રામલલાની આબેહૂબ ગણેશજીની પ્રતિમા (Etv Bharat Gujarat) જૂનાગઢ: ગણેશ ચતુર્થીના તહેવાર પર ઠેર ઠેર ગણપતિ મહારાજનું સ્થાપન કરવામાં આવ્યું છે. જુનાગઢમાં પણ અંદાજિત નાની મોટી મળીને કુલ 200 જેટલી સાર્વજનિક જગ્યા અને રહેણાંક સોસાયટીઓમાં ગણપતિ મહારાજનું સ્થાપન કરાયું છે ત્યારે રાણાવાવ ચોકમાં પાછલા 14 વર્ષથી ગણપતિ મહારાજનું સ્થાપન કરવાની એક પરંપરા સતત ચાલતી જોવા મળે છે જેમાં આ વર્ષે અયોધ્યામાં બિરાજમાન ભગવાન શ્રીરામના દર્શન સાથે ગણપતિ મહારાજનું સ્થાપન કરવામાં આવ્યું છે.
રામલલાની આબેહૂબ ગણેશજીની મૂર્તિ (ETV Bharat Gujarat) મર્યાદા પુરુષોત્તમ રામના દર્શન સાથે ગણપતિનું સ્થાપન:ગણેશ ચતુર્થીના દિવસથી જુનાગઢ શહેરમાં નાની મોટી મળીને કુલ 200 કરતાં વધુ જગ્યા પર ગણપતિ મહારાજની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. જેમાં પાછલા 14 વર્ષથી જુનાગઢના રાણાવાવ ચોકમાં ગણપતિ મહારાજની પ્રતિમા સ્થાપન કરીને અનોખી રીતે ગણપતિ ઉત્સવ મનાવવામાં આવે છે.
રામલલાની આબેહૂબ ગણેશજીની મૂર્તિ (ETV Bharat Gujarat) રામલલાની આબેહૂબ ગણેશજીની મૂર્તિ: દર વર્ષે રાણાવાવ ચોક યુવક મંડળ દ્વારા અલગ અલગ પ્રકારે ગજાનંદ ગણપતિની પ્રતિમાનું સ્થાપન કરાતું હોય છે ત્યારે આ વર્ષે અયોધ્યામાં બિરાજમાન ભગવાન શ્રી રામના દર્શન આપતા ગણપતિ મહારાજનું સ્થાપન કરીને અયોધ્યાના ભગવાન શ્રીરામની સાથે ગણપતિ મહારાજના દર્શન કરવાનું પુણ્ય જૂનાગઢના લોકોને મળે તે માટે આ વખતે વિશેષ પ્રતિમાનું સ્થાપન કરાવ્યું છે.
શ્યામ વર્ણ ગણપતિની સ્થાપના:ભગવાન રામના જન્મ સ્થળ અયોધ્યામાં નવનિર્મિત પ્રાણ પ્રતિષ્ઠિત થયેલી ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની પ્રતિમા શ્યામ વર્ણીની બનાવવામાં આવી છે, બિલકુલ તેજ પ્રકારે અને તે જ આકારે ગણપતિ મહારાજની શ્યામ વર્ણ પ્રતિમા બનાવવામાં આવી છે. ભગવાન રામની પ્રતિમાની માફક ગણપતિ મહારાજના હાથમાં પણ ધનુષ આપવામાં આવ્યું છે. જે રીતે પ્રતિમા અયોધ્યાના નવનિર્મિત મંદિરમાં દર્શન આપી રહી છે. બિલકુલ તે જ પ્રકારે ગણપતિ મહારાજની પ્રતિમા જૂનાગઢના રાણાવાવ ચોકમાં સૌ ભક્તોને દર્શન આપી રહી છે. અહીં દિવસ દરમિયાન બે વખત આરતીની સાથે સમગ્ર દિવસ દરમિયાન આવતા દર્શનાર્થીઓ માટે પ્રસાદનું આયોજન પણ યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો
- ગણપતિબપ્પા મોરિયા ઘીમાં લાડુ ચોરિયા, ભાવનગરમાં લાડુ અને મોદકની અવનવી ફલેવરો આવી - Ganesh Mahotsav 2024
- કચ્છમાં નવરાત્રિમાં ખેલૈયાઓ રમઝટ બોલાવવા તૈયાર, ભાતીગળ ફેશનની વેરાઇટીઓ બજારમાં આવી - Navratri traditional Dress