ગુજરાત

gujarat

ETV Bharat / state

45 ગામના સરપંચ અને તલાટી મંડળે TDO સામે લગાવ્યા ગંભીર આરોપ, જાણો શું છે સમગ્ર મામલો - Complaint against TDO

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના 45 ગામના સરપંચોની સહી સાથે સરપંચ મંડળ અને તલાટી મંડળ દ્વારા ટીડીઓના વિરુદ્ધ ધારાસભ્ય પ્રાંત અધિકારી અને ડીડીઓ સહિતને લેખિત ફરિયાદ કરાઈ છે કે યેન કેમ પ્રકારે વિકાસના કામોમાં અવરોધ ઉભા કરી ટીડીઓ દ્વારા પૈસાની માંગ કરાય છે. Complaint against TDO

ધરમપુરના 45 ગામના સરપંચ અને તલાટી મંડળએ આદિજાતિ વિકાસ અધિકારી સામે આરોપ લગાવી ફરિયાદ કરી
ધરમપુરના 45 ગામના સરપંચ અને તલાટી મંડળએ આદિજાતિ વિકાસ અધિકારી સામે આરોપ લગાવી ફરિયાદ કરી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 24, 2024, 7:18 PM IST

વલસાડ: ધરમપુર તાલુકાના 45 ગામના સરપંચોની સહી સાથે સરપંચ મંડળ અને તલાટી મંડળ દ્વારા ટીડીઓના વિરુદ્ધ ધારાસભ્ય પ્રાંત અધિકારી અને ડીડીઓ સહિતને લેખિત ફરિયાદ કરાઈ છે કે યેન કેમ પ્રકારે વિકાસના કામોમાં અવરોધ ઉભા કરી ટીડીઓ દ્વારા પૈસાની માંગ કરાય છે. તેમજ તલાટીઓને મિટિંગમાં ગેરવર્તણૂંક કરી 2 કલાકની મિટિંગમાં ઊભા રાખવામાં આવે છે.

ધારાસભ્ય અને ડીડીઓને રજૂઆત:ધરમપુર તાલુકાના 45 જેટલા ગામોના સરપંચો દ્વારા સરપંચ મંડળના લેટરપેડ ઉપર તાલુકા વિકાસ અધિકારી કૃષ્ણપાલ મકવાણા વિરુદ્ધ કેટલાક ગંભીર આક્ષેપો કરી ધારાસભ્યને ફરિયાદ કરાઇ છે. જેમાં તાલુકા વિકાસ અધિકારી ધરમપુર કૃષ્ણપાલ મકવાણા છેલ્લા કેટલાક સમયથી તલાટી અને સરપંચોને હેરાન પરેશાન કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં વિવિધ સરકારી કામોને કોઈપણ રીતે રોકી તલાટીઓ પાસે પૈસાની માંગણી કરાતી હોવાનો પણ ગંભીર આક્ષેપ કરાયો છે.

ધરમપુરના 45 ગામના સરપંચ અને તલાટી મંડળએ આદિજાતિ વિકાસ અધિકારી સામે આરોપ લગાવી ફરિયાદ કરી (Etv Bharat Gujarat)

45 ગામમાં તલાટીઓએ ડીડીઓને કરી ફરિયાદ: ધરમપુર તાલુકાના 45 જેટલા ગામોમાં કામ કરતા તલાટી મંડળના પ્રમુખ દ્વારા પણ ધરમપુરના સર્કિટ હાઉસ ખાતે એકત્ર થઈને પ્રથમ ધારાસભ્ય અને તે બાદ વલસાડ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ટીડીઓના વિરોધમાં ફરિયાદ કરી છે અને વિવિધ ગંભીર આક્ષેપો પણ લગાવ્યા છે. તલાટી કમમંત્રીઓએ આપેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર ધરમપુર તાલુકા વિકાસ અધિકારી કૃષ્ણપાલ મકવાણા તેમને મિટિંગ દરમિયાન સતત 2 કલાક બેસવાના સ્થાને ઉભા રાખે છે. તેમજ અન્ય લોકોની સામે તેઓને અક્કલ વગરના ઘેટા બકરા જેવા શબ્દોનો ઉપયોગ કરી ઉદ્ધતાઇ ભર્યુ વર્તન કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં દરેક ગ્રામ પંચાયત તલાટી પાસેથી રૂ. 5 થી 10,000ની પણ માંગણી કરતો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

ધરમપુરના 45 ગામના સરપંચ અને તલાટી મંડળએ આદિજાતિ વિકાસ અધિકારી સામે આરોપ લગાવી ફરિયાદ કરી (Etv Bharat Gujarat)

