ગાંધીનગર :રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી માટે આજે એક દુઃખદ સમાચાર આવ્યા છે. તેમના પિતા રમેશચંદ્ર સંઘવીનું આજે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત તબિયતથી પીડાતા હતા. ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલુ હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધો હતો.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશભાઈનું નિધન, આજે સાંજે ઉમરામાં અંતિમ સંસ્કાર - Ramesh Sanghvi passed away - RAMESH SANGHVI PASSED AWAY
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશ સંઘવીનું નિધન થયું છે. આજે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આજે સાંજે ઉમરા સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.Ramesh Sanghvi passed away
![રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશભાઈનું નિધન, આજે સાંજે ઉમરામાં અંતિમ સંસ્કાર - Ramesh Sanghvi passed away હર્ષ સંઘવીના પિતા રમેશભાઈનું નિધન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-08-2024/1200-675-22229282-thumbnail-16x9-x-aspera.jpg)
Published : Aug 17, 2024, 3:34 PM IST
|Updated : Aug 17, 2024, 3:56 PM IST
હર્ષ સંઘવીના પિતાનું નિધન : રમેશચંદ્ર સંઘવીની તબિયત છેલ્લા કેટલાક મહિનાઓથી ખરાબ રહેતી હતી. તેમજ કોરોનાકાળ બાદ સારવાર માટે તેમને હૈદરાબાદ પણ ખસેડવામાં આવ્યા હતા. પિતાની તબિયત ખરાબ હોવાથી છેલ્લા ત્રણ દિવસથી હર્ષ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા. હાલમાં ખાનગી હોસ્પિટલ ખાતે તેઓની સારવાર ચાલી રહી હતી.
સેવાભાવી વ્યક્તિત્વ રમેશચંદ્ર સંઘવી : હીરાના વ્યવસાય સાથે જોડાયેલા રમેશચંદ્ર સંઘવી આ સાથે બીજી અન્ય સેવાભાવી સંસ્થાઓ સાથે પણ સક્રિય હતા. આ સાથે જૈન સમાજમાં સેવાભાવી વ્યક્તિ તરીકે ઓળખ બનાવી હતી. આજે સાંજે 5 વાગ્યે ઉમરા સ્મશાન ગૃહ ખાતે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમને અંતિમયાત્રા પાર્લે પોઇન્ટ ધર્મ પેલેસથી ઉમરા સ્મશાન ગૃહ સુધી જશે.