ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતના ખેડૂતો માટે ઘઉંના ટેકાના ભાવ થયા જાહેરઃ ઓનલાઈન નોંધણી માટે આ છે જરૂરી ડોક્યુમેન્ટ્સ - MSP OF WHEAT FARMERS

ખેડૂતો તા.01 જાન્યુઆરી 2025થી ઓનલાઇન નોંધણી કરાવી શકશે... MSP of Wheat Farmers

ગુજરાતના ખેડૂતો માટે ઘઉંના ટેકાના ભાવ થયા જાહેર
ગુજરાતના ખેડૂતો માટે ઘઉંના ટેકાના ભાવ થયા જાહેર (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 9 hours ago

ગાંધીનગરઃખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી “રવિ માર્કેટીંગ સીઝન 2025-26” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જે અન્વયે રૂ. 2425 પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવશે. લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં ગ્રામીણ કક્ષાએ VCE મારફતે તા 01 જાન્યુઆરી 2025થી કરવામાં આવશે. ખેડૂતોને મુશ્કેલી જણાય તો તે માટે સરકારે હેલ્પલાઈન નંબર સહિત શું વ્યવસ્થાઓ કરી છે આવો જાણીએ.

કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે?

સરકારે જાહેર કરેલી વિગતો પ્રમાણે, આ ઓનલાઇન નોંધણી માટે ખેડૂતની આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7/12, 8-અની નકલ, ગામ નમૂના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત જેમ કે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ જેવા જરૂરી પુરાવા સાથે રાખવાના રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા હોય તો આ માટે ઓનલાઇન નોંધણી કરવી ફરજિયાત છે.

ખેડૂતોનું થશે બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન, હેલ્પલાઈન નંબર પણ જાહેર

વધુમાં, ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ-ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે. નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટસ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ-કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવાની રહેશે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો તેવા કિસ્સામાં ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ પણ નહીં કરવામાં આવે. નોંધણી બાબતે કોઇ મુશકેલી જણાય તો હેલ્પલાઈન નંબર 8511171718 તથા 8511171719 ઉપર સંપર્ક કરવા, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા જણાવવામાં આવ્યું છે.

  1. 'આખી જિંદગી ખાદી બનાવી', વણકર પરિવારે જણાવી ખાદીની અત્યાર સુધીની સફર
  2. ગુજરાતના 5 રસ્તાઓના રિસરફેસિંગ માટે CMએ ફાળવ્યા 131 કરોડ, જાણો કયા રોડ ફરી ચકાચક બનશે?

ABOUT THE AUTHOR

...view details