તાલુકા વિકાસ અધિકારીએ કોઇ પ્રતિક્રિયા આપી નહી:ધરમપુર તાલુકા વિકાસ અધિકારી કૃષ્ણપાલસિંહ મકવાણા સાથે ETV BHARAT એ ગંભીર આક્ષેપો બાબતે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમણે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી ન હતી. જેને પગલે 45 ગામના સરપંચો દ્વારા કરવામાં આવેલી ફરિયાદ હાલ તો સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ધરમપુરના 45 ગામના સરપંચ અને તલાટી મંડળએ આદિજાતિ વિકાસ અધિકારી સામે આરોપ લગાવી ફરિયાદ કરી (Etv Bharat Gujarat)

ધારાસભ્ય સમક્ષ કરી રજૂઆત:તાલુકા વિકાસ અધિકારી કૃષ્ણપાલ મકવાણા સરપંચ અને તલાટીઓને વિવિધ વિકાસના કામોને રોકી તેમની પાસે નાણાંની માંગણી કરતો હોવાના ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. સાથે સાથે ઊંડાણના 45 થી વધુ ગામોમાં કામ કરતા તલાટીઓને મીટીંગ દરમિયાન અક્કલ વગરનાં અને ઘેટા બકરા જેવા શબ્દોના સંબોધન કરી અન્યની સામે નીચા પાડતા હોવાનું આક્ષેપ કરાયો છે. સરપંચ મંડળ અને તલાટી મંડળ દ્વારા ધારાસભ્ય અરવિંદ પટેલને તેમજ જિલ્લા ભાજપ પ્રમુખને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.

ધરમપુરના 45 ગામના સરપંચ અને તલાટી મંડળએ આદિજાતિ વિકાસ અધિકારી સામે આરોપ લગાવી ફરિયાદ કરી (Etv Bharat Gujarat)

ફરિયાદને ગંભીરતાથી લઇ તાત્કાલિક પગલા લેવાયા:ધારાસભ્ય અરવિંદ પટેલે ETV BHARAT સાથે વાતચીત કરતા જણાવ્યું કે, 45 ગામના સરપંચો અને તલાટીઓ દ્વારા ટીડીઓની સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ મારી સમક્ષ કરવામાં આવી છે. જો કે આ બાબતે સમગ્ર બાબતને ગંભીરતાથી લઈ સમગ્ર બાબતનું યોગ્ય નિરાકરણ આવે તે માટે તાત્કાલિક ધોરણે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

વિવિધ યોજનાના નામે પૈસાની માંગનો આક્ષેપ:ધરમપુર તાલુકાના એક ગ્રામ પંચાયત પાસેથી પીએમ જન્મન યોજના હેઠળ આદિમ જૂથ યોજનામાં લાભાર્થીઓને આવાસ પૂર્ણ કરેલા હોવા છતાં પણ તલાટી સરપંચને નોટિસનો નિકાલ કરવા માટે 2 લાખની માંગણી કરવામાં આવી રહી છે. ધરમપુર તાલુકાની દરેક ગ્રામ પંચાયતને સમયસર કામો કરવાની વહીવટી મંજૂરી આપવામાં આવતી નથી. જેના કારણે વિકાસના કામો સમય મર્યાદામાં પૂર્ણ થતા નથી. તેમ જ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોઈપણ યોજનાના કામો સંપૂર્ણ ચોકસાઈથી પૂર્ણ કર્યા પછી જ્યારે એસેટ રજૂ કરવામાં આવે ત્યારે બિલ પાસ કરવા પહેલાં પૈસાની માંગણી કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

તલાટીઓમાં વિરોધના સુર ઉઠ્યા હોવાની ચર્ચા: નોંધનીય છે કે, કેટલાક તલાટીઓ અઠવાડિયામાં માત્ર 2 દિવસ જ તેમની ગ્રામ પંચાયત ઉપર ફરજ ઉપર જતા હોય અને અન્ય દિવસોમાં તાલુકા પંચાયત સામે આવેલી એક દુકાનમાં બેસીને તમામ કામો કરતા હોય તેવા તલાટીઓની થોડા દિવસો પહેલા કામગીરી બંધ કરાવીને તમામ તલાટીઓને રોજ પોતાના ગ્રામ પંચાયતમાં જવા માટે કહ્યા બાદ તલાટીઓમાં વિરોધના સુર ઉઠ્યા હોવાની ચર્ચા તાલુકા પંચાયત કર્મચારીઓમાં ઉઠવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. સાસરિયાંના ત્રાસથી કંટાળી મુસ્લિમ પરિણીતાએ આપઘાત કર્યાનો આરોપ, પોલીસે 3 સામે નોંધ્યો ગુનો - The woman committed suicide
  2. 'સરકાર જમણા હાથે વીજળી આપીને ડાબા હાથે પરત ખેંચી લે છે', સાંભળો શું કહે છે સોરઠ પંથકના ખેડૂતો - lectricity power supply

ABOUT THE AUTHOR

...view details