સુરત :સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી ગંભીર સમાચાર સામે આવ્યા છે. નરેણ આશ્રમ શાળાના આચાર્યની ધરપકડ કરવામાં આવી છે, તેના પર બાળકીઓ સાથે શારીરિક અડપલાં કરવાનો આરોપી છે.
લંપટ આચાર્યની કરતૂત :આ અંગે મળતી માહિતી અનુસાર માંડવી તાલુકાની નરેણ આશ્રમશાળામાં વર્ષ 2003 થી શિક્ષક તરીકે અને 2013 માં આચાર્ય તરીકે ફરજ બજાવતા નવસારીના યોગેશભાઈ નાથુભાઈ પટેલ સામે માંડવી પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધવામાં આવી છે.
માંડવીના લંપટ આચાર્યની ધરપકડ (ETV Bharat Gujarat) બાળકીઓ સાથે કર્યા અડપલાં :આચાર્ય પર આક્ષેપ છે કે તેઓ આશ્રમ શાળામાં ભણતી બાળકીઓને પોતાના અંગત કામ માટે બોલાવતા હતા, તે દરમિયાન શારીરિક અડપલાં કરતા હતા. આથી વિદ્યાર્થીનીએ આ અંગે ગૃહ માતાને જાણ કરી હતી. તેમણે આશ્રમ શાળા અધિકારીને જાણ કરતા તેઓએ સ્થળ પહોંચી આચાર્ય સામે કાર્યવાહી કરી હતી. પોલીસે લંપટ આચાર્ય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે આચાર્ય યોગેશ પટેલની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.
આરોપી આચાર્યની ધરપકડ : નરેન આશ્રમ શાળામાં કુલ 80 વિદ્યાર્થિની છે. જેમાંથી મોટાભાગની વિદ્યાર્થિનીઓ સાથે આચાર્યએ છેડતી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે હાલ પોલીસે 4 વિદ્યાર્થિનીને ભોગ બનનાર તરીકે રાખી છે. તેમજ અન્ય વિદ્યાર્થિનીઓની પૂછપરછ ચાલી રહી છે. આરોપી યોગેશ પટેલ છેલ્લા 10 વર્ષથી આશ્રમ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. હજુ કેટલી વિદ્યાર્થિનીને આચાર્યએ હવસનો શિકાર બનાવી છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
(દુષ્કર્મ અને શારીરિક શોષણના કિસ્સાઓમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર અહીંયા પીડિતની ઓળખ તેમની ગોપનીયતાને ધ્યાનમાં રાખીને ગુપ્ત રાખવામાં આવી છે.)
- સુરતમાં 9 વર્ષની સગીરા સાથે ઢગાએ કર્યા અડપલા, પોલીસે કરી ધરપકડ
- સુરતમાં સગીરા સાથે દુષ્કર્મનો મામલો, 2 આરોપીને પોલીસે ઝડપી લીધા