સુરત :માંગરોળ તાલુકામાં એક ચકચારી હત્યાની ઘટના સામે આવી છે. કિમ-ઓલપાડ સ્ટેટ હાઈવે પર નવાપરા ગામ નજીકથી મોડી રાત્રે એક પરપ્રાંતીય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ અભિયાન શરૂ કર્યું છે.
માંગરોળમાં મળ્યો યુવકનો મૃતદેહ :સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં કિમ-ઓલપાડ સ્ટેટ હાઈવે પર નવાપરા ગામ નજીકથી મોડી રાત્રે એક પરપ્રાંતીય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મૃતક યુવકની હત્યા પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંકી કરવામાં આવી છે. પોલીસે વિવિધ ટીમો બનાવીને આરોપીને પકડવા માટે વ્યાપક તપાસ અભિયાન શરૂ કર્યું છે.
માંગરોળમાં મળ્યો પરપ્રાંતિય યુવકનો મૃતદેહ (Etv Bharat Gujarat) લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાનું અનુમાન :ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સુરત ગ્રામ્ય DYSP આર. આર. સરવૈયા, સુરત જિલ્લા એલસીબી PI આર. બી. ભટોળ, સુરત જિલ્લા SOG PI બી. જી. ઈશરાણી અને કોસંબા પોલીસ મથકના PI ડી. એલ. ખાચર સહિતના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.
"મોડી રાત્રે માંગરોળના નવાપરા ગામ નજીક સ્ટેટ હાઇવે પરથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. હત્યા થઈ હોવાની શક્યતા છે. આસપાસ વિસ્તારના CCTV ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે" -- આર. આર. સરવૈયા (DYSP, સુરત ગ્રામ્ય)
પોલીસ ટીમો દ્વારા તપાસ શરુ :પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટના ઇરાદે યુવકની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે અજાણ્યા હત્યારાઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હત્યારાઓને પકડવા માટે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે. સાથે જ મૃતક યુવકના વાલી-વારસની ઓળખ માટે પણ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
- સુરતમાં 9 વર્ષની બાળકીનું જમતા-જમતા મોતઃ ઘરે એકલી હતી ત્યારે બની ઘટના
- સુરત: પ્રેમી સાથે વાત કરતી યુવતીને પિતાએ ઠપકો આપતા આપઘાતનો પ્રયાસ