ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં યોજાયો પ્રેરણાદાયી લગ્ન સમારોહ: 3000 લોકોએ લીધો અંગદાનનો સંકલ્પ - SURAT NEWS

સુરતના અમરોલી એક અનોખો લગ્ન સમારોહ યોજાયો. જેમાં અંગદાન અને રક્તદાનનો સંદેશ આપવામાં આવ્યો. સાથે જ અહીં ઉપસ્થિત 3,000 લોકોએ અંગદાનનો સંકલ્પ લીધો.

સુરતમાં યોજાયો પ્રેરણાદાયી લગ્ન સમારોહ
સુરતમાં યોજાયો પ્રેરણાદાયી લગ્ન સમારોહ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 20, 2025, 7:34 AM IST

સુરત :અમરોલી વિસ્તારમાં એક અનોખા લગ્ન સમારોહનું આયોજન થયું, જેમાં સનાતન ધર્મ ભક્તિ, રાષ્ટ્રભક્તિ અને અંગદાન જાગૃતિનો સમન્વય જોવા મળ્યો. છાપરાભાઠા વિસ્તારના ટાંક પરિવાર અને ગઢપુર વિસ્તારના તળાવિયા પરિવારના લગ્ન પ્રસંગમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા અંગદાન જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું.

મિલન તળાવિયાના અનોખો લગ્ન :વરરાજા મિલન તળાવિયા અને મયુર ટાંકે પ્લેકાર્ડ સાથે પ્રવેશ કર્યો અને લગ્નવિધિ પહેલાં તમામ મહેમાનો સાથે સામૂહિક રાષ્ટ્રગીત અને હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો. આ અનોખા આયોજનમાં કુલ 3000થી વધુ લોકોએ અંગદાનનો સંકલ્પ લીધો હતો.

હાસ્ય કલાકાર મિલન તળાવિયાનો સંદેશ (ETV Bharat Gujarat)

અંગદાન અને રક્તદાનનો સંદેશ આપ્યો :આ કાર્યક્રમમાં વિપુલભાઈ તળાવિયા, નીતિનભાઈ ધમાલિયા સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું સોશિયલ આર્મી ગ્રુપ દ્વારા લાઇવ બ્લડ બેંક અંતર્ગત રક્તદાન માટે પણ જાગૃતિ ફેલાવવામાં આવી. આ રીતે એક લગ્ન પ્રસંગને સામાજિક જાગૃતિના માધ્યમ તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યો, જેમાં મૃત્યુ પછી પણ અન્ય લોકોના જીવન બચાવી શકાય તેવો સંદેશ આપવામાં આવ્યો.

"આપણા વ્યક્તિના મૃત્યુ પછી પણ અન્ય લોકોના જીવન દીપાવી ઉપયોગી થઇ શકાય છે. ઘણા લોકોને પોતાના અંગનું દાન કરીને જીવન જીવવામાં મદદરૂપ થઈ શકાય છે." -- મિલન તળાવિયા (હાસ્ય કલાકાર)

સોશિયલ આર્મી ગ્રુપ અને સુદામા ગ્રુપની પહેલ :આ સંસ્થા વતી વિપુલભાઈ તળાવિયા, નીતિન ધમાલિયા, વિપુલ બુહા, વિશાલભાઈ બેલડીયા, સતીશભાઈ ભંડેરી, રોનકભાઈ ઘેલાણી, મિલનભાઈ કાનાણી, યોગીભાઈ, ભૌતિકભાઈ, પાર્થભાઈ સુદામા, સોશિયલ આર્મી ગ્રુપ અને સુદામા ગ્રુપના સભ્યો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાન સાથે નવ યુગલને આશીર્વાદ આપ્યા હતા. સાથે સાથે સોશિયલ આર્મી ગ્રુપ સંચાલિત લાઇવ બ્લડ બેંક અંતર્ગત લોકોને રક્તદાન માટે જાગૃત કરવામાં આવ્યા હતા.

  1. ધોરાજીમાં ચક્ષુદાન-સ્કીન ડોનેશન માટે 65 વર્ષીય રામજીભાઈના પરિજનોનો નિર્ણય
  2. નવું વર્ષ લાવ્યું 5 વ્યક્તિઓ માટે જીવનદાનઃ જુનાગઢના બ્રેઈન ડેડ મહિલાનું અંગદાન

ABOUT THE AUTHOR

...view details