ગાંધીનગર: ગત 29 જુલાઈ, 2024ના રોજ ગૃહમાં સભા યોજાઇ હતી. આ દરમિયાન રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના એક પ્રશ્નના વળતાં જવાબ તરીકે જળશક્તિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રાજભૂષણ ચૌધરીએ ઉત્તર આપ્યો હતો. જેમાં તેમણે જવાબમાં માહિતી આપી હતી કે, કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વરસાદી પાણીના સંગ્રહ માટે જળશક્તિ અભિયાન હેઠળ ગુજરાત રાજ્યને કુલ રૂપિયા 4,369 કરોડ આપ્યા છે. અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (અમૃત 2.0) હેઠળ ગુજરાત માટે જળાશયોના નવસર્જન માટે રૂપિયા 651 કરોડના ખર્ચે 188 પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. જ્યારે વોટરશેડ ડેવલપમેન્ટ કમ્પોનેન્ટ ઓફ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ, કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણેક વર્ષ ઉપરાંતના ગાળામાં ગુજરાત માટે કુલ રૂપિયા 218 કરોડ આપ્યા છે.
'જળશક્તિ અભિયાનઃ કેચ ધ રેઈન':આ માહિતી આપતા દરમિયાન જળશક્તિ રાજ્યમંત્રીએ એ પણ ઉલ્લેખ કર્યો હતો કે, 'જળશક્તિ અભિયાનઃ કેચ ધ રેઈન' પ્રોગ્રામ હેઠળ ગુજરાતમાં 2,855 જળ સંચય અને વરસાદી પાણીના સંગ્રહના કામો પૂર્ણ થઈ ચૂક્યા છે, તેમજ 3,305 પરંપરાગત જળાશયોનું નવસર્જન કરાયું છે તથા 6,009 પુનઃવપરાશ તથા રિચાર્જ માળખાની સ્થાપના કરવા ઉપરાંત વોટરશેડ વિકાસના 15,848 કામો પૂર્ણ કરાયા છે.
પરિમલ નથવાણીએ પૂછેલ પ્રશ્ન: તમને જણાવી દઈએ કે, પરિમલ નથવાણી વરસાદી પાણીના સંગ્રહને પ્રોત્સાહિત કરવા શહેરી તેમજ ગ્રામિણ સ્તરે હાથ ધરાયેલી કામગીરીની વિગતો ઉપરાંત વિવિધ યોજનાઓ હેઠળ કરાયેલી ફંડની ફાળવણી તેમજ વરસાદી પાણીના સંગ્રહને પ્રોત્સાહિત કરવા રાજ્યોને કોઈ ઈન્સેન્ટિવ અપાય છે કે કેમ તેની વિગતો જાણવા માગતા હતા. આથી તેમણે માહિતી મેળવવા પ્રશ્નો કર્યા હતા.
અમૃત 2.0 મિશન:મંત્રીના નિવેદન મુજબ, જળસંચય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતામાં સામેલ આથી વરસાદી પાણીનું સંગ્રહ કરવામાં આવી રહ્યું છે. પાણી એ રાજ્ય સરકારનો વિષય હોવાથી ટેકનિકલ અને નાણાકીય સહાયતા દ્વારા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રયાસોને કેન્દ્ર સહાયરૂપ થાય છે. અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (અમૃત) અને અમૃત 2.0 મિશન માટે રૂપિયા 77,650 કરોડના મંજૂર કરાયેલા પ્લાનમાંથી રૂપિયા 39,011 કરોડ જેટલી નોંધપાત્ર રકમ પાણી પૂરવઠા સેક્ટર માટે ફાળવાઈ છે. અત્યારસુધીમાં હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલયે (MoHUA) આશરે રૂપિયા 1,13,358.44 કરોડનો ખર્ચ ધરાવતા 3,543 પાણી પૂરવઠા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દીધી છે. ઉપરાંત, અમૃત 2.0 હેઠળ MoHUA દ્વારા રૂપિયા 5432.21 કરોડના મૂલ્યના 2,713 જળાશય નવસર્જન પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દેવાઈ છે.
- પાલનપુર નગરપાલિકાની સભામાં વિપક્ષે વોકઆઉટ કર્યું, ભ્રષ્ટાચારના બેનર પહેરીને રોડ પર ઉતર્યા - Opposition walkout in Assembly
- ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘ મહેર, મહેસાણામાં સાત ઇંચથી વધુ વરસાદ - Gujarat weather update