સુરત: કોરોના પહેલા સુરત એરપોર્ટથી વર્ષે 16 લાખની આસપાસ યાત્રીઓએ પ્રવાસ કર્યો હતો. જે આંકડો હાલ ફ્લાઈટની સંખ્યા ઓછી હોવા છતાં 13 લાખથી વધુનો છે. જેમાં શારજાહ અને દુબઈ વચ્ચે ચાલતી ફ્લાઈટના યાત્રીઓનો પણ સમાવેશ થાય છે. સુરત એરપોર્ટથી હજી બીજી ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવાની ચાલતી વાતો વચ્ચે ડોમેસ્ટિક ફ્લાઈટની ઘટી રહેલી સંખ્યા હાલ ચિંતાનો વિષય બની છે. સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે એરલાઈન્સ કંપનીને પૂરતી સુવિધાઓ મળતી નહીં હોવાથી તેઓ અહીં આવવા માટે રસ દાખવી રહી નહી હોવાનું જાણકારોનું કહેવું છે. આમ, ઓછી ફ્લાઈટને કારણે એરલાઈન્સ કંપની સામે પ્રતિસ્પર્ધી નહીં હોવાથી સુરતના યાત્રીઓને વધુ ભાવ આપી પણ પ્રવાસ કરવો પડે છે.
એક સમયે સુરત-દિલ્હી વચ્ચે નવ ફફ્લાઈટ હતી: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ સાથે સંકળાયેલા સૂત્રોના કહેવા મુજબ, યાત્રીઓનો રસ જોતા હાલ સુરત-દિલ્હી વચ્ચે 10 ફલાઈટ હોવી જોઈએ. પરંતુ પાંચ કલાઈટ ચાલી રહી છે. એક સમયે સુરત-દિલ્હી વચ્ચે નવ ફલાઈટ એટલે કે 18 ફ્લાઈટની મુવમેન્ટ હતી. અગાઉ હૈદરાબાદની ચાર ફફ્લાઈટ હતી, જે હવે ત્રણ છે. જોકે, આ ત્રણેય ફ્લાઈટ નિયમિત નથી. કોલકાતાની ત્રણ ફલાઈટ હતી. જે હવે ફક્ત એક છે. તે પણ વાયા જયપુર છે. ચેન્નઈ અને ગોવાની અગાઉ બે ફલાઈટ હતી, જે હવે એક-એક છે. મુંબઈ ફલાઈટ તો બંધ જ થઈ ગઈ છે. જેને શરૂ કરવા માટે ચેમ્બર અને હીરા વેપારીઓ દ્વારા રજુઆત પણ કરવામાં આવી હતી.
એરલાઈન્સ કંપનીઓને આકર્ષવા માટે સુવિધા આપવી જરૂરી: સુરત એરપોર્ટ ખાતે એટીસી 24x7 નથી. જેની પાછળનું કારણ સ્ટાફની ઘટ છે. જેને લીધે એરપોર્ટ ઓર્થોરિટી એરલાઈન્સ કંપનીને મનગમતો સ્લોટ આપી શકતી નથી. પરિણામ સ્વરૂપ સુરતથી વધુ ફ્લાઈટની મુવમેન્ટ સામે અવરોધ ઊભો થઈ રહ્યો છે. આજ રીતે સુરત એરપોર્ટનો રનવે લાંબો નથી. પીટીટીનું કામ હજી પણ સંપર્ણ થઈ શક્યું નથી. એરલાઈન્સ કંપની સુરત આવે તે પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં તંત્ર ઉદાસીન હોય તે પ્રકારનું ચિત્ર જોવા મળી રહ્યુ છે. લોન્જ તેમજ ખાણી-પીણીની સામગ્રી સરળતાથી મળી રહે તેવી સુવિધા નથી. આમ, એરલાઈન્સ કંપનીઓને આકર્ષવા માટે તંત્રએ મહત્ત્વપુર્ણ સુવિધા પુરી પાડવી ખૂબ જરૂરી છે.
સુરત અને આ શહેર-દેશ વચ્ચે ચાલતી ફ્લાઈટ