સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો જૂનાગઢઃ સુપ્રીમ કોર્ટે ઈલેક્ટ્રોલ બોન્ડ સંદર્ભે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો. પાછલા કેટલાક વર્ષોથી સુપ્રીમ કોર્ટમાં આ કેસ પેન્ડિંગ હતો. જેમાં ગઈકાલે સીજેઆઈ ચંદ્રચુડની સંયુક્ત બેન્ચે ઈલેક્ટ્રોલ બોન્ડને રદ જાહેર કર્યા. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસે પણ ખૂબ જ આવકાર્યો છે. બંને રાજકીય પક્ષો માની રહ્યા છે કે ઈલેક્ટ્રોલ બોન્ડને લઈને રાજકીય પાર્ટીઓમાં કાળું નાણું આવવાની સાથે કેટલાક બેનામી વ્યવહારો પણ થતા હતા. આ આર્થિક વ્યવહારો સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને લીધે બંધ થશે.
સુપ્રીમ કોર્ટ નું અવલોકનઃ સુપ્રીમ કોર્ટે સમગ્ર મામલે અવલોકન કર્યુ કે, ઈલેક્ટ્રરોલ બોન્ડ રાજકીય પક્ષોને કયા સોર્સથી અને કોણે આપ્યા છે તેની વિગતો પ્રકાશિત થવી જોઈએ. રાજકીય પાર્ટીઓ જે લોકો પાસેથી મત મેળવે છે. તેમને આ પ્રકારની વિગતો જાણવાનો ચોક્કસ અધિકાર છે. જેને કોઈ પણ સરકાર દબાવી ન શકે. સુપ્રીમ કોર્ટે એવો પણ આદેશ કર્યો છે કે, બેન્કો ઈલેક્ટ્રોલ બોન્ડની તમામ વિગતો ચૂંટણી પંચને તાકિદે પૂરી પાડે. બેન્કો પાસેથી મળેલી તમામ વિગતો ચૂંટણી પંચ દ્વારા મતદાતાઓ માટે જાહેર કરવામાં આવે.
કૉંગ્રેસની વર્ષો જૂની માંગઃ ઈલેક્ટ્રોલ બોન્ડ સંદર્ભે કૉંગ્રેસનું રાષ્ટ્રીય નેતૃત્વ પણ વર્ષ 2018થી સતત પ્રશ્નો ઉઠાવી રહ્યું હતું. ઈલેક્ટ્રોલ બોન્ડને રાજકીય પક્ષો દ્વારા ગેરકાયદેસર નાણાં એકઠા કરવાનો ટૂંકા રસ્તો કૉંગ્રેસ ગણાવી રહી હતી. 8 વર્ષની લાંબી કાયદાકીય લડાઈ અંતે સુપ્રીમ કોર્ટે પણ ઈલેક્ટ્રોલ બોન્ડને રદ કર્યા છે. જેને તમામ વિરોધ પક્ષો આવકારી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટી 2018માં ઈલેક્ટ્રોલ બોન્ડનો આ કાળો કાયદો લાવી હતી. સુપ્રીમ કોર્ટે આ ઈલેક્ટ્રોલ બોન્ડને ગેરલાયક ઠેરવ્યા છે. પાપ અને ભ્રષ્ટાચાર કરવા માટે જે કાળો કાયદો ઘડવામાં આવ્યો હતો તેને સુપ્રીમ કોર્ટે ગેરલાયક ઠેરવીને બહુ મહત્વનો નિર્ણય લીધો છે...રેશ્મા પટેલ(મહિલા પ્રમુખ, આમ આદમી પાર્ટી)
ઈલેક્ટ્રોલ બોન્ડથી રાજકીય પક્ષો બેનામી સ્ત્રોતથી નાણાં એકત્ર કરતા અને તેની કોઈ માહિતી રજૂ કરતા નહતા. જો કે સુપ્રીમ કોર્ટે જે નિર્ણય લીધો છે તેને હું કૉંગ્રેસના પ્રતિનિધી અને જૂનાગઢ શહેર કૉંગ્રેસ પ્રમુખ તરીકે આવકારું છું...મનોજ જોશી (શહેર કૉંગ્રેસ પ્રમુખ, જૂનાગઢ)
- NCP Rift: ચૂંટણી પંચના નિર્ણય સામે શરદ પવારની અરજી પર સુપ્રીમ કોર્ટ તાકીદે સુનાવણી કરશે
- Electoral Bonds Scheme : સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રોરલ બોન્ડ યોજના રદ કરી