મુંબઈઃ કારોબારી સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે રેડ ઝોનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 1190.34 તથા 1.48 ટકાના ઘટાડા સાથે 79,043.74 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટા 360.75 પોઈન્ટ તથા 1.49 ટકાના ઘટાડા સાથે 23,914.15 પર બંધ થયો હતો.
આજના ટ્રેડિંગ દરમિયાન SBI લાઇફ ઇન્સ્યોરન્સ, HDFC લાઇફ, ઇન્ફોસિસ, M&M, HCL ટેક્નૉલૉજીના શેર્સ નિફ્ટી પર ટોપ ગેઇનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝ, શ્રીરામ ફાઈનાન્સ, એસબીઆઈ, સિપ્લાના શેર ટોપ લૂઝરની યાદીમાં સામેલ હતા.
- સેક્ટરમાં ઓટો, બેન્ક, આઈટી, એફએમસીજી, એનર્જી 0.5-2 ટકા ઘટ્યા હતા, જ્યારે પીએસયુ બેન્ક અને મીડિયા 0.5 ટકા વધ્યા હતા.
- BSE મિડકેપ ઇન્ડેક્સ સપાટ ટ્રેડ થયો હતો અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.4 ટકા વધ્યો હતો.
આઇટી અને ઓટો શેરોમાં નિફ્ટી પર સૌથી વધુ નુકસાન થયું હતું, જેમાં ક્ષેત્રીય સૂચકાંકો અનુક્રમે 2.3 ટકા અને 1.3 ટકા ઘટ્યા હતા. IT શેરોમાં ઘટાડો અમેરિકાના ફુગાવાના ડેટાએ વ્યાજદરમાં ઘટાડો કરવાની અપેક્ષા કરતાં ધીમી ગતિના સંકેત આપ્યા બાદ આવ્યો હતો.
ઓપનિંગ માર્કેટ: કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર સપાટ ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 24 પોઈન્ટના વધારા સાથે 80,258.46 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.03 ટકાના વધારા સાથે 24,283.30 પર ખુલ્યો હતો.
આ પણ વાંચો: