નલ સે જલ યોજનાને લઈને પીપરલા ગામમાં ઈટીવી ભારત દ્વારા રિયાલિટી ચેક ભાવનગર:જિલ્લામા 'નલ સે જલ યોજના'ને લઈને કામગીરીઓ કરવામાં આવી છે. જળ યોજનાની પરિસ્થિતિ શું છે તે જાણવા માટે ઈટીવી ભારત દ્વારા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના પીપરલા ગામે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં સરકારે કરેલી કામગીરી સામે આવી હતી. આમ છતાં પાણીની પળોજણ પણ ગામમાં જોવા મળી છે.
ઘોઘા તાલુકાના પીપરલા ગામની વાસ્તવિક્તા: લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે હર ઘર સુધી 'નલ સે જલ' યોજના લાગુ કરી હતી. ત્યારે ઈટીવી ભારતે ભાવનગર શહેરથી દૂર આવેલા 30 કિલોમીટર ઘોઘા તાલુકાના પીપરલા ગામે પહોંચ્યું હતું. ડુંગરોની હાર માળા વચ્ચે આવેલા આ ગામમાં નલ સે જલ યોજનામાં કામ થઈ ગયું હોવાને પગલે ઈટીવી ભારતે આ ગામની મુલાકાત કરી હતી. પ્રથમ દૃષ્ટિએ ગામમાં પાણીની વ્યવસ્થા માટે વાસ્મો દ્વારા બનાવવામાં આવેલી પાણીની ટાંકી નજરે પડી હતી. જો કે આ ગામમાં રહેતા દરેક લોકોના ઘરે નળ હોવાનું સામે આવ્યું હતું.
શું છે જળ વ્યવસ્થાની સ્થિતિ 2014માં પાણીની હતી વિકટ સમસ્યા: ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનું પીપરલા ગામ 2200 જેટલી વસ્તી ધરાવે છે, ત્યારે આ ગામના પૂર્વ સરપંચ વાલાભાઈ ચોહલાએ જણાવ્યું હતું કે, તેઓ 2013/14માં સરપંચ તરીકે ચૂંટાયા હતા. તે સમયે પીપરલા જૂથ ગ્રામ પંચાયત હતી. તે સમયે પાણીને વિકટ સમસ્યા હતી. આજથી અમે 10 થી 12 ટકા પાણીની સમસ્યા માટે કામ કર્યું હતું. જો કે ત્યારબાદ 2021 માં સરકારની નલ સે જલ યોજના આવી જેને પગલે અમે ઘરે ઘરે સર્વે કર્યો અને બાદમાં દરેક ઘર સુધી પાણીની લાઈન દ્વારા નળ પહોંચાડ્યા હતા. આ સાથે ગામમાં પાણીના અવેડા પણ ભરાય છે. પાણીની વ્યવસ્થા હાલમાં સારી છે. આ સાથે ગામનો એક ડાર પણ છે. ઉનાળામાં તકલીફ બે મહિના પડે તો નર્મદાનું પાણી પણ અમે માંગી લઈએ છીએ.
'નલ સે જલ યોજના'નું રિયલિટી ચેક છતાં પાણીએ પાણી વિહોણું ગામ: પીપરલા ગામમાં 'નલ સે જલ યોજના' સંપૂર્ણ રીતે સફળ થઈ છે. લોકોએ દોઢ વર્ષ સુધી તેનો લાભ પણ લીધો છે. દરેક ઘરમાં નળ જોવા પણ મળે છે. પરંતુ છેલ્લા ચાર-પાંચ મહિનાથી આ નળ ભેંકાર બની ગયા છે. ગામના લોકોમાંથી જાણવા મળ્યું હતું કે છેલ્લા ચાર પાંચ મહિનાથી વહીવટદાર નિમાયા છે. પાણીની ટાંકીમાંથી પાણી વિતરણ માટે એક વ્યક્તિની જરૂર પડતી હોય છે. જેની કિંમત ચૂકવવા માટે ગામ લોકો જ પૈસા આપવા તૈયાર નથી. તેને કારણે આજે પાણી હોવા છતાં પણ પાણી વિતરણ થતું નથી અને પાણીની લાઈન કાપી નાખવામાં આવી છે. આમ, છતાં પાણીએ લોકો પાણી વિહોણા બની ગયા છે. પાણીની ટાંકીના ઓપરેટર મળી જાય તો ફરી ઘર દીઠ પાણી મળવાની શરૂઆત થઈ શકે તેમ છે. પરંતુ તેના ખર્ચને લઈને મામલો અટકેલો છે.નલ સે જલ યોજનાને પગલે નળ તો છે પણ ગામ લોકોની અણ આવડત અને અણસમજણને પગલે જળ ઘર સુધી નથી.
'નલ સે જલ યોજના'નું રિયલિટી ચેક જિલ્લામાં કેટલા ગામોમાં નલ સે જલ યોજનાનો લાભ?: ભાવનગર જિલ્લામાં આવેલા ગામડાઓમાં 'જલ સે નલ' યોજનાઓ ક્યાં ક્યાં પહોંચી છે ? તેને લઈને વાસ્મોના મેનેજર અને પાણી પુરવઠા અધિકારી પરેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં કુલ 661 જેટલા ગામડાઓ આવેલા છે. તે પૈકી 48 જેટલા ગામડાઓમા 'નલ સે જલ' યોજના લાગુ કરવામાં આવી છે. 48 ગામમાં 14.2 કરોડના ખર્ચે 'નલ સે જલ' યોજનાનો લાભ ગામના લોકોએ લીધો છે. આ યોજના 2022માં પૂર્ણ થઈ ગઈ હતી.
- Plastic Free Campaign: મહા શિવરાત્રીના મેળામાં પ્લાસ્ટિક ફ્રી અવેરનેસ માટે કલાકારોએ કેમ્પેન શરુ કર્યુ
- Lake Maintenance: 24 કરોડના ખર્ચે બનેલ તરસાડી તળાવ નગર પાલિકાની જાળવણીના અભાવે બન્યું બિસ્માર