અમદાવાદ :દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 ના પરિણામો આજે એટલે 8 ફેબ્રુઆરીના દિવસે જાહેર થઈ રહ્યા છે. ગત 5 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં 70 વિધાનસભાના બેઠકો માટે મતદાન થયું હતું. જોકે, મતગણતરીના પ્રારંભિક તબક્કામાં જ AAP પાર્ટી હાર નજીક દેખાતા અમદાવાદ AAP કાર્યાલયમાં સન્નાટો જોવા મળ્યો હતો.
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 :દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માં અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી સતત ત્રીજીવાર સત્તામાં આવવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તા પર કબજો જમાવવા મજબૂત પ્રયાસ કરી રહી છે. 2024 લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ આપ સાથે ગઠબંધન કર્યું હતું, પરંતુ આ વખતે સ્વતંત્રપણે ચૂંટણી લડી રહી છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામ પહેલા AAP કાર્યાલયમાં સન્નાટો (ETV Bharat Gujarat) અમદાવાદ AAP કાર્યાલયમાં "સન્નાટો" : જોકે, દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામના દિવસે અમદાવાદ આમ આદમી પાર્ટીની ઓફિસમાં સન્નાટો જોવા મળ્યો હતો. અહીંયા કોઈ કાર્યકર્તા અને નેતાઓ હાજર નહીં રહ્યા અને ચૂંટણી પરિણામના દિવસે નિરાશાજનક માહોલ જોવા મળ્યો હતો. કારણ કે, પ્રારંભિક રૂઝાનમાં ભાજપ આગળ વધી વધી રહી છે અને બહુમતીની નજીક છે.
ગત ચૂંટણી કરતા ઉમેદવારો વધ્યા :ઉલ્લેખનીય છે કે, આ વર્ષે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 699 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમાં 602 પુરુષ, 96 મહિલા અને એક અન્ય ઉમેદવાર સામેલ છે. વર્ષ 2020 માં 668 ઉમેદવાર મેદાનમાં હતા, જ્યારે વર્ષ 2025 ની ચૂંટણીમાં 31 ઉમેદવારોની વૃદ્ધિ થઈ છે.
- ચૂંટણી પરિણામો પહેલા કેજરીવાલ ટેન્શનમાં!, AAP ના તમામ 70 ઉમેદવારો સાથે મહત્વપૂર્ણ બેઠક
- દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 : આજે ખુલશે દિલ્હીવાસીઓનો "જનાદેશ", જુઓ કોણે શું કહ્યું...