સુરત:શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર CISF ના જવાને પોતાના પેટમાં પોતાની જ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી છે. જોકે આ સંપૂર્ણ ઘટના આત્મહત્યા કે અકસ્માત છે તે મામલે હાલ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.
આ સંપૂર્ણ ઘટના બાબતે એસીપી એન.પી. ગોહિલે જણાવ્યું હતું કે, 'સુરત એરપોર્ટ પર 4 ડિસેમ્બરની બપોરે 2:15 વાગ્યાની આસપાસ એક એક્સિડેન્ટલ ડેથનો બનાવ બન્યો છે. જે મામલે ડુમસ પોલીસ સ્ટેશન એડી દાખલ કરવામાં આવ્યું છે. જેમાં એક CISF ના PSI કિશનસિંગ મલસીંગ કન્વર એરપોર્ટ પર પોસ્ટેડ હતા. તેમણે એરપોર્ટના ડિપાચર ગેટની બાજુમાં આવેલા મેલ ટોયલેટમાં પોતાની સર્વિસ રિવોલ્વરથી પોતાના પેટના ભાગે ગોળી મારી હતી.'
આત્મહત્યા કે અકસ્માત છે તે મામલે હાલ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે (Etv Bharat Gujarat) વધુમાં જણાવતા એસીપી ગોહિલે કહ્યું કે, 'ફાયરિંગનો અવાજ આવતા આસપાસના તમામ સિક્યુરિટી ગાર્ડ તેમજ ઓફિસર દોડી આવ્યા હતા. તેમના સર્વિસ રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ થયું હતું. જોકે CISF ત્યાં ગંભીર અવસ્થામાં ઈજાગ્રસ્ત હોવાને કારણે તેને સારવાર માટે તાત્કાલિક એરપોર્ટની એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.'
બનાવ અંગે માહિતી આપતા એસીપી ગોહિલે કહ્યું કે, 'આ બનવા આત્મહત્યા છે કે અકસ્માત તે મામલે હાલ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. મૃતક PSI CISF માં વર્ષ 2015માં ASI તરીકે CISF માં ભરતી થયા હતા. તેઓ હાલ 32 વર્ષની ઉંમરના હતા. બે વર્ષ પહેલાં તેમને PSI નું પ્રમોશન આપવામાં આવ્યું હતું. પ્રમોશન લઈ તેઓ મુંબઈ એરપોર્ટ ઉપર ફરજ બજાવતા હતા. ત્યાંથી હાલ થોડા સમય પહેલા સુરત એરપોર્ટ ઉપર તેમનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું.'
આ પણ વાંચો:
- હવે કચ્છ એક્સપ્રેસમાં 'દારૂ લ્યો દારૂ...', ટ્રેનમાં દારૂ વેચતી બે મહિલાનો વીડિયો વાયરલ
- 2007ના જૂનાગઢ ચકચારી દુષ્કર્મ કેસનો દોષિત પેરોલ જંપ કરીને ફરાર, પોલીસ દોડતી થઈ