ગુજરાત

gujarat

ETV Bharat / state

ખીરસરા કાંડમાં હવે ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ આપી મીડિયા સમક્ષ પ્રતિક્રિયા, ખોટો જશ ખાટવાની લોકમુખે ચર્ચાઓ - Khirsara Ghetiya Gurukul

રાજકોટના ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામના 2 સંતો અને 1 સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હવે રહી રહીને સ્થાનિક ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી છે. તેઓ વાલીઓ અને તંત્રને સતત મદદ કરી રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે. જો કે સ્થાનિકોમાં હવે ધારાસભ્ય જશ ખાટવા માટે સામે આવ્યા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. Rajkot News Khirsara Ghetiya Gurukul 2 Sait 1 Organizer MLA Mahendra Paladiya

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 21, 2024, 4:36 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

રાજકોટઃ ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામની શૈક્ષણિક સંસ્થાના સ્વામિનારાયણ સંપ્રદાયના 2 સંતો તેમજ 1 સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં સ્વામી ધર્મસ્વરૂપદાસે રાજકોટની યુવતી સાથે દુષ્કર્મ ગુજારી સગર્ભા બનાવી ગર્ભપાત કરાવ્યો હતો. અન્ય સ્વામીએ તેમને ધમકી આપી હતી. તેમજ આ બનાવમાં મુખ્ય સંચાલકની મદદગારી હોવાની બાબત સામે આવી છે. હવે રહી રહીને સ્થાનિક ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી છે. તેઓ વાલીઓ અને તંત્રને સતત મદદ કરી રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે.

વિદ્યાર્થીઓની મુશ્કેલી વધીઃ આ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ અહીં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ તેમજ આ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે. આ મામલે અગાઉ ETV BHARAT દ્વારા અહેવાલો પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. જેમાં ગત દિવસે પ્રસિદ્ધ કરેલા અહેવાલની અંદર વાલીઓ તેમજ વિદ્યાર્થીઓની કોઈ વ્યથા સાંભળતું નથી કે તેમની મદદ માટે કોઈપણ તંત્ર કે કોઈ રાજ નેતાઓ કે આગેવાનો આવતું નથી તેવી રાવ કરી છે. આ મામલે ખોટો જશ ખાટવા અને લોકોને તેમજ વાલીઓને મદદ કરતા હોય અને તેમના સંપર્કમાં હોય તેવું નિવેદન સ્થાનિક ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ મીડિયા સમક્ષ કર્યુ છે. તેમણે જણાવ્યું છે કે, તેમના દ્વારા આ મામલે કલેકટરને લેખિત પત્ર પણ રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માટેની ભલામણ કરી છે.

ધારાસભ્યનું નિવેદનઃ ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા મીડિયા સમક્ષ એવું જણાવ્યું છે કે, તેઓ વાલીઓના સતત સંપર્કમાં છે અને તેમની મદદ માટે અને તેમની મુશ્કેલી દૂર કરવા માટે સતત કામગીરી કરી રહ્યા છે. આ મામલે કલેકટરને લેખિત પત્ર પણ રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માટેની ભલામણ કરી છે. મીડિયા દ્વારા તેમને લખેલા પત્રની નકલ માંગતા પત્રની નકલ મીડિયાને નથી આપવામાં આવી રહી ત્યારે આ મામલે સ્થાનિક ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા ખોટો જશ ખાટવા માટે પોતે વાલીઓના સંપર્કમાં હોય તેવી ખોટી વાત કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ ફરિયાદ નોંધાઈ ત્યારથી આજદિન સુધી મીડિયા સતત આ ગ્રામજનો, વિદ્યાર્થીઓ, વાલીઓના સંપર્કમાં છે અને તેમની વ્યથાઓ અને ગ્રાઉન્ડ પરથી અહેવાલો રજૂ કરી રહી છે ત્યારે અહીં કોઈપણ રાજનેતા કે કોઈપણ આગેવાન મદદ માટે દેખાય નથી કે તેઓની વ્યથા સાંભળવા માટે આવેલ નથી.

  1. ખીરસરા સ્વામીની લંપટ લીલાની ફરિયાદ બાદ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો, મીડિયા સમક્ષ વ્યથા ઠાલવી રોષ પ્રગટ કર્યો - Khirsara Swaminarayan Saint rajkot
  2. અંતે...ખીરસરા સ્વામિનારાયણ સંપ્રદાયના દુષ્કર્મના આરોપી સ્વામીઓ અને એક સંચાલક વિષયક પોલીસે જાહેર કરી માહિતી - Rajkot Swami Narayan Saint Issue

ABOUT THE AUTHOR

...view details