ગુજરાત

gujarat

ETV Bharat / state

મહારાષ્ટ્રના ધરણગાંવમાં લૂંટની ઘટના, વોન્ટેડ આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો - SURAT NEWS

મહારાષ્ટ્રના ધરણગાંવમાં રૂપિયા 1.60 કરોડના લૂંટ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને વરાછાના અશ્વિનીકુમાર રોડ ઉપરથી ઝડપી પાડ્યો છે.

મહારાષ્ટ્રના ધરણગાંવમાં લૂંટની ઘટનાનો આરોપી ઝડપાયો
મહારાષ્ટ્રના ધરણગાંવમાં લૂંટની ઘટનાનો આરોપી ઝડપાયો (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 27, 2024, 11:49 AM IST

Updated : Dec 27, 2024, 12:00 PM IST

સુરત: મહારાષ્ટ્રના ધરણગાંવમાં રૂપિયા 1.60 કરોડના લૂંટની ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી ટીલુસિંહ ઉર્ફે ગુરુરાજુસિંહ ટાંકને વરાછાના અશ્વિનીકુમાર રોડ ઉપરથી ઝડપી પાડ્યો છે. આરોપી ટીલુસિંહ ગત ફેબ્રુઆરીમાં ધરણગાંવની ચકચારી 1.60 કરોડની બેન્ક લૂંટમાં વોન્ટેડ હતો. તે ઉપરાંત મહારાષ્ટ્રમાં 16 ગુનામાં વોન્ટેડ આરોપી પણ હતો.

શું છે સમગ્ર ઘટના જાણો:મહારાષ્ટ્રના ધરણગાંવમાં રૂપિયા 1.60 કરોડના લૂંટ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી ટીલુસિંહ ઉર્ફે ગુરુરાજુસિંહ ટાંકને વરાછાના અશ્વિનીકુમાર રોડ ઉપરથી ઝડપી પાડ્યો છે.

મહારાષ્ટ્રના ધરણગાંવમાં લૂંટની ઘટનાનો આરોપી ઝડપાયો (Etv Bharat Gujarat)

લૂંટ કરનાર આરોપી ઝડપાયો: આ બાબતે ક્રાઈમ બ્રાન્ચના PI કે.આઈ.મોદી એ જણાવ્યું કે, 'મહારાષ્ટ્રના ધરણગાંવમાં ફેબ્રુઆરી મહિનામાં એક્સિસ બેન્કમાંથી 1.60 કરોડ લઈ બીજી શાખામાં જમા કરવા નીકળેલા કર્મચારીઓની બેન્ક વેનને આગળ પાછળથી બે કારથી ટક્કર મારી દિલધડક લૂંટ કરનાર મુંબઈના રીઢા ગુનેગાર ટીલુસિંગ ટાંકની સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આ આરોપી મહારાષ્ટ્રમાં 16 ગુનામાં વોન્ટેડ હતો.'

17મી ફેબ્રુઆરીના રોજની ઘટના: ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે 32 વર્ષીય ટીલુસિંહ ઉર્ફે ગુરુરાજુસિંહ ટાંકને વરાછા અશ્વિનીકુમાર ત્રણ પાનના વડ પાસેથી ઝડપી પાડ્યો છે. આરોપીએ પોતાના સાગરીતો સાથે મળીને ગત તારીખ 17મી ફેબ્રુઆરીના રોજ એક્સિસ બેન્કના કર્મચારીએ એક કારમાં રોકડા 1.60 કરોડ રૂપિયા બીજી શાખામાં જમા કરવા જઈ રહ્યા હતા. તે વખતે હાઈવે પર ટીલુસિંહ અને તેની ગેંગે બે કાર વડે પીછો કરી આગળ પાછળથી ટક્કર મારી આ રોકડ લૂંટી લીધી હતી. આ લૂંટમાંથી તેને 23 લાખનો હિસ્સો મળ્યો હતો. બેન્કમાં લૂંટ કરવા માટે તસ્કર આ ટોળકીએ બંને કાર ચોરી કરી હતી. તે સાથે જ લૂંટ કરવા હથિયારો ખરીદવા ધરણગાંવ, ચોપડા અને ફૈઝપુરમાં ચોરી કરી નાણાં ભેગા કર્યા હતા. હાલ સમગ્ર ઘટનામાં વધુ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો:

  1. ખાવી હતી માછલી પણ... કરી નાખ્યો મગરનો શિકાર, ચાર આરોપીની કરી ધરપકડ
  2. સમલૈંગિક સંબંધોમાં ગર્ભવતી પરિણીતાએ પતિને છોડ્યો, પતિએ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો
Last Updated : Dec 27, 2024, 12:00 PM IST

ABOUT THE AUTHOR

...view details