ખેડા:નડિયાદ તાલુકાના વડતાલ ગામમાં ભૂગર્ભ ગટર યોજના હેઠળ 1987માં જમીન સંપાદિત થઈ હતી.જે જમીનમાં કોઈ કારણસર દૂરસ્તીકરણ કરવાનું રહી ગયું હતું. તેમજ ગટર બની ન હોવાથી જમીન માલિકોના નામ હાલમાં ચર્ચાતા હતા. જેને લઈને તેઓએ જમીનનું બારોબોર વેચાણ કરી હોવાના આક્ષેપ સાથે ગામના સરપંચ પ્રકાશ ઠાકોર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે. જેમાં સરપંચે જણાવ્યુ હતું કે, આ જમીનનું વેચાણ અગાઉ જ મે 2022માં સરકારી સંપાદિત થયેલ જમીનની તમામ નંબરો સાથે રજૂઆત કરી હોવા છતા દસ્તાવેજ અને ફેરફારની નોંધો પ્રમાણિત થયેલી છે. જેને લઈ અધિકારીઓની મિલિભગતથી કૌભાંડ આચરાયુ હોવાનો આક્ષેપ સરપંચે કર્યો હતો. આ મામલે સરપંચ નડિયાદમાં દસ્તાવેજ કરનાર સબ રજીસ્ટ્રારની ચેમ્બરમાં ધસી આવ્યા હતા અને રજૂઆત કરી હતી. જેમાં બંને વચ્ચે બોલાચાલી થઇ હતી.
સંપાદિત જમીનનું બારોબાર વેચાણ કર્યાનો સરપંચે કર્યો આક્ષેપ (etv bharat gujarat) જમીન ગટર યોજના હેઠળ રાખવા રજૂઆત: વડતાલ ગ્રામ પંચાયતના સરપંચ પ્રકાશ ઠાકોરે જિલ્લા કલેકટરને કરેલી રજૂઆતમાં આક્ષેપ કર્યો છે કે, વડતાલના બ્લોક નં 302 ખાતા નં.401 તથા બ્લોક નં 293/2 ખાતા નં 1115 વાળી ભૂગર્ભ જળ સંપાદનની સરકારી જમીનોના દસ્તાવેજોનું વેચાણ થયેલ છે.આ ઉપરાંત લગભગ 300 ગુંઠા જેટલી જમીન વડતાલમાં ભૂગર્ભ ગટર યોજના માટે સંપાદિત કરવામાં આવી હતી.આ જમીન હાલમાં મૂળ માલિકોના નામે ચાલતી હોવાથી તેના માલિકોએ જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો છે.આ જમીન ભૂગર્ભ ગટર યોજના હેઠળ રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
ખેડામાં સરકાર દ્વારા સંપાદિત જમીનનું બારોબાર વેચાણ કર્યાનો વડતાલ ગામના સરપંચે કર્યો આક્ષેપ (etv bharat gujarat) સમગ્ર મામલે તપાસ કરવાની માંગ: ગ્રામ પંચાયતના સરપંચનો એવો આક્ષેપ છે કે, જે તે વખતે ભૂગર્ભ ગટર યોજના હેઠળ સંપાદિત થઈ હતી. તેની નોંધ 7/12 માં બીજા હકમાં છે. છતાં આ જમીનનું વેચાણ દસ્તાવેજ અને વેચાણની પાકી એન્ટ્રી કેવી રીતે પડી શકે? આ બાબતની તપાસ થવી જોઈએ. જો કે, નોંધ 0 નંબરની છે એટલે કદાચ ધ્યાનમાં લેવાઈ નહીં હોય. સમગ્ર મામલે અંગે જિલ્લા કલેકટર તપાસ કરાવે તો વડતાલ ભૂગર્ભ યોજના માટે 1987માં સંપાદન થયેલ જમીન ગ્રામ પંચાયતને પરત મળી શકે તેમ છે અને ગટર યોજનાનું કામ હાથ પર લઈ શકાય આ બાબતે જિલ્લા કલેક્ટર તપાસ કરાવે તેવી માંગ ગામના સરપંચ પ્રકાશ ઠાકોરે કરી છે. હાલમાં ગ્રામ પંચાયતના સરપંચ પાસે સંપાદકનો કોઈ હુકમ નથી. પરંતુ સાતબારમાં બીજા હક્કમાં દેખાતી નોંધ પરથી આ રજૂઆત કરી હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે.
આ જમીન ભૂગર્ભ ગટર યોજના હેઠળ રાખવા માટે રજૂઆત કરવામાં આવી (etv bharat gujarat) 10 પૈકી 2 લોકોએ વેચાણ દસ્તાવેજથી વેચાણ કરી: આ બાબતે સબ રજીસ્ટ્રાર પી.પી.વિરાણીએ જણાવ્યુ હતું કે, ચાલુ વર્ષે આ જમીનમાં 10 પૈકી 2 લોકોએ વેચાણ દસ્તાવેજથી વેચાણ કરી છે તે તેમના 2 લોકોની જ કેમ સહીઓ છે. બાકીના 8 વ્યક્તિઓની સહીઓ કેમ નથી. તેવો આક્ષેપ સરપંચે કર્યો હતો. પણ જેમણે જમીન વેચી છે. તેઓએ તેમના ભાગમાં આવતી જમીન વેચી હોવાનું જાણવામાં આવ્યું છે. અમારી કામગીરી સાચી છે કે ખોટી તે તો ઉપરી અધિકારીઓ જ તપાસ કરશે. નિયમ મુજબ વણવેચાયેલી જમીનના દસ્તાવેજમાં પોતાની ભાગની જમીનનો દસ્તાવેજ હિસ્સેદાર કરે તો નિયમ મુજબ તે થાય છે.
સમગ્ર મામલે તપાસ કરવાની માંગ (etv bharat gujarat) - ભાવનગર જિલ્લામાં ગરમી 40 ડીગ્રીને પાર, લૂથી લોકો થયા પરેશાન - ડાયેરીયાના કેસોમાં થયો વધારો - Heat wave in Bhavnagar
- પોરબંદરના દરિયામાં આગામી 2 મહિના સુધી માછીમારી પર પ્રતિબંધ, જાણો શા માટે ? - GUJARAT PORBANDAR FISHING BAN