઓએ આખું વર્ષ બોર્ડની પરીક્ષા માટે મહેનત કરી છે. જેમાં સુરતની અંજલિના અન્સારી પણ છે જે પરીક્ષા માટે અંજલિના અન્સારીએ એક વર્ષ તૈયારી કરી હતી. તેને પરીક્ષાના બે મહિના પહેલા જ ખબર પડી કે તેને એસ્ટ્રોસાયટોમા કેન્સર છે. અંજલિના અન્સારી તેના માતાપિતાને પગના દુખાવાની ફરિયાદ કરતી હતી. શરૂઆતમાં ડોક્ટરોએ કહ્યું હતું કે કેલ્શિયમ ઓછું હોઈ શકે છે. પરંતુ બાદમાં જ્યારે વિગતવાર રિપોર્ટ આવી તો જાણવા મળ્યું કે તે એસ્ટ્રોસાયટોમા કેન્સરના બીજા સ્ટેજમાં છે. અંજલિના અન્સારીને સુરતમાં કીમોથેરાપી આપવામાં આવી રહી હતી. પરંતુ તેના શરીર પર તેની કોઈ અસર થતી ન હતી. જેના કારણે માતાપિતા ખૂબ જ ચિંતિત હતાં અને તેઓએ મુંબઈમાં કીમોથેરાપી કરાવવાનું શરૂ કર્યું હતું.
દવા લેતાં લેતાં પરીક્ષા આપી :12 કોમર્સ અભ્યાસ કરતી અંજલિના અન્સારીને બે મહિના પહેલાં જ ફોર્થ સ્ટેજનું એસ્ટ્રોસાઇટોમા કેન્સર ડિટેક્ટ થયું હતું. અંજલિનાએ મેડિકલ ટીમની હાજરી વચ્ચે પરીક્ષા આપી રહી છે. પરીક્ષા પહેલા તેને અસહ્ય દુઃખાવો ઉપડ્યો હતો. દુખાવો સહન ન થતાં તેણે રડતાંરડતાં અને દવા લેતાંલેતાં પરીક્ષાની તૈયારીઓ કરી છે. એટલું જ નહીં, પરીક્ષા સમયે જ અંજલિના કિમોથેરાપી લેવાની હતી પરંતુ પરીક્ષાને ધ્યાનમાં રાખી તે કીમો લેવા માટે મુંબઈ ગઈ નહોતી